કેટલીક સાયન્સ ફિક્શન ફિલ્મોમાં બતાવ્યા પ્રમાણે જ્યારે આપણે સમયમાં પાછળ એટલેકે ભૂતકાળની યાત્રા કરીએ છીએ, ત્યારે ભૂતકાળની સઘળી ઘટનાઓ એવી રીતે જ ઘટિત થતી દેખાય જે રીતે તે ઘટિ હોય. શું આવું બને છે ખરૂં? જી નહીં. આ ગેરમાર્ગે દોરતી વાત છે. કઇરીતે? ચાલો સમજીએ....
-
આપણે ત્રિ-પરિમાણીય(three dimensional) દુનિયામાં રહીએ છીએ પરંતુ ભૌતિકીમાં સમય અને અંતરીક્ષને ચોથા પરિમાણ તરીકે ગણવામાં આવે છે. ગાણિતિક રીતે આપણે ત્રણ સ્થાનિક પરિમાણમાં આગળ અથવા પાછળ જઈ શકીએ છીએ પરંતુ સમય આ દ્વિ-દિશાવાળી સ્વતંત્રતાની છૂટ નથી આપતો. તેથી રસપ્રદ વાત એ છે કે સમયના પરિમાણમાં તમે ફક્ત આગળ વધી શકો છો, પાછળ તરફ જવું સામાન્ય યાત્રા દ્વારા સંભવ નથી. હવે જ્યારે આપણે સમયના પરિમાણમાં પાછળ નથી જઇ શકતા, તેથી ભૂતકાળની યાત્રા સંભવ નથી. પરંતુ!! કેટલીક એવી સંકલ્પનાઓ છે જે ભૂતકાળની યાત્રાનો માર્ગ જણાવે છે.
-
(1) વર્મહોલ:- આ એક એવો શોર્ટકટ હોય છે જે સ્પેસટાઇમમાં મૌજૂદ દૂરના બે બિંદુઓને આપસમાં જોડે છે(જુઓ નીચેની ઇમેજ). વર્મહોલ એવું નથી જેવું મોટાભાગના લોકો વિચારે છે. ઘણા લોકોના મતે વર્મહોલમાં તમે એક બાજુ અહીંથી ઘુસો અને બીજી તરફ ભૂતકાળમાં નીકળો. આ તદ્દન ખોટું છે. સરળ રીતે કહીએ તો...જો 2024 માં વર્મહોલ બનાવવામાં આવે તો, ભવિષ્યમાં તમે ગમે ત્યારે 2024 માં આવી શકો છો પરંતુ 2024 પહેલાના વર્ષમાં ક્યારેય જઈ નહીં શકો. ઉદાહરણ તરીકે, જો તમે વર્મહોલ દ્વારા 2050 માં જવા માંગો છો તો શક્ય છે પરંતુ ભૂતકાળમાં એટલે કે 2019 માં જવા માટે તે વર્ષમાં વર્મહોલનો એક છેડો સ્થિર હોવો જોઇએ.
-
(2) કોસ્મિક સ્ટ્રિંગ:- આ સાંકડી પાઇપ જેવી રચના છે જે વિસ્તરતા બ્રહ્માંડમાં બધે ફેલાયેલ છે(જુઓ નીચેની ઇમેજ). તે અસીમિત ઊર્જા અને દળ વડે બનેલ હોય છે. તેના આજ ગુણધર્મના કારણે તે સ્પેસટાઇમને ખુબ પ્રભાવિત કરે છે અને આનો ઉપયોગ વર્મહોલ અથવા અન્ય એન્ટીમેટર પદાર્થો બનાવવા માટે કરી શકાય. જો કે, આપણે આપણા પોતાના ગ્રહ એટલે કે પૃથ્વીની ઊર્જાને જ નિયંત્રિત કરી શકતા નથી તો બ્રહ્માંડમાં ફેલાયેલ આ સ્ટ્રિંગ્સને શોધવું, નિયંત્રિત કરવું અને તેના દળ અનુસાર સ્પેસટાઇમના curvature ને તપાસી ટાઇમ મશીનની જેમ તેનો ઉપયોગ કરવો તે ફિલહાલ બહુ દૂરની વાત છે.
નોટ:- યાદરહે ઉપરોક્ત બંન્ને બાબત hypothetical છે તેની કોઇજ સાબિતી નથી. હાં, ગાણિતિક રીતે તે શક્ય છે.



No comments:
Post a Comment