અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે, આ એક એવો રોગ છે જેની લપેટમાં આવ્યા બાદ તેનાથી મુક્ત થવું સંભવ નથી, ફક્ત પરેજી પાળી તેને કંટ્રોલમાં રાખી શકાય છે પરંતુ હવે એવું નથી. ચાઇનાના કેટલાક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ રોગને જળમૂળથી રોગીના શરીરમાંથી દૂર કરવામાં સફળતા મેળવી લીધી છે.
-
ડાયાબિટીસ કેવીરીતે થાય? તેના પ્રકાર કેટલાં? બ્લડ શુગર એટલે શું? ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની ભૂમિકા શું છે? વગેરે જેવા મુદ્દા ઉપર ચર્ચા નથી કરવી કેમકે લગભગ આ મુદ્દાઓને આજે લોકો સારી રીતે જાણે છે અથવા તો નેટ ઉપર આસાનીથી જાણકારી મળી રહે છે. આપણે વાત કરવી છે એક રિસર્ચની જેની લિંક નીચે મૌજૂદ છે તેમજ Times of India, The Economic Times, Business Standards, The Express Tribune જેવા અખબારોમાં આ સમાચાર છપાયાં.
https://www.nature.com/articles/s41421-024-00662-3
-
આ રિસર્ચ ચીનની Shanghai Changzheng હોસ્પિટલમાં કરાઇ. 59 વર્ષના એક દર્દીને 25 વર્ષથી ટાઇપ-2 ડાયાબિટીસ હતું. ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે જવાબદાર તેના સ્વાદુપિંડના કોષો લગભગ ખતમ થઇ ચૂક્યાં હતાં. પરિણામે તે દર્દી ઘણી બીમારીઓનો શિકાર થઇ ગયો. પરિસ્થિતિ દિવસે ને દિવસે બદતર થઇ રહી હતી. નાછૂટકે ડોક્ટરોએ અખતરો કરવો પડ્યો.
-
cell therapy વડે તેના stem cell ને સ્વાદુપિંડના કોષોમાં રૂપાંતરિત કરી ટ્રાન્સપ્લાન્ટ કરાયા. થોડાં જ સમયમાં(2022માં) તે દર્દી સંપૂર્ણપણે સાજો થઇ ગયો. ત્યારપછી આજસુધી તેને ઇન્સ્યુલિનના ઈન્જેક્શન કે ડાયાબિટીસની અન્ય દવાની જરૂર નથી પડી. આ દર્દી ઉપર ડોક્ટરો સતત નજર રાખી રહ્યાં હતાં. અંતે ડોક્ટરોએ તેને સ્વસ્થ જાહેર કર્યો.
-
cell therapy વડે ડાયાબિટીસનો ઇલાજ કરવો એ બહુ મોટી સિદ્ધિ છે. આ થેરાપીમાં શરીરમાં મૌજૂદ ખરાબ કોષોને યા તો સાજા કરવામાં આવે છે યા સ્વસ્થ કોષ વડે બદલી નાંખવામાં આવે છે. આ થેરાપીમાં દર્દીના લોહીમાં મૌજૂદ એક ખાસ પ્રકારના કોષોનો ઉપયોગ કરવામાં આવે છે જેને Peripheral Blood Mononuclear Cells(PBMCS) કહે છે. ઇલાજની આ નવી શાખા છે જેને regenerative medicine કહે છે.
-
લોહીમાં મૌજૂદ આ કોષ સ્વાદુપિંડના નવા islet કોષ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ islet કોષ સ્વાદુપિંડના એક નાના ભાગમાં હોય છે જેને islets of langerhans કહે છે(જુઓ નીચેની ઇમેજ). આ islet કોષમાં પાછા અન્ય સૂક્ષ્મ કોષો હોય છે જેઓ સાથે મળીને કામ કરે છે. islet કોષોનો મહત્વપૂર્ણ ભાગ બીટા સેલ હોય છે કેમકે તેઓ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી લોહીમાં શુગરને નિયંત્રિત કરે છે. ઇન્સ્યુલિન શરીરમાં મૌજૂદ વિવિધ કોષો માટે ચાવીની ભૂમિકા નિભાવે છે જેથી તેઓ લોહીમાંથી ગ્લુકોઝને શોષી તેને ઊર્જા તરીકે વાપરી શકે. જ્યારે કોઇ વ્યક્તિને શુગર થાય છે ત્યારે તેના islet કોષના વ્યવહાર બગડી જાય છે. ટાઇપ-1 ડાયાબિટીસમાં શરીરનું પ્રતિરક્ષાતંત્ર ભૂલથી બીટા સેલ ઉપર હુમલો કરી તેને તબાહ કરી નાંખે છે. પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થઇ જાય છે અથવા સંપૂર્ણપણે રોકાઇ જાય છે.
-
ફિલહાલ તો આ રિસર્ચ તેના પ્રાથમિક તબક્કામાં છે, છતાં ડોક્ટરોનું કહેવું છે કે ખુબ જલ્દી તેનો ઉપચાર સર્વે લોકો માટે ઉપલબ્ધ હશે. યાદરહે, ડાયાબિટીસના દર્દીઓ 1990 ની તુલનાએ ચાર ગણા વધ્યાં છે અને એક અંદાજા મુજબ 2050 માં 1.3 અબજ લોકો તેના શિકાર થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં આ શોધ ઘણી ઉપકારક નીવડી શકે છે.


No comments:
Post a Comment