ઘણી જગ્યાએ એવું વાંચવા મળે છે કે, આઇનસ્ટાઇનનું મગજ ઘણું મોટું હતું પરંતુ હકિકત એ છે કે તેમનું મગજ એક સામાન્ય માનવીની તુલનાએ નાનું હતું. આઇનસ્ટાઇનના મગજનું કદ 1290 ક્યુબિક સેન્ટીમીટર જેટલું હતું જ્યારે સામાન્ય વ્યક્તિના મગજનું સરેરાશ કદ 1350 ક્યુબિક સેન્ટીમીટર જેટલું હોય છે. એ વાત સાચી છે કે, જેમજેમ માનવીનો વિકાસ થતો ગયો તેમતેમ તેના મગજનું કદ વધતું ગયું(જુઓ નીચેની ઇમેજ-1) પરંતુ હવે આપણું મગજ સંકોચાઇ રહ્યું છે(જુઓ નીચેની ઇમેજ-2) એવું ઘણાં રિપોર્ટો કહે છે.
-
આશરે 70 લાખ વર્ષ પહેલા આફ્રિકામાંથી મળેલ મનુષ્ય પ્રજાતિના મગજનું કદ લગભગ 360 ક્યુબિક સેન્ટીમીટર જેટલું હતું જ્યારે આજના મનુષ્ય(હોમો સેપિયન્સ)ના મગજનું કદ લગભગ 1350 ક્યુબિક સેન્ટીમીટર જેટલું છે. યાદરહે, પચાસ હજાર વર્ષ પહેલાંના મનુષ્યનું કદ લગભગ 1500 ક્યુબિક સેન્ટીમીટર જેટલું હતું જે ઘટીને ફિલહાલ 1350 ક્યુબિક સેન્ટીમીટર જેટલું થઇ ગયું છે. આ ઘટાડાનું કારણ?
-
વેલ, ઘટાડાના કારણ પહેલાં માનવીના મગજનું કદ કેમ વધ્યુ તેની ઉપર આછી-પાતળી નજર કરી લઇએ. સચોટ કારણની તો આપણને ખબર નથી પરંતુ અમુક અનુમાનો(hypothesis) છે જેમકે....(1) મનુષ્યએ ઓજારો બનાવ્યા, શિકાર કરવાનું શરૂ કરી દીધું અને તેનો ખોરાક બદલાયો. (2) તેણે ભાષા શીખી લીધી અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું (3) વસ્તુઓને યાદ રાખવાના કારણે વગેરે.
-
હવે ઘટાડાના કારણો જોઇએ....Jeremy Desilva કે જેઓ Dartmouth
College(Hampshire) ના પ્રોફેસર છે તેમનું કહેવું છે કે, આ ઘટાડો છેલ્લાં પાંચ હજાર વર્ષથી વધી ગયો છે. તેમણે સેંકડો ખોપડીઓનું અધ્યયન કર્યું અને તારણ કાઢ્યું કે આ જ એ સમયગાળો હતો જ્યારથી માનવીય સભ્યતાઓ(civilizations) ની શરૂઆત થઇ, જ્ઞાન-માહિતીની સંગ્રહ કરવાની શરૂઆત થઇ, સમૂહ-ચર્ચાની શરૂઆત થઇ વગેરે.
-
જ્યારે આપણે સમૂહમાં હોઇએ છીએ ત્યારે આપણને માહિતીઓને યાદ રાખવાની જરૂર નથી પડતી એટલે મગજનું કદ ઘટ્યું(સ્ટડીની લિંક નીચે મૌજૂદ છે). હવે એવી ઘણી વસ્તુઓ આવી છે અથવા આવનારી છે જેમકે Artificial Intelligence(AI) જે આપણા મગજને સંકોચી રહી છે. AI તો આપણને તે રૂટિનના કાર્યો પણ કરવા નહીં દેશે જે આપણે સામાન્યપણે મગજ દ્વારા કરીએ છીએ. પરિણામે જેટલી નિર્ભરતા આપણી AI ઉપર વધતી જશે તેટલું જ માનવીનું મગજ વધુ સંકોચાતું જશે.



No comments:
Post a Comment