Saturday, January 11, 2025

મિશન ઇસરો(ભાગ-2)

 



 

હવે વાત કરીએ ભવિષ્યના પ્રોજેક્ટ ચંદ્રયાન-4 વિષે.... મિશન two way હશે. આપણા અત્યારસુધીના મિશન one way હતાં અર્થાત પાછા ફરનારા નહોતા પરંતુ મિશન લગભગ ત્રણ થી પાંચ કિલો માટી ચંદ્ર પરથી પૃથ્વી ઉપર પરત લાવશે. મિશનને તૈયાર કરવા માટે ઇસરોને ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો છે. 2027 માં લગભગ ચંદ્રયાન-4 તૈયાર થઇ જશે. ચંદ્રયાન-4 ને upgraded LVM-3 દ્વારા બે અલગ-અલગ લોન્ચ વડે રવાના કરાશે. એક લોન્ચમાં stack 1 જ્યારે બીજા લોન્ચમાં stack 2 ભાગ જશે(જુઓ નીચેની ઇમેજ). સમગ્ર મિશનનું બજેટ 2104 કરોડ જેટલું આંકવામાં આવ્યું છે.




-

stack 1 અને stack 2 ઓર્બિટમાં એકબીજા સાથે જોડાશે અને single propulsion module તેમને લઇને ચંદ્ર તરફ જશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ propulsion module અલગ થઇ જશે અને ascender-descender મોડ્યુલ એટલેકે જે લેન્ડર છે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં શિવ-શક્તિ પોઇન્ટ પાસે ઉતરશે. ત્યાં તે શારકામ કરશે અને માટીના સેમ્પલને એકઠા કરશે. એકઠા થયેલ સેમ્પલ તે ascender મોડ્યુલને આપશે. ascender મોડ્યુલ લેન્ડરને ત્યાંજ છોડીને ચંદ્રની ધરતી પરથી લિફ્ટ ઓફ કરી જશે. ત્યારબાદ તે આવશે ચંદ્રની ભ્રમણકક્ષામાં. ભ્રમણકક્ષામાં તે ટ્રાન્સફર મોડ્યુલ સાથે docking કરશે(જોડાશે).

-

ટ્રાન્સફર મોડ્યુલમાં જેવા સઘળા સેમ્પલ ટ્રાન્સફર થઇ જશે ત્યારબાદ ascender મોડ્યુલ ટ્રાન્સફર મોડ્યુલથી અલગ થઇ જશે. હવે ટ્રાન્સફર મોડ્યુલ, રિ-એન્ટ્રી મોડ્યુલ સાથે જોડાઇ પૃથ્વી તરફ આવવા નીકળી જશે. પૃથ્વીની નજીક પહોંચતા ટ્રાન્સફર મોડ્યુલ પણ રિ-એન્ટ્રી મોડ્યુલથી અલગ થઇ જશે અને અંતે કેવળ રિ-એન્ટ્રી મોડ્યુલ પૃથ્વી ઉપર પરત ફરશે. સમગ્ર સનસનીખેજ કારનામો ચંદ્રયાન-4 મિશન દરમિયાન આપણને જોવા મળશે. સઘળું કાર્ય ખુબજ ચીવટવાળું છે.

-

ત્યારબાદ 2029 સુધીમાં ટોટલ આઠ મિશન કાર્યરત થશે. જેમાં ગગનયાન(માનવોને સ્પેસમાં લઇ જવાનું) demonstration(G1,G2,G3) ના વિવિધ અને Bharatiya Antariksh Station(BAS-1) નું પ્રથમ મોડ્યુલ અંતરીક્ષમાં જતું રહેશે. ગગનયાનના G1,G2,G3 મિશનમાં માનવીય રોબોટ(humanoid robot) હશે, જેમના ઉપર વિવિધ પ્રયોગો કરવામાં આવશે. સઘળા મિશનો માટેનું બજેટ 20193 કરોડ છે. વધુમાં, જો ઇસરોએ મનુષ્યોને સ્પેસમાં લઇ જવા હોય તો આપણને કેટલાક નવા લોન્ચ vehicle જોઇશે જેની ચર્ચા આગળ કરીશું. આવા લોન્ચ vehicle માટે ઇસરોને આઠ વર્ષનો સમયગાળો ફાળવવામાં આવ્યો છે અને તે માટે 8239 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

-

લોન્ચ vehicle ની ફિલહાલ વજન ક્ષમતા 10,000 કિલોની છે જે હવે 30,000 કિલોની જવા થઇ રહી છે. સાથેસાથે નાના સેટેલાઇટોને લોન્ચિંગ કરવાની ક્ષમતા પણ વધી રહી છે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત છે કે, વજન ક્ષમતા ત્રણ ગણી વધી રહી છે પરંતુ કિંમત કેવળ દોઢ ગણી વધશે. આની ખુબજ મહત્વપૂર્ણ બાબત છે. બીજું, અમુક લોન્ચિંગ vehicle, reusable પણ હશે. ફળસ્વરૂપ પડતર કિંમત નીચી આવશે અને સ્પર્ધાત્મક માર્કેટમાં ટકી પણ શકીશું. હવે, બજેટ બાબતે છેલ્લાં જે મિશનની વાત આવે છે તે છે...venus orbiter mission અર્થાત શુક્રયાનની. જેની માટે 1236 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને માર્ચ 2028 સુધીમાં લોન્ચ કરવાનું છે.

 


No comments:

Post a Comment