Saturday, February 8, 2025

Microbiome

 



 

Nikki Schultek નામક મહિલા પોતાના બે સંતાનો સાથે એકદમ સ્વસ્થ જીવન વિતાવી રહી હતી પરંતુ અચાનક 2015 માં તેને એક અજીબો-ગરીબ બીમારી થઇ. જેમાં સૌપ્રથમ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી, પછી પાચનક્રિયામાં તકલીફો શરૂ થઇ, પછી હ્રદયની તકલીફો શરૂ થઇ અને અંતે મગજે સંકોચાવાનું શરૂ કરી દીધું જેથી તેની યાદશક્તિ ખુબ નબળી પડવા માંડી. તેની હાલત દિવસે ને દિવસે બદતર થવા માંડી. ડોક્ટરોને સમજાતું નહોતું કે આને કયા પ્રકારની બીમારી છે?

-

તેને લાગવા માંડ્યું કે, હવે મારો અંતિમ સમય આવી ગયો છે અને તેની મુલાકાત Charles Stratton નામક એક ડોક્ટર સાથે થઇ. ડોક્ટરે કહ્યું કે તમને મગજની બીમારી છે અને બીમારીનું કારણ borrelia burgdorferi અને chlamydia pneumoniae નામક બે બેક્ટીરિયા છે. હેરાનપૂર્ણ વાત છે કે, ડોક્ટરે મગજ માટે તેને એન્ટિબાયોટિક લખી આપી. સામાન્ય રીતે એન્ટિબાયોટિક શરીરના અન્ય અંગો માટે ડોક્ટરો આપતા હોય છે પરંતુ મગજ માટે?

-

ખેર, ડોક્ટરે આપેલ એન્ટિબાયોટિક વડે ધીમે-ધીમે તેની તબિયતમાં સુધારો થવા માંડ્યો અને થોડાં સમય બાદ તે બિલકુલ ઠીક થઇ ગઇ. ફિલહાલ તે એક રિસર્ચ ગ્રુપ ચલાવે છે જેમાં મગજની પ્રકારની બીમારીઓ ઉપર સંશોધન થાય છે(જુઓ નીચેની ઇમેજ-1). પહેલાં આપણને જાણ હતી પરંતુ હવે આપણે જાણીએ છીએ કે, મગજમાં gray matter અને white matter હોય છે(જુઓ નીચેની ઇમેજ-2).







-

બાહરી ભાગમાં રહેલ gray matter....બેક્ટીરિયા, વાઇરસ અને ફૂગથી ભરેલ હોય છે. અર્થાત ભાગમાં microbiome હોય છે. અત્યારસુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે, microbiome કેવળ આપણા આંતરડામાં હોય છે જે આપણને ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ!! હવે આપણે જાણી ચૂક્યા છીએ કે, આવા microbiome મગજમાં પણ હોય છે જેઓ આપણા રોજીંદા કાર્યોને ચલાવી રહ્યાં હોય છે. જો કોઇક કારણસર microbiome ને તકલીફ પડે તો આપણને Neurodegenerative Diseases નો સામનો કરવો પડે છે.

-

1990 માં માન્ચેસ્ટર યુનિવર્સિટીની પ્રોફેસર Ruth Itzhaki મગજની એક બીમારી અલ્ઝાઈમરના રોગીઓનું પોસ્ટ મોર્ટમ કરવાનું શરૂ કર્યું. તે હેરાન રહી ગઇ કે, હર રોગીઓના રિપોર્ટમાં તેમને herpes simplex virus type-1 ની મૌજૂદગી મળતી હતી. તેમને અંદાજો આવી ગયો કે વાઇરસનો કંઇક ને કંઇક સંબંધ બીમારી સાથે છે. તેમણે રિસર્ચ પેપર પણ લખ્યું પરંતુ તે સમયે કોઇએ તેની ઉપર ધ્યાન આપ્યું પરંતુ હવે આપણે જાણી ગયા છીએ કે microbiome થી ભરેલ gray matter માં રહેલ સૂક્ષ્મ જીવોમાંથી કેટલાક આપણને હાનિકર્તા પણ હોય છે. હાનિકર્તા સૂક્ષ્મ જીવોને પેથોજન(pathogen) કહે છે.

-

પેથોજન કઇરીતે આપણા મગજ સુધી પહોંચી તેને બીમાર બનાવે છે તેની સચોટ માહિતી આપણને નથી. ફિલહાલ આપણે એવું સમજીએ છીએ કે, કેટલાક એવા ઉત્સેચકો(enzymes) છે જેઓ પેથોજનને મગજ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ઇવન અંદાજો તો એવો છે કે આવા પેથોજન રોગપ્રતિકારક તંત્રના કોષમાં છુપાઇને મગજ ઉપર હુમલો કરે છે. ટૂંકમાં નવું વિકસતું ક્ષેત્ર છે જે ભવિષ્યમાં ઘણું વિસ્તરશે.

 


No comments:

Post a Comment