જ્યારે કેમિસ્ટ્રિનો જન્મ નહોતો થયો અને તે દરમિયાન જે લોકો કેમિકલ પ્રેક્ટિસ કરતા હતાં તેઓ Alchemist કહેવાતા. દરઅસલ તેમનો એક જ ધ્યેય હતો કે....કોઇપણ રીતે વિવિધ ધાતુને સોના(gold) માં પરિવર્તિત કરી નાંખવું પરંતુ તેઓ અસફળ રહ્યાં. ઉદાહરણ તરીકે...આવા જ એક એલકમિસ્ટ Hennig Brand એ પોતાના યૂરિનના કલરનું અવલોકન કર્યું કે જે આછા સોનેરી રંગનું હોય છે. તેમણે યૂરિનમાંથી સોનું બનાવવાની કોશિશ કરી. આ માટે તેમણે પોતાના યૂરિનને ઘણા લાંબા સમય સુધી ઉકાળ્યું. ખેર! તેમને સોનું તો ન મળ્યું પરંતુ તેમની આ પ્રેક્ટિસને કારણે ફોસ્ફરસ(phosphorus) ની શોધ થઇ.
-
એલકમિસ્ટો સોનાને એક પરિપૂર્ણ(perfect) પદાર્થ માનતા હતા કેમકે સૌપ્રથમ તો તેનો રંગ અનોખો હતો, બીજું અન્ય પદાર્થોની તુલનાએ સોનું પર્યાવરણીય અસરોને ઘણા લાંબા સમય સુધી વેઠી શકતું હતું. સોનાને તમે આસાનીથી પીગાળી શકો છો તેમજ વાળી શકો છો. આ બધી વિશેષતાઓને કારણે એલકમિસ્ટોની રુચિ સોનામાં વધુ હતી. વધુમાં, તેઓ માનતા હતા કે.....સોનું, ચાંદી, કોપર, ટીન, સીસું, લોખંડ વગેરે જેવા પદાર્થો પારા(mercury) અને અન્ય પદાર્થોના સંયોજન વડે બન્યા છે.
-
ચાલો આ તો થઇ પુરાણી વાતો પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઇએ તો, periodic table માં 79 નંબર ઉપર સોનું અને 80 નંબર ઉપર પારો બિરાજમાન છે(જુઓ નીચેની ઇમેજ). જો પારામાંથી એક પ્રોટોનને હટાવી દઇએ તો સરળતાથી આપણે સોનું બનાવી લઇશું. તો શું એલકમિસ્ટો આ જ મથામણ કરતા હતા? જવાબ છે હાં....પરંતુ આ કાર્ય તેઓ ન કરી શક્યાં. હવે સવાલ ઉઠે છે કે, આટલી ઉન્નતિ પછી શું આજે આપણે પારામાંથી સોનું બનાવી શકીએ છીએ? જવાબ છે હાં....nuclear physics વડે બનાવી શકીએ છીએ પરંતુ આ કાર્ય તદ્દન અવ્યવહારુ છે કેમકે જેટલા પૈસા ખર્ચીને તમે પારામાંથી સોનું બનાવશો તેનાથી સસ્તા ભાવમાં તો તમને અસલ સોનું મળી જશે.


No comments:
Post a Comment