Saturday, March 15, 2025

Colorless Universe

 



 

2015 માં બે બહેનપણીઓએ એક ડ્રેસ બનાવ્યો(જુઓ મુખ્ય ઇમેજ). ત્યારબાદ તેમની વચ્ચે ડ્રેસના રંગ બાબતે એક વિવાદ ઉભો થયો કે, આનો રંગ શું સફેદ-ગોલ્ડન છે કે બ્લુ-બ્લેક? તેમણે ડ્રેસની તસવીરને સોશ્યલ મીડિયા ઉપર શેર કરી અને લોકોનો મત માંગ્યો. બધાનો મત અલગ-અલગ હતો. પોષ્ટ ખુબ વાઇરલ થઇ, તેની ઉપર ટીવી શો થવા માંડ્યાં, પોલ્સ આવવાના શરૂ થઇ ગયાં વગેરે વગેરે. પરંતુ!! આખરે ડ્રેસમાં એવું તે શું હતું કે, રંગ બાબતે લોકોનો મત ભિન્ન હતો?

-

આખરે ન્યુરોસાયન્ટિસ્ટોએ બાબતમાં સામેલ થવું પડ્યું ત્યારબાદ સઘળી મેટર સ્પષ્ટ થઇ. ડ્રેસનો અસલ કલર તમને નીચેની ઇમેજની મધ્યમાં મૌજૂદ છબીમાં દેખાશે. તેમણે પ્રથમ warm yellow લાઇટમાં તે ડ્રેસને મૂક્યો ત્યાં તેનો રંગ બ્લુ-બ્લેક દેખાયો અને બાદમાં ભૂરી લાઇટમાં તેનો રંગ સફેદ-ગોલ્ડન દેખાયો. હવે આનું વૈજ્ઞાનિક કારણ જરા ધ્યાનપૂર્વક વાંચો(ડ્રેસના અસલ કલરના અનુસંધાને).....



-

જ્યારે તમે ડ્રેસને પીળી લાઇટમાં જુઓ છો, ત્યારે મગજને ખબર પડી જાય છે કે અહીં પીળી લાઇટ વધુ છે. તેથી મગજ પીળી લાઇટને આપોઆપ માઇનસ કરે છે. ફળસ્વરૂપ આપણને ડ્રેસનો કલર બ્લુ-બ્લેક દેખાય છે. પરંતુ!! જ્યારે તે ડ્રેસને તમે ભૂરી લાઇટમાં જુઓ છો, ત્યારે મગજને ખબર પડી જાય છે કે અહીં ભૂરી લાઇટ વધુ છે. તેથી મગજ ભૂરી લાઇટને આપોઆપ માઇનસ કરે છે. ફળસ્વરૂપ આપણને ડ્રેસનો કલર સફેદ-ગોલ્ડન દેખાય છે. લોકો ઇમેજને અલગ-અલગ લાઇટના શેડમાં જોઇ રહ્યાં હતાં તેથી તેઓનો મત ભિન્ન હતો.

-

પરંતુ!! આખરે આમ બનવાનું કારણ શું? સવાલનો જવાબ આપ્યો એક મહિલા વૈજ્ઞાનિક Rosa Lafer , કે જેઓ National Institute of Brain Health US ના સંશોધક છે. તેમણે જણાવ્યું કે જગતમાં જેટલા પણ રંગો છે, તે આપણા મગજની દેન છે. આપણા બ્રહ્માંડમાં રંગ મૌજૂદ નથી. આપણા બ્રહ્માંડમાં પ્રકાશ મૌજૂદ છે કે જે electromagnetic waves ની જેમ વર્તે છે પરંતુ રંગ મૌજૂદ નથી. હવે જગત આપણને રંગીલુ કેવીરીતે લાગે છે તે જોઇએ.

