જો તમે તમારી ચોખાની પેદાશને 22% જેટલી વધારવા માંગો છો, તો છોડવાઓને સનસ્ક્રીન લગાવો. જો તમને સનસ્ક્રીન વિશે ખ્યાલ ન હોય તો મુખ્ય ઇમેજ જુઓ. ઘણા ક્રિકેટરોને તમે આનો ઉપયોગ કરતા જોયા હશે. સનસ્ક્રીન આપણને સૂર્યના ઘાતક કિરણો સામે સુરક્ષા પુરી પાડે છે. હવે, આજનું વિજ્ઞાન કહે છે કે, સનસ્ક્રીનમાં એવા રસાયણો મૌજૂદ છે જે છોડવાઓના વિકાસને વધારી શકે છે.
-
સનસ્ક્રીનમાં ઝીંક નેનોપાર્ટિકલ્સ મૌજૂદ હોય છે જે આપણી ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે પરંતુ હવે છોડવાઓ ઉપર પણ આ સનસ્ક્રીનના ફાયદા આપણને દેખાવા માંડ્યા છે. યાદરહે, છોડવાઓ પાસે પોતાની પ્રાકૃતિક સનસ્ક્રીન તો હોય જ છે પરંતુ આ બાહ્ય zinc છોડવાના enzyme activation અને તેના function ને વધારી દે છે. જે તેની પ્રકાશસંશ્લેષણની ક્રિયાને વધારી દે છે. ફળસ્વરૂપ છોડની વૃદ્ધિ ઘણી વધી જવા પામે છે. zinc છોડવાને બીમારીઓથી બચાવે છે અને તેના મૂળિયાં વધારે છે.
-
એક વાત યાદ રાખો કે, ઝીંક ખાતરોમાં મૌજૂદ નથી હોતું. ખાતર(યુરિયા)માં નાઇટ્રોજન હોય છે. તે પણ છોડની વૃદ્ધિ કરે જ છે પરંતુ જે રિસર્ચની આપણે વાત કરી રહ્યાં છીએ તેમાં જણાવ્યું છે કે, ગરમી વધવાના કારણે ચોખાની ઊપજ ધીમેધીમે ઓછી થઇ રહી છે. ચોખાના વિકાસ માટેનું આઇડિઅલ તાપમાન 21 થી 37 ડિગ્રી હોય છે. 37 ડિગ્રી થી ઉપર જેમજેમ તાપમાન જવા માંડે તેમતેમ ચોખાની ઊપજ ઓછી થવા માંડે છે. આ વધતા તાપમાનને સનસ્ક્રીન કાબૂમાં રાખે છે. અહીં યાદરહે, સનસ્ક્રીનનો મતલબ પેસ્ટ એવો નથી પરંતુ તેમાં રહેલ ઝીંક નેનોપાર્ટિકલ્સ છે. ઝીંક નેનોપાર્ટિકલ્સ આપણા વાળ કરતાય એક હજાર ગણા નાના હોય છે. પરિણામે તેઓ છોડવાના પાંદડાઓમાં રહેલ છિદ્ર(pore) વાટે અંદર ચાલ્યા જાય છે અને તેઓને સૂર્યના ઘાતક કિરણો વડે બચાવે છે.
-
આ રિસર્ચ ચીનની Nankai University ના પ્રોફેસર Hu Xiangang એ કરી(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). આ રિસર્ચ કેવળ ચોખા સુધી જ સીમિત ન રહી બલ્કે તેનો દાયરો વધારવામાં આવ્યો. જે છોડવાઓને zinc oxide આપવામાં આવ્યું તેમના પાંદડાઓમાં વધુ પોષક તત્વો હતાં. બીજું, એક ખાસ પ્રકારના અણુ reactive oxygen ROS કે જેઓ ડીએનએ, આરએનએ, પ્રોટીન વગેરેને નુકસાન પહોંચાડે છે, તેમનાથી પણ આ છોડવાઓએ બચવાનું શરૂ કરી દીધું. ત્રીજું, પાંદડાઓના phyllosphere માં પણ વધારો થયો હતો. phyllosphere એવા ક્ષેત્રો હોય છે જેમાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે છોડવાની વૃદ્ધિ માટે ખુબ જરૂરી હોય છે(જુઓ નીચેની ઇમેજ).
https://www.pnas.org/doi/abs/10.1073/pnas.2414822121?af=R
ચીનમાં zinc oxide પાવડરનું ઉત્પાદન શરૂ થઇ ચૂક્યું છે(જુઓ નીચેની ઇમેજ). કદાચિત તમારી આસપાસ પણ આ તમને જોવા મળી જાય! આ રિસર્ચ ધીમેધીમે અન્ય છોડવાઓ ઉપર પણ થઇ રહી છે કેમકે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધતુ જશે અને ખેતપેદાશો ઘટતી જશે. તેથી આ રિસર્ચ ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.



No comments:
Post a Comment