Saturday, April 20, 2024

Neurogenesis and Neuroplasticity

 



 

મગજમાં બે પ્રકારના કોષ હોય છે. એક કોષ વિષે તો આપણે ઘણું ભણીએ છીએ જેને ન્યૂરોન(neuron) કહેવામાં આવે છે પરંતુ ન્યૂરોન સિવાય એક બીજા પણ કોષ હોય છે જેને glial cells કહે છે. ન્યૂરોનનું કામ data(માહિતી) ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનું હોય છે જ્યારે glial cells નું કાર્ય ન્યૂરોન્સને supporting role(સહાયક ભુમિકા) અદા કરવાનું હોય છે જેથી ન્યૂરોન વધુથી વધુ કાર્યક્ષમ બની શકે(જુઓ નીચેની ઇમેજ).




-

glial cells શરીરના મૃત કોષોનો નિકાલ કરે છે અર્થાત મેન્ટેનન્સની જવાબદારી મોટેભાગે કોષો નિભાવે છે અને સાથેસાથે neuroplasticity માટે પણ અગ્રિમ રોલ અદા કરે છે. neuroplasticity અને neurogenesis શું છે તેમજ બંન્ને વચ્ચે શું ફરક છે? તે આગળ જોઇશું. કોષોનું મુખ્ય કાર્ય બે ન્યૂરોન વચ્ચે માહિતીનું આદાનપ્રદાન મહત્તમ ઝડપે કઇરીતે થાય તે જોવાનું હોય છે. તેથી જો કોષોને ખતમ કરવામાં આવે તો આપણું મગજ કાર્ય નથી કરી શકતું.

-

જુઓ નીચેની ઇમેજ, જેમાં એક ન્યૂરોનને દર્શાવ્યો છે. તેમાં nucleus(નાભિ) છે, તેની સાથે ઘણી શાખાઓ જોડાયેલી છે જેને dendrites કહે છે તેમજ સાથે એક transmission channel પણ જોડાયેલ છે જેને axon કહેવામાં આવે છે અને અંતે axon ની શાખાઓ છે. તો સિગ્નલ નાભિમાંથી નીકળી axon ની શાખાઓ તરફ જાય છે. સિગ્નલની જે દિશા છે તે પણ arrow દ્વારા ઇમેજમાં દર્શાવી છે. તો....જો સિગ્નલ ધીમા હશે તો આપણી કાર્ય કરવાની ઝડપ પણ ધીમી હશે. ઝડપને બરકરાર રાખવા axon ઉપર myelline નામનું coating(આવરણ) હોય છે.




-

બે ન્યૂરોનના જોડાણ વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે(જુઓ નીચેની ઇમેજ). આપણાં મગજ સિવાય શરીરમાં બીજે ક્યાંય પણ એવા કોષ નથી બનતા જેઓ ન્યૂરોન જેવા હો. plasticity નો મતલબ છે કે.... ન્યૂરોન્સને કઇરીતે આપસમાં જોડી શકાય? જ્યારે neurogenesis નો મતલબ છે કે નવા ન્યૂરોન્સ કઇરીતે ઉગાડવા? યાદરહે બંન્ને વસ્તુ ભિન્ન છે પરંતુ લોકો બેય ટર્મમાં ગૂંચવાઇ જાય છે.




-

જ્યારે આપણે કંઇ નવું જોઇએ, જાણીએ ત્યારે હકિકતે આપણે learning કરી રહ્યાં હોઇએ છીએ અર્થાત શીખી રહ્યાં હોઇએ છીએ. learning નો મતલબ એવો થાય કે જે બે ન્યૂરોન દૂર હતાં હવે તેઓએ આપસમાં જોડાઇને જોડાણ(connection) બનાવી લીધું અને આપણા મગજને તે યાદ રહી ગયું પરંતુ સમય જતાં જોડાણ નબળુ પડતું જાય છે. પરિણામે આપણે તે વસ્તુ ભૂલી જઇએ છીએ. જ્યારે આપણે તે વસ્તુને ફરી જોઇએ/વાંચીએ છીએ ત્યારે નબળુ પડેલું જોડાણ ફરી જોડાય જાય છે અને હવે તે પહેલા કરતા વધુ મજબૂત થઇ જાય છે. ફરી જો આપણે લાંબા સમય સુધી તે વસ્તુને યાદ કરીએ તો જોડાણ નબળુ પડતું જાય. તો રીતે પુનરાવર્તન થકી એક સમય એવો આવશે કે જોડાણ પાક્કું બની જશે આપણને તે વાત/વસ્તુ લાંબા સમય સુધી યાદ રહેશે.

-

તો આશા છે હવે તમને સમજાઇ ગયું હશે કે neuroplasticity શીખવાથી એટલેકે learning થી આવે છે(જો કે સિવાય પણ ઘણી વસ્તુઓ છે જે neuroplasticity ને ઝડપી બનાવવા માટે જવાબદાર છે પરંતુ અહીં મૂળભૂત માહિતી આપી છે) અને neurogenesis ન્યૂરોન્સને ઉત્પન્ન કરે છે.

 


 

No comments:

Post a Comment