Wednesday, April 10, 2024

Hydroplaning

 



 

પાણી ભરાયેલા રસ્તા ઉપર વાહનોનું લપસી જવું: એક જોખમી પરિસ્થિતિ...

-

વાહન પાણીથી ભરેલા રસ્તા પર લપસી શકે છે. સ્થિતિને Hydroplaning અથવા Aquaplaning કહે છે. એક ખતરનાક સ્થિતિ છે. આમાં, વાહનના ટાયર અને જમીન વચ્ચે પાણીનું પાતળું સ્તર/પડ આવી જાય છે, પરિણામે ટાયર જમીનની સપાટી સાથેનો સંપર્ક ગુમાવે છે કેમકે તેમની વચ્ચે ઘર્ષણ બળ ખતમ થઇ જાય છે. ફળસ્વરૂપ, આપણે વાહન પરનો કાબૂ ગુમાવી દઇએ છીએ અને અકસ્માત થઇ જાય છે.

-

પાણીથી ભરેલા રસ્તા પર વાહનોનું લપસવું કેટલીક બાબતો ઉપર નિર્ભર કરે છે. (1) ટાયરોની સ્થિતિ:- આપણા ટાયરોના Treads(પૈડાનો જમીનને અડતો ભાગ) અને તેના Grooves(ખાંચાઓ), aqueducts ના રૂપમાં કાર્ય કરે છે. aqueducts એટલે પાણી વહન કરતી નાની-નાની સડકો(જળમાર્ગો). aqueducts રસ્તા પરથી મોટા પાયે પાણીને હટાવે છે. એક સરેરાશ ડિઝાઇનનું નવું ટાયર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રતિ સેકન્ડ લગભગ 30 લિટર પાણી હટાવે છે. એક રેસિંગ કારના ટાયર 3-અંકની ઝડપે(અર્થાત 100 કિ.મી ઉપર) પ્રતિ સેકન્ડ લગભગ 65 લિટર પાણી હટાવે છે. જો ટાયરો ઘસાયેલા છે, તો તેઓ ઓછા પાણીને હટાવશે. પરિણામે Hydroplaning ની સ્થિતિ ઉદભવી શકે છે. ટાયરોના ખાંચાઓ કેટલા ઊંડા હોવા જોઇએ, તેના પણ સ્પષ્ટીકરણો છે અને તેમને માપવાની પોતીકી સરળ રીતો છે(જુઓ નીચેની ઇમેજ).



-

(2) ટાયરમાં હવાનું દબાણ:- ઓછી હવાવાળા ટાયરો(Underinflated Tyres) માં લપસી જવાની શક્યતા વધારે હોય છે. તેવી રીતે વધુ હવાવાળા ટાયરો(Much Overinflated) પણ લપસી શકે છે કારણકે તેમનો જમીન સાથેનો સંપર્ક-ક્ષેત્ર ઓછો થઇ જાય છે. કાર ઉત્પાદકની સૂચના મુજબ આપણે આપણા ટાયરમાં હવાનું પ્રમાણ રાખવું જોઈએ.

-

(3) ટાયરનો પ્રકાર:- વિભિન્ન આકૃતિઓવાળા, વિભિન્ન treads ના, વિભિન્ન પ્રકારના રબરથી બનેલા ટાયરોમાં લપસી જવાની સંભાવના અલગ-અલગ હોય છે. (4) જમીન પર પાણીનું પ્રમાણ:- જો જમીન પર વધુ પાણી હશે તો લપસી જવાની શક્યતાઓ વધી જશે. (5) પાણી કેટલું દૂર સુધી ભર્યું છે:- જો પાણી લાંબા અંતર સુધી ભરેલું હોય, તો ગાડી અધિક સમય સુધી પાણીના સંપર્કમાં રહેશે અને તેની લપસી જવાની સંભાવના વધી જશે. (6) સડકની સ્થિતિ:- ખાડાવાળા રસ્તાઓ પર વાહન લપસી જવાની શક્યતાઓ વધારે છે. બીજું, જો રસ્તા પર તેલ કે ડામર જેવો કોઈ ચીકણો પદાર્થ પડેલો હોય તો વાહન સ્લીપ થવાની શક્યતા વધી જાય છે.

-

(7) વાહનની સ્પીડ:- જો વાહનની સ્પીડ વધુ હોય તો તેની લપસી જવાની શક્યતા વધી જાય છે. (8) રસ્તાનો વળાંક:- જો પાણી ભરાયેલી જગ્યાએ રસ્તામાં વળાંક હોય, તો વાહન લપસી જવાની અને અકસ્માત થવાની સંભાવના ઘણી વધી જાય છે. સિવાય પાણીમાં ભીના થવાથી, Brake Shoes અને Brake Drums વચ્ચેનું ઘર્ષણ બળ ઘણું ઓછું થઈ જાય છે અને બ્રેક્સ સારી રીતે કામ કરતા નથી.

 


 

No comments:

Post a Comment