વાદળનું નિર્માણ ઊંચાઇ ઉપર જ શું કામ થાય છે? તે જમીન ઉપર કેમ નથી બનતાં? શું ધુમ્મસ એ વાદળ છે? જો હાં, તો તે નીચે જમીન ઉપર કેમ બને છે? વેલ, વાદળ કેવીરીતે બને છે તે લગભગ બધા જ જાણે છે છતાં કેટલીક વસ્તુઓ એવી છે જે વાદળ બનવા માટે કારણભૂત હોવા છતાં આપણે નથી જાણતા. તો ચાલો આજે વાદળ બનવાની સંપૂર્ણ ટેકનિકલ વિગત જોઇ લઇએ.
-
માની લો આકાશમાં હવાનું એક પેકેટ મૌજૂદ છે. તે પેકેટનું humidity(ભેજ) લેવલ 50% છે. યાદરહે, અહીં humidity દરઅસલ relative(સાપેક્ષ) humidity છે એટલેકે આ 50% humidity ત્યાં મૌજૂદ તાપમાન ઉપર સૌથી વધુ હોઇ શકે છે. આપણે જાણીએ છીએ કે, જેમજેમ હવા ગરમ થાય તેમતેમ ઉપર ચઢે છે. ઉપર ચઢ્યા બાદ ફરી તેનું તાપમાન ઓછું થવા માંડે છે. ઠંડી હવા ગરમ હવાની તુલનાએ ઓછા ભેજને સંઘરી શકે છે. તેથી હવાના ગરમ થઇને ઊંચે ચઢવા અને ફરી તાપમાન ઘટવાના કારણે relative humidity વધવા માંડે છે. ઉપરોક્ત ઉદાહરણમાં તે 50% હતી પછી જેમજેમ ઊંચે ચઢે તેમતેમ 60, 70, 80, 90 એમ વધતી જાય છે. જ્યારે આ relative humidity 100% એ પહોંચે ત્યારે હવાનું આ પેકેટ વાદળનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી જ વાદળનું નિર્માણ આકાશમાં ઊંચાઇ ઉપર થાય છે.
-
હવે કલ્પના કરો કે હવા ઝડપથી ઊંચે નથી જઇ રહી અને તેનું humidity level 70% છે. આ સ્થિતિમાં જેવો સૂર્ય આથમશે તેમતેમ હવાનું તાપમાન ઘટતું જશે. તાપમાનના આ ઘટાડાના કારણે જ્યારે relative humidity 100% થઇ જાય છે ત્યારે ધુમ્મસ(fog) બને છે. ધુમ્મસમાં આપણને ઠંડીનો એહસાસ વધુ થાય છે કેમકે ત્યારે હવામાં મૌજૂદ ભેજનું પ્રમાણ 100% હોય છે. ધુમ્મસનું નિર્માણ જમીન પર થાય છે તેમજ ધુમ્મસ પણ વાદળોનો એક પ્રકાર જ છે.
-
હજી અમુક મુદ્દા બાકી રહે છે જેમકે...બરફના કરાનું નિર્માણ કેવીરીતે થાય છે? વાદળોના પ્રકાર કેટલાં? વગેરે. વાદળોના ઘણાં પ્રકારો છે(જુઓ નીચેની ઇમેજ) જેની વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક.


No comments:
Post a Comment