આગળ વધતા પહેલા, પ્રથમ ભાગની લિંક નીચે આપેલ છે જેથી આપને મૂળભૂત માહિતી મળી રહેશે. તો ચર્ચા શરૂ કરીએ....આજનું વિજ્ઞાન કહે છે કે, આપણી ખેતી કરવાની પધ્ધતિ ખોટી છે. જો આજ પધ્ધતિથી ખેતી કર્યે રાખીશું તો, શાયદ!! આપણી વધુમાં વધુ બીજી-ત્રીજી પેઢીએ જમીનો બીનઉપજાઉ થઇ જશે.
https://www.facebook.com/profile/100003373615705/search/?q=regenerative
એક વ્યક્તિને મળીએ જેમનું નામ છે....Gabe Brown. તેઓ એક પ્રખ્યાત કંપનીના સીઇઓ છે જેની લિંક આ રહી....https://understandingag.com/. આ કંપની દુનિયાના લગભગ હર દેશોમાં જમીનને ખરાબ કર્યા વગર કઇરીતે મહત્તમ ઉપજ મેળવી શકાય તે માટે કન્સલ્ટન્સી આપી રહી છે. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે....Dirt to Soil. જેમાં તેમણે છ સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો છે(જુઓ નીચેની ઇમેજ).
-
પ્રથમ:- તમે તમારી માટીને વાતાવરણના અનુસંધાને ઓળખો. એવા પાકોની ખેતી ન કરો જે તમારા વાતાવરણમાં નથી થતાં કેમકે આ કાર્ય એક ઇકોસિસ્ટમ નથી બનાવી શકતું. બીજું:- જમીનને મિકેનિકલી અને કેમિકલી ખલેલ ન પહોંચાડો. અર્થાત તેમાં હળ ન ચલાવો અને રસાયણ પણ ન છાંટો. જંગલોમાં આ બે માંથી એકેય પ્રવૃત્તિ થતી નથી હોતી, છતાં ત્યાંની હરિયાળી જુઓ. ખેતરોમાં હળ ચલાવવાથી કેટલું નુકસાન થાય છે તે માટે નીચેની પોષ્ટની લિંક ઉપર નજર ફેરવો.
https://www.facebook.com/permalink.php?story_fbid=5154646734657729&id=100003373615705
ત્રીજું:- માટીને ઢાંકીને રાખવી. અર્થાત માટીનો કોઇપણ ભાગ વાતાવરણ સાથે સીધા સંપર્કમાં ન હોવો જોઇએ. એટલેકે બે શેઢા કે છોડવાઓ વચ્ચેનો ભાગ ખુલ્લો ન હોવો જોઇએ. જંગલોમાં બે વૃક્ષો અથવા છોડવાઓ વચ્ચેનો ભાગ ઘાસ વડે કવર થયેલો હોય છે. બિલકુલ એજ પ્રમાણે આપણે પણ બે શેઢા કે છોડવાઓ વચ્ચે જૂના લેવાઇ ગયેલ પાકના સૂકા પાંદડાઓ/ડાળખીઓ અથવા ઘાસ રાખવું જોઇએ (જુઓ નીચેની ઇમેજ). તેનાથી જમીનનું તાપમાન જળવાયેલું રહે છે, જમીનનું પાણી આસાનીથી બાષ્પીભવન નથી થતું તેમજ કાર્બન પણ વાતાવરણમાં ઓછો ઠલવાય છે.
-
ચોથું:- Diversity એટલેકે વિવિધતા રાખો. ખેતરમાં એક જ પ્રકારનો પાક ન વાવો કેમકે એક જ પ્રકારનો પાક જૈવ-વિવિધતાને ખતમ કરે છે. પાંચમું:- સૂકા પાંદડાઓ/ડાળખીઓને ક્યારેય પણ સળગાવવા ન જોઇએ. તેનાથી જમીનની ફળદ્રુપતા ધીમેધીમે ઓછી થતી જાય છે. ટૂંકમાં જમીન ક્યારેય પણ ઉજ્જડ ન હોવી જોઇએ. હર સમયે કોઇ ને કોઇ જીવિત મૂળીયાઓ ખેતરમાં હાજર હોવા જોઇએ. છઠ્ઠું:- જમીન સાથે જાનવરોનો પણ સમાવેશ હોવો જોઇએ. જેની વિસ્તૃત માહિતી ઉપરની પ્રથમ લિંકમાં મૌજૂદ છે. આ માટે ખેતરમાં એક નાનું ફાર્મહાઉસ પણ હોવું જોઇએ. જંગલોમાં આજ વસ્તુ હોય છે તેથી જ જંગલો ખુબ ફળદ્રુપ હોય છે.
-
ઉપરોક્ત પ્રયોગ કર્યા બાદ બ્રાઉને 1993 માં લીધેલ માટીના સેમ્પલ અને 2023 ના સેમ્પલના ટેસ્ટ વચ્ચે સરખામણી કરી તો પરીણામમાં આસમાન-જમીનનો તફાવત હતો. 1993 ની માટીનો water infiltration per
hour દર 0.5 ઇંચ હતો. મતલબ એક કલાકમાં અડધો ઇંચ જેટલું પાણી જમીનમાં ઉતરતું હતું જે 2023 માં વધીને 32 ઇંચ થઇ ગયો. ઓર્ગેનિક મેટરનો દર 1.7% હતો જે વધીને 7.9% થયો. આ જેટલું ઓર્ગેનિક મેટર જમીનની અંદર ગયું તેને જો કાર્બન સ્વરૂપે જોવામાં આવે તો લગભગ 396 ટન વધુ co2, વૃક્ષોએ ગ્રહણ કર્યો. નેટ પ્રોફિટ 1993 માં 17$ પ્રતિ એકર હતો જે 2023 માં 158$ પ્રતિ એકર જેટલો વધી ગયો.
-
બ્રાઉનની વાતમાં સૂર પુરાવતા Dr. David Montgomery(કે જેઓ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્થિત department of earth and space sciences ના પ્રોફેસર છે) કહે છે કે, જે માટી કાળાશ પડતી હોય તે ખુબ ફળદ્રુપ હોય છે કેમકે તેમાં કાર્બન વધુ હોય છે. આ બાબતે તેમણે ઘણાં પુસ્તકો લખ્યા છે પરંતુ મુખ્ય ત્રણ પુસ્તકોની ઇમેજ નીચે મૌજૂદ છે. વધુમાં તેઓ જણાવે છે, આવી માટીમાં થતાં શાકભાજીઓ અને ફળફળાદીમાં 64% વધુ વિટામિન, 239% વધુ ફેટી એસિડ તેમજ અન્ય પોષક તત્વોની માત્રા પણ વધુ હતી. ટૂંકમાં હવે regenerative agriculture નો સમય આવી રહ્યો છે.
.png)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment