Saturday, April 13, 2024

સ્તનપાન અને જૈવિક ઘડિયાળ

 



 

ધારોકે, ઘરમાં રહેલ નવી ઘડિયાળમાં એક તકલીફ છે, કે તે થોડા સમય બાદ લેટ થઇ જાય છે. તેથી તેના કાંટાને યોગ્ય સમય અનુસાર મેળવવા પડે છે. ટૂંકમાં ઘડિયાળને calibrate કરવી પડે છે. બિલકુલ આજ પ્રમાણે શિશુઓની શરીર રચના ધીમેધીમે વિકસિત થઇ રહી હોય છે. તેથી તેમાં ત્રુટિઓ(errors) હોય છે. તેમને સમયની(દિવસ-રાતની) પહેચાન નથી હોતી. પરિણામે તેમને બહારથી એક હસ્તક્ષેપ(calibration) ની જરૂર હોય છે અને calibration તેમને પુરું પાડે છે માતાનું દૂધ.

-

સમગ્ર દિવસ દરમિયાન આપણાં શરીરમાં વિવિધ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થતા રહે છે. જેમાંથી અમુક હોર્મોન્સ દિવસે વધુ ઉત્પન્ન થાય છે અને અમુક રાત્રે. પરંતુ!! તાજા જન્મેલા શિશુઓમાં હોર્મોનલ સંરચના(endocrine system) વિકસિત થયેલી નથી હોતી. તેને વિકસિત થવા માટે થોડા મહિનાની જરૂર પડે છે. સમય દરમિયાન શિશુઓને દિવસ અને રાત્રિનો ફરક ખબર નથી હોતો. ફરક તેમને માતાનું દૂધ સમજાવે છે. કઇરીતે તે જુઓ...

-

આપણા શરીરમાં એક આંતરિક જૈવિક ઘડિયાળ હોય છે જેને circadian rhythm કહે છે. રાત્રિ દરમિયાન આપણું મગજ એક હોર્મોન(રસાયણ)ને વધુ માત્રામાં ઉત્પન્ન કરે છે જેને melatonin કહે છે(જુઓ નીચેની ઇમેજ-1). રસાયણ આપણને આરામ(relax) ની અનુભૂતિ કરાવે છે અર્થાત ઊંઘ તરફ લઇ જાય છે. દિવસની તુલનાએ રાત્રે રસાયણ 40 ગણું વધારે ઉત્પન્ન થાય છે(જુઓ નીચેની ઇમેજ-2). જો માતા શિશુને સૂર્યાસ્ત પછી વારંવાર સ્તનપાન કરાવે છે તો, રસાયણ દૂધ દ્વારા બાળક સુધી પહોંચે છે અને બાળક નિદ્રા તરફ જવા માંડે છે. સામાન્યપણે આપણે એવું સમજીએ છીએ કે સૂતા પહેલા જો બાળકને દૂધ પીવડાવી દઇએ તો તે સૂઇ જશે. એવું નથી હોતું. ધીમેધીમે melatonin ની માત્રા વધારવી પડે જેથી તે પોતાની અસર દાખવી શકે.





-

ચાલો તો થઇ રાત્રિની વાત પણ દિવસનું શું? દિવસની સજાગતા માટે પણ એક હોર્મોનની જરૂર પડે છે અને તેનું નામ છે cortisol. રસાયણ સામાન્યપણે આપણને તણાવ(stress) તરફ લઇ જાય છે પરંતુ તેનો એક ફાયદો પણ છે કે તે આપણને જાગરૂકતા(awakeness) તરફ લઇ જાય છે. સવારે વાગ્યા પછી રસાયણની માત્રા વધવા માંડે છે અને 8 થી 10 ની વચ્ચે તેની માત્રા ઉચ્ચતમ લેવલે હોય છે(જુઓ નીચેની ઇમેજ). જો મા બાળકને દિવસે વધુ વખત સ્તનપાન કરાવે છે તો દૂધ મારફતે ગયેલ cortisol ની વધુ માત્રા બાળકને જાગૃત રાખે છે અને બાળક દિવસે જાગતુ રહે છે. રીતે તેની જૈવિક ઘડિયાળ ધીમેધીમે સેટ થતી જાય છે. બે સિવાય પણ ઘણાં હોર્મોન હોય છે જે દૂધ વડે બાળકને મળતા હોય છે.



-

હવે સવાલ ઉદભવે છે કે જે સ્ત્રીઓ બાળકને પોતાનું દૂધ નથી પીવડાવતી તે બાળકોને શું દિવસ-રાતનું પ્રમાણભાન નથી રહેતું? જી નહીં, એવું નથી હોતુ પરંતુ જે બાળકને માતાનું દૂધ નિયમિત મળે છે તેનામાં આવડત વહેલી વિકસવાની શક્યતા વધી જવા પામે છે અને આપણે જાણીએ છીએ કે દિવસ-રાતના પ્રમાણભાનની સીધી અસર મગજ ઉપર થાય છે. જે બાળકના વિકાસ માટે ખુબ જરૂરી છે. બીજી વાત, શું પાવડરવાળા દૂધમાં હોર્મોન્સ હોય છે? જી નહીં. પાવડરવાળા દૂધમાં ફક્ત પોષક તત્વો હોય છે, હોર્મોન્સ નથી હોતા. હવે જ્યારે હોર્મોન્સ નથી હોતા તો તેને રાત્રે આપો કે દિવસે શું ફરક પડે? વળી પાવડર સામાન્યપણે ગાયના દૂધમાંથી બનતો હોય છે અને યાદરહે ગાયનું દૂધ તેના બચ્ચા માટે બન્યું હોય છે નહીં કે માનવીના બાળક માટે.

-

એવી બાબતો છે જે તાજેતરની રિસર્ચ દ્વારા આપણને ખબર પડી(સ્ટડી તો ઘણી બધી છે, છતાં એક-બે સ્ટડીની લિંક નીચે આપેલ છે). હજારો વર્ષોથી આપણે મગજ વિષે જેટલું જાણતા હતાં તેનાથી અનેકગણું વધુ છેલ્લાં દસ વર્ષમાં જાણી લીધું હોવા છતાં આપણને હજીપણ મગજ વિષે ઘણી ઓછી ખબર છે. હજીપણ ઘણાં એવા તત્વો છે જે માતાના દૂધ દ્વારા બાળક સુધી જઇ રહ્યાં છે જેની આપણને ખબર નથી. તેથી મોર્ડન મેડિકલ સાયન્સે સ્તનપાન સમય-મર્યાદાને(જે પહેલાં મહિના હતી) હવે બે વર્ષ કરી નાંખી છે. અર્થાત માતાએ બે વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવવું જોઇએ. સ્તનપાન બાળક માટે તો ફાયદાકારક છે પરંતુ મા માટે પણ લાભદાયી છે. તે મા ને anxiety, stress વગેરેથી બચાવે છે. ઇવન સ્તનપાન કેટલાંક કેન્સર થવાના જોખમને પણ ઘટાડે છે.

 

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9133889/#:~:text=Hormones%2C%20such%20as%20glucocorticoids%20and,concentration%20between%20day%20and%20night.

 

https://pubmed.ncbi.nlm.nih.gov/32759654/

 


 

 

 

No comments:

Post a Comment