Wednesday, March 5, 2025

RAAZI

 



 

મેઘના ગુલઝાર નિર્દેશિત "રાઝી" ફિલ્મે આપણા સિનેમા અને સમાજ પર હાલના સમયે હાવી દેશભક્તિની વ્યાખ્યાને બદલવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારનો રાષ્ટ્રવાદ ફિલ્મ પ્રસ્તુત કરે છે તે નફરત પર આધારિત નથી બલ્કે ભારતીય રાષ્ટ્રવાદના મૌલિક ચહેરાની યાદ અપાવે છે.

-

આઝાદીના એક દાયકા પછી આવેલી ક્લાસિક ફિલ્મ 'મધર ઈન્ડિયા' ની રાધા(નરગીસ) પોતાના વહાલા પુત્ર બિરજુ(સુનિલ દત્ત) પર બંદૂક તાણી કહે છે કે, “मैं बेटा दे सकती हूँ, लाज नहीं दे सकती”. બસ, આટલું કહીં તેની છાતીમાં ગોળી ધરબી દે છે અને બિરજુનું લોહી માટીમાં મળી જાય છે. પરંતુ!! આઝાદીના સિત્તેર વર્ષ પછી આવેલ 'રાઝી'ની સહમત(આલિયા ભટ્ટ) રાષ્ટ્ર/રાજ્યની આવી છેતરપિંડીને બખૂબી જાણી ગઇ છે. તે દેશભક્તિની એવી કોઈપણ વ્યાખ્યા પર શંકા કરે છે જે દેશને માનવતાથી ઉપર રાખે છે.

-

સહમત પ્રશ્ન પૂછે છે કે, “ये किस वफ़ादारी का सबक़ देते हैं आप लोग? नहीं समझ आती आपकी ये दुनिया.. ना रिश्तों की क़दर है, ना जान की।સહમત, મધર ઇન્ડિયાની ભૂમિકા નિભાવવાની સ્પષ્ટ ના પાડે છે. શાયદ! તે સમજી ગઇ છે કે....રાષ્ટ્ર હંમેશા આવા બલિદાનો મહિલાઓ, વંચિતો, દલિતો, લઘુમતીઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પાસેથી શા માટે માંગે છે?

-

સહમતના ગર્ભમાં 'દુશ્મન' નું બાળક છે અને દેશ યુદ્ધરત છે પરંતુ તેનો નિર્ણય સ્પષ્ટ છે, “मैं इक़बाल के बच्चे को गिराऊंगी नहीं। एक और क़त्ल नहीं होगा मुझसे।ફિલ્મમાં તેનો છેલ્લો ડાયલોગ છે. કહેવાનો મતલબ, રાષ્ટ્ર સામાન્ય નાગરિક પાસે અનન્ય વફાદારી તો માંગે છે પરંતુ બદલામાં ન્યાય અને સંસાધનોમાં સમાનતાનું વચન ક્યારેય પૂરું કરતું નથી. ઇનશોર્ટ, રાઝીને "મા" બનવું છે "મધર ઇન્ડિયા" નહીં.

 

નોટ:- અહીં સંપૂર્ણ સ્ટોરીનો ઉલ્લેખ નથી ફક્ત વિશ્લેષણ છે, સ્ટોરી માટે ફિલ્મ જોઇ લેવી.

 


No comments:

Post a Comment