Wednesday, February 19, 2025

A Historic Phone Call

 



 

એક ઐતિહાસિક ફોન કોલ અને ભારતીય ક્રિકેટ બોર્ડનું ક્રિકેટમાં સુપર પાવર બનવું તથા ક્રિકેટને પારાવાર નુકસાન પહોંચાડવાની દાસ્તાન....

-

1983 ની વાત છે. ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં હરાવી ભારત અણધારી રીતે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. મેચ પત્યાની થોડી ક્ષણો બાદ BCCI પ્રમુખ સાલ્વે ઉપર એક ફોન આવે છે. સાલ્વે ફોન ઉપાડે છે. ફોન યુએસએમાં ભારતીય હાઈ કમિશનર સિદ્ધાર્થ શંકર રે નો હતો. તેમણે પોતાના અને તેમની પત્ની માટે ફાઇનલમાં બે ટિકિટની વિનંતી કરી. સાલ્વેએ સમય બગાડ્યા વિના ટિકિટ માટે અધિકારીઓનો સંપર્ક કર્યો.

-

ફાઈનલના દિવસે સ્ટેડિયમનો આખો ભાગ ખાલી હતો, જ્યાં આમંત્રિત સભ્યો બેસવાના હતા. કેમકે ઇંગ્લેન્ડ ફાઇનલમાં હોવાથી તેઓ આવ્યા હતા. તેમ છતાં, ફાઇનલિસ્ટ પૈકીના એકના ક્રિકેટ બોર્ડના પ્રમુખને બે વધારાની ટિકિટની મંજૂરી આપવામાં ન આવી. આપણે જાણીએ છીએ કે, અપમાનથી મોટી કોઈ પ્રેરણા નથી તેથી સાલ્વેએ બદલો લેવાનું નક્કી કર્યું અને પછી જે બન્યું તેનાથી ક્રિકેટનું ભવિષ્ય બદલાઈ ગયું. સાલ્વેની ગતિશીલતાએ ભારતને ક્રિકેટનું કેન્દ્ર બનાવ્યું જે ફક્ત ઈંગ્લેન્ડની આસપાસ ફરતું હતું. તો આપણી માટે ગર્વની વાત કહેવાય? જી નહીં, હવે જુઓ આનું નકારાત્મક પાસું....

-

હવે બદલો લેવો કઇરીતે? પાકિસ્તાન બોર્ડ સાથે ગહન ચર્ચા અને ઘણી મહેનત કરી સાલ્વેએ 1987 ના વર્લ્ડ કપનું પાકિસ્તાન સાથે સંયુક્તપણે આયોજન કર્યું. છતાં, તે સમયે BCCI હજી ગરીબ બોર્ડ જ હતું. તેને મેચ દેખાડવા માટે દૂરદર્શનને પૈસા આપવા પડતા હતાં. પછી બન્યું એવું કે, 1991માં સાઉથ આફ્રિકન બોર્ડે મેચ ટેલિકાસ્ટના અધિકારો માટે જંગી રકમની ઓફર કરી અને ત્યારબાદ BCCIના દિવસો બદલાઇ ગયા. પુષ્કળ નાણાંના જોરે બીસીસીઆઈ અન્ય બોર્ડ પાસે પોતાની મનમાનીઓ કરવા માંડ્યું અને જો તે રાજી થાય તો તેમના દેશમાં ક્રિકેટ નહીં રમવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. બીસીસીઆઇ જાણતું હતું કે ક્રિકેટ જોનારા 80 ટકા લોકો ભારતીય છે. જો આપણે જોઈએ, તો કમાણી અશક્ય છે.

-

બીસીસીઆઈએ આઈસીસીમાં જૂથવાદ દ્વારા એવા ફેરફારો કર્યા જેના કારણે તેને કમાણીનો સૌથી મોટો હિસ્સો મળવા માંડ્યો અને અન્ય દેશોમાં ક્રિકેટના પ્રમોશન માટે ખૂબ ઓછા પૈસા મળવા માંડ્યાં. જો તમે નોંધ્યું હોય તો, 2019 અને 2023 ના વર્લ્ડ કપમાં માત્ર દસ ટીમો રમી હતી જ્યારે 2011 અને 2015 માં 14 ટીમો રમી હતી. આવું કેમ? ક્રિકેટ શા માટે સંકોચાઈ રહ્યું છે જ્યારે ફૂટબોલ રમતા દેશો સતત વધી રહ્યા છે? કદાચ આનો એક જવાબ છે કે વધુ ટીમો હોય તો ગ્રૂપ બનાવવા પડે, જેના કારણે જો ભારત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જાય તો જાહેરાતોથી થતી આવકમાં ઘણો ઘટાડો થાય.

-

કદાચ તમને ખબર નહીં હોય કે BCCI ભારત સરકાર આધીન નથી, તે એક સ્વતંત્ર સમિતિ છે જેના પર ઓડિટમાં છેડછાડના ઘણા આરોપો છે. વર્લ્ડ કપમાં ભારતની હારથી આપણને ભલે દુ: થતું હોય પરંતુ બીસીસીઆઈને ચાંદી ચાંદી હોય છે. યાદ રાખો, ભારતીયોને ક્રિકેટ એટલું પસંદ નથી પરંતુ તેઓ ભારતીય ટીમને ક્રિકેટ રમતા જોવાનું પસંદ કરે છે.

 


No comments:

Post a Comment