જો તમને પુછવામાં આવે કે, આપણી આકાશગંગામાં એવી કઇ વસ્તુ છે જે આપણને(સમગ્ર ગેલેક્ષીને) નુકસાન પહોંચાડી શકે છે? અધિકતરનો જવાબ હશે કે ગેલેક્ષીના કેન્દ્રમાં મૌજૂદ બ્લેકહોલ અથવા તારાઓ જ્યારે ફાટે છે અને સુપરનોવા થાય છે તે ગેલેક્ષીને તબાહ કરી શકે છે. પરંતુ!! તમને જાણીને નવાઇ લાગશે કે આપણી ગેલેક્ષીને તબાહ કરી શકવાની ક્ષમતા ધરાવનાર દાનવ આપણી પૃથ્વીથી ઘણો નજીક છે.
-
આ દાનવનું નામ છે...Neutron Star HESS J1731-347 અને તેને સૌપ્રથમ Gaia Survey space observatory એ શોધ્યો. આ ન્યૂટ્રોન સ્ટાર આપણાથી લગભગ 10,500 પ્રકાશવર્ષ દૂર છે. તેનું જેમજેમ વધુ અવલોકન કરાતું ગયું તેમતેમ હેરાની વધતી ગઇ. કેમકે તેના પેરામીટર આપસમાં મેચ નહોતા થતાં. ઉદાહરણ તરીકે જ્યારે તેના અંતરને તેની દેખીતી તેજસ્વિતા(apparent brightness) વડે મૂલવી તેના કદ અને દળની ગણતરી કરવામાં આવી તો ખબર પડી કે તેનું દળ આપણા સૂર્ય કરતાં પણ 0.77 ગણું ઓછું મળ્યું. પરંતુ!! ન્યૂટ્રોન સ્ટારની વ્યાખ્યા એવી છે કે તેનું દળ ઓછામાં ઓછું આપણા સૂર્ય કરતા 1.4 ગણું અથવા તેનાથી વધુ હોવુ જોઇએ. હવે આનું દળ તો ઘણું ઓછું છે, તો પછી તેને ન્યૂટ્રોન સ્ટાર કઇરીતે ગણવો? માટે તેનું નામ રાખવામાં આવ્યું છે...strange star અને તે એટલો ખતરનાક છે કે આપણી સંપૂર્ણ ગેલેક્ષીને ખતમ કરી શકે છે.
-
આ strange star માં પ્રેશર ખુબ વધુ છે. ન્યૂટ્રોન્સ અપ અને ડાઉન ક્વાર્ક વડે બન્યા હોય છે કે જેઓ ઘણાં સ્થિર(stable) હોય છે પરંતુ આ તારામાં પ્રેશર અતિશય હોવાના કારણે આ ક્વાર્ક પોતાની પ્રકૃતિ બદલી નાંખે છે અને strange ક્વાર્ક બની જાય છે(યાદરહે ક્વાર્ક છ પ્રકારના હોય છે...up, down, top, bottom, strange અને charm). જ્યારે તેઓ strange ક્વાર્કમાં રૂપાંતર પામે છે ત્યારે ન્યૂટ્રોન સ્ટારની કોર એક ગઠ્ઠો બનવાનું શરૂ કરી દે છે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી વાત નથી. તારાઓમાં આવું બધું તો થતું જ રહે છે. તો પછી તકલીફ ક્યાં છે?
-
તકલીફ એ છે કે આ એક chain reaction છે. અર્થાત નવનિર્માણ પામેલ strange ક્વાર્ક જ્યારે અન્ય ક્વાર્ક સાથે ટકરાય છે/આંતરક્રિયા કરે છે ત્યારે તેમને પણ strange ક્વાર્કમાં બદલવાનું શરૂ કરી દે છે. અર્થાત એક viral infection સ્પેસમાં શરૂ થઇ જાય છે. strange ક્વાર્કનો આ ગુણધર્મ ત્યારે ખતરારૂપ થઇ પડે જ્યારે આવા તારાઓ સાથે કોઇ અન્ય તારો કે ગ્રહ આવીને ટકરાય અથવા કોઇ બ્લેકહોલ તેને ખાવાનું શરૂ કરી દે. ટૂંકમાં કોઇપણ એવી ઘટના જેમાં તેનો પદાર્થ(ફાટી અથવા ફેલાઇને) દૂરદૂર સુધી જઇ શકે છે. કેમકે તેમાંથી strange ક્વાર્ક નીકળશે જે સામાન્ય મેટરને પણ strange મેટર બનાવતો જશે. બિલકુલ એક ઝોમ્બી ઇફેક્ટ જેવું.
-
આ પ્રમાણે થોડાં સમય બાદ આપણી ગેલેક્ષીના મેટરની પ્રકૃતિ બદલાઇ ચૂકી હશે અને આપણું પણ અસ્તિત્વ ભૂંસાઇ ગયું હશે. કેમકે આપણે strange ક્વાર્ક વડે નથી બન્યાં બલ્કે બ્રહ્માંડમાં જોઇ શકાતો સમસ્ત પદાર્થ અપ ક્વાર્ક + ડાઉન ક્વાર્ક + ઇલેક્ટ્રોન વડે બન્યો છે. તો શું આપણે સુરક્ષિત છીએ? ખબર નથી. ફિલહાલ આપણે આવા તારાઓ ઉપર ઘણું રિસર્ચ કરી રહ્યાં છીએ. આપણને આ વિષે હજુ વધુ માહિતીની જરૂર છે. એટલામાટે હાલ પુરતુ આ તારાઓને hypothetical(અનુમાનિત) ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

No comments:
Post a Comment