Saturday, February 1, 2025

લોહી અને લોહતત્વ

 



 

લોહીમાં લોખંડ હોવા છતાં તે કેમ કોઇ ચુંબક તરફ આકર્ષિત નથી થતું?

-

આપણા લોહીમાં iron(લોખંડ) અવશ્ય હોય છે પરંતુ તે મુક્ત અથવા તત્વરૂપે નથી હોતું બલ્કે સંયોજનના રૂપમાં હોય છે. તે હિમોગ્લોબિનના હિમ ભાગમાં હાજર હોય છે. હિમોગ્લોબિનનો ગ્લોબિન ભાગ એક પ્રોટીન ભાગ છે અને હિમ ભાગ લોખંડના પરમાણુના porphyrin રિંગ સાથે જોડાવાથી બને છે. સંયોજક Non Ferro-magmetic હોય છે. અર્થાત તે કોઈપણ ચુંબક તરફ આકર્ષિત નથી થતું. ઘટકો જ્યારે આપસમાં મળી સંયોજન બનાવી લે ત્યારે તેમના ગુણધર્મો બદલાઇ જાય છે.

-

ઉદાહરણ તરીકે, હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણથી પાણીની રચના થાય છે, જેના ગુણધર્મો હાઇડ્રોજન અને ઓક્સિજન કરતા ઘણા અલગ છે. લોખંડ ચુંબક તરફ આકર્ષાય છે પરંતુ જ્યારે તે ઓક્સિજન સાથે ક્રિયા કરે છે ત્યારે ફેરિક ઓક્સાઇડ કમ્પાઉન્ડ(સંયોજન) બને છે. જેને rust(કાટ) પણ કહે છે અને કાટ ચુંબક દ્વારા આકર્ષિત નથી થતો. તેથી હિમોગ્લોબિનમાં લોખંડના ગુણ લોહતત્વથી અલગ હોય છે.

-

જ્યારે આપણે હોસ્પિટલમાં MRI(Magnetic Resonance Imaging) કરાવીએ છીએ, ત્યારે આપણે ખૂબ તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં હોઈએ છીએ. ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત તમામ પ્રકારની વસ્તુઓ તે મશીનમાં જતા પહેલા આપણા શરીર ઉપરથી દૂર કરવામાં આવે છે પરંતુ તે મશીનની આપણા શરીર પર કોઈ આડઅસર થતી નથી. જો આપણા લોહીમાં મૌજૂદ લોખંડ ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થતું હોત, તો આટલા તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં આપણું લોહી શરીરને ફાડીને બહાર આવી જાત પરંતુ એવું થતું નથી.

-

યાદરહે, MRI મશીનનું ચુંબકીય ક્ષેત્ર સ્થાનિક રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં 60,000 ગણું વધુ શક્તિશાળી હોય છે. MRI મશીનો અડધાથી ત્રણ ટેસ્લા સુધીના હોય છે, જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર માત્ર 25 થી 65 માઇક્રો ટેસ્લા છે. માઇક્રોનો અર્થ કોઇ સંખ્યાનો દસ લાખમો ભાગ હોય છે.

 


No comments:

Post a Comment