2035 સુધીમાં Bharatiya Antariksha Station(BAS) સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે (જુઓ નીચેની ઇમેજ) અને 2040 સુધીમાં ઇસરો અવકાશયાત્રીઓને ચંદ્ર ઉપર ઉતારવા માંગે છે. આ કાર્યો માટે સૌથી અગત્યની જરૂરિયાત payload requirement ની છે અર્થાત low earth orbit માં આપણી વહન ક્ષમતા 20,000 થી 30,000 કિલોગ્રામની હોવી જોઇએ, જે ફિલહાલ 10,000 કિલોની છે. આ તો થઇ પૃથ્વીની ફરતે ચકરાવાઓ મારી તેની ગ્રેવિટિનો ઉપયોગ કરી ચંદ્ર સુધી પહોંચવાની વાત પરંતુ જો અવકાશયાત્રીઓને લઇ જવું હોય તો, ચંદ્ર સુધી ડાયરેક્ટ જવું પડે, આવા ચકરાવાઓ ન મારી શકાય અને ડાયરેક્ટ જવા માટે વહન ક્ષમતા 45,000 કિલોની હોવી જોઇએ.
-
આ પડકારોને પહોંચી વળવા માટે ઇસરો હવે Next Generation Launch Vehicle(NGLV) બનાવી રહ્યું છે(જુઓ મુખ્ય ઇમેજ). તેની લંબાઇ 92 મીટર હશે. જો આ ક્ષમતા આપણે હાંસિલ કરી લીધી તો, જેમ્સ વેબ જેવા વિશાળ ટેલિસ્કોપને પણ અંતરીક્ષમાં મોકલી શકીશું, સ્ટાર લિંક સેટેલાઇટની એક આખી હારમાળાને એકીસાથે લોન્ચ કરી શકીશું તેમજ ભારતીય અંતરીક્ષ સ્ટેશનને પણ લોન્ચ કરી શકીશું. ફિલહાલ આપણે અમુક વસ્તુઓ અન્ય દેશો પાસે મંગાવીએ છીએ પરંતુ ઇસરો ખુબજ ટૂંકા ગાળામાં આ વસ્તુઓને જાતે બનાવી લેશે, જેમાં સ્પેસ સૂટનો પણ સમાવેશ થાય છે.
-
ભારતીય અંતરીક્ષ સ્પેસ સ્ટેશનમાં શું-શું હશે તે જઓ....મનુષ્ય ત્યાં રહેશે માટે સ્વાભાવિક છે કે મનુષ્યને જોઇતી હરેક વસ્તુઓ, સાયન્ટિફિક પ્રયોગ કરવા માટે racks હશે, વિવિધ protection system હશે, robotic cargo transfer હશે, મેઇન્ટેનન્સ માટે વિવિધ સામગ્રી, docking એટલેકે અન્ય મોડ્યુલ સાથે આપમેળે જોડાવાની સવલત હશે, refueling સુવિધા, સ્પેસ ફૂડ, મેડિકલ કિટ, માઇક્રો ગ્રેવિટિ experiment કિટ વગેરે વગેરે. તેનું કુલ વજન 52000 કિલોનું હશે.
-
ટૂંકમાં, ઇસરો ભવિષ્યમાં ખુબ પડકારજનક કાર્યો કરવા જઇ રહ્યું છે. તો, ઇસરોને શુભેચ્છાઓ અને જેમજેમ માહિતીઓ આવતી રહેશે આપણે ચર્ચા કરતા રહીશું.
.jpeg)
.png)
No comments:
Post a Comment