-

પ્રકાશના સાત રંગો હોય છે. દરેક રંગ સાથે એક તરંગલંબાઇ(wavelength) જોડાયેલ હોય છે(જુઓ નીચેની ઇમેજ-1). તરંગલંબાઇ આપણી આંખોની રેટિના સાથે ટકરાઇને ઇમેજ બનાવે છે. આપણી આંખોમાં લગભગ 13 કરોડ જેટલા light sensitive cells હોય છે. તેઓ લાલ, લીલા અને ભૂરા એમ ત્રણ પ્રકારના હોય છે(જુઓ નીચેની ઇમેજ-2) જેઓ વિવિધ તરંગલંબાઇ માટે સક્રિય થાય છે. અહીંથી આગળ સિગ્નલ optical nerve દ્વારા મગજના પાછળના હિસ્સા visual cortex ઉપર જાય છે(જુઓ નીચેની ઇમેજ-3). અહીં ઇમેજની પ્રોસેસિંગ થાય છે. યાદરહે હજીપણ ઇમેજમાં રંગ નથી હોતા. ત્યારબાદ visual cortex થી જોડાયેલ એક ભાગ V4 ઇમેજમાં રંગો પૂરે છે(જુઓ નીચેની ઇમેજ-4). હવે મહત્વપૂર્ણ સવાલ ઉદભવે છે કે, આખરે રંગોની જરૂર શા માટે છે? જવાબ રોચક છે. વાંચો આગળ....










-

ઉપર જોઇ ગયા તેમ આપણું મગજ electromagnetic waves ની તરંગલંબાઇને ગ્રહણ કરી અંતે રંગ બનાવે છે પરંતુ તરંગલંબાઇ તો બદલાતી રહે છે. ઉદાહરણ તરીકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયના સૂરજનો રંગ લાલ કલરનો હોય છે જ્યારે મધ્યાહન સમયના સૂરજનો રંગ લગભગ સફેદ કલરનો હોય છે. આનું કારણ તમને ખબર છે માટે આની ઉપર ચર્ચા નથી કરવી. હવે આવીએ મુદ્દા ઉપર...જો આપણું મગજ રંગ બનાવે(અર્થાત electromagnetic waves ની જગ્યાએ ફક્ત રંગોને જોતી હોત) તો, હરએક વસ્તુના વિવિધ સમયે રંગો અલગ-અલગ હોત અને જીવન જીવવું કઠીન હોત. ઉદાહરણ તરીકે....એક પાકેલી કેરી તમને સવારે લાલ/કેસરી રંગની દેખાય છે, બપોરે સફેદ જ્યારે રાત્રે કાળા રંગની દેખાય છે, તમે શું કરશો? સવારે તમે લાલ રંગનો શર્ટ પહેરીને ગયા અને સાંજે તે શર્ટ કાળા રંગનો થઇ ગયો તો!! અફરા-તફરી મચી જશે.

-

હવે વાત કરીએ વિવિધ જાનવરોની.....કૂતરાનું વિઝન મનુષ્યની તુલનાએ ધૂંધળું(blurry) હોય છે(જુઓ નીચેની ઇમેજ-1) કેમકે તેમની પાસે બે light sensitive cells હોય છે. ખોટની ભરપાઇ તેમને તેમની શ્રવણ શક્તિ કરી આપે છે. વાત કરીએ પક્ષીઓની તો....તેમણે ખુબ દૂરના અંતરેથી શિકારને શોધવાનો હોય છે માટે તેમની પાસે એક વધારાનો ultraviolet cone હોય છે. જેથી તેઓ ultraviolet સ્પેક્ટ્રમમાં પણ જોઇ શકે છે(જુઓ નીચેની ઇમેજ-2). તે પ્રમાણે મધમાખી પણ ફૂલોને આપણા કરતા વિવિધ રંગોમાં જોઇ શકે છે.






-

અહીં પોષ્ટનો ઉદ્દેશ્ય છે કે, આપણી ઇન્દ્રિયો અથવા મગજ જે મહેસુસ કરે છે તે અન્ય લોકોથી અલગ પણ હોય શકે છે.

 


 

No comments:

Post a Comment