એક કેમેરા બનાવનાર કંપની કે જેનું નામ Nikon છે તે હરવર્ષ એક સ્પર્ધાનું આયોજન કરે છે જેને Nikon Small World કહેવામાં આવે છે. જેમાં લોકો પાસે magnified(મોટી કરેલ/ઝૂમ કરેલ) તસવીરો મંગાવવામાં આવે છે. તેમાંથી સૌથી ઉત્તમ તસવીરને સર્વશ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવે છે. ઘણાં લોકો કહેશે કે આવી તસવીરોનો આપણને શું ફાયદો? આનો ફાયદો એ છે કે અહીંથી મળે છે આપણને નવું વિજ્ઞાન. નાની વસ્તુઓ કેટલી માહિતીઓને પોતાનામાં સમાવી રાખે છે તેનો અંદાજો આપણને મળે છે. એવી વસ્તુઓ જે આપણને નરી આંખે નથી દેખાતી તેમને જોઇને આપણને નવી ફિઝિક્સ વિષે જાણકારી મળે છે અને તેના વડે આપણે એવી ટેકનોલોજીનો આવિષ્કાર કરીએ છીએ જેને મનુષ્યોએ પહેલાં ક્યારેય નહોતી જોઇ. આજે આપણે એક એવી જ ટેકનોલોજી વિષે જાણવા જઇ રહ્યાં છીએ જે નજીકના ભવિષ્યમાં તમને જોવા મળશે.
-
જુઓ મુખ્ય ઇમેજ જેમાં જગતની સૌથી નાની ભમરી(wasp) મૌજૂદ છે. આ ભમરી એક માથાની જૂ કરતા દસ ગણી નાની છે. આ ઇમેજમાં હેરાનપૂર્ણ વાત તેની પાંખ છે. તેની પાંખ ઉપર વાળ છે. પહેલાં વૈજ્ઞાનિકો માનતા હતાં કે આ જંતુઓ ક્યારેય હવામાં ઉડી નહીં શકે કેમકે વજન ખુબજ ઓછું હોવાના કારણે તેમનું momentum પણ ખુબજ ઓછું છે. પરંતુ!! નવાઇની વાત એ છે કે તેઓ ઉડી શકે છે અને તે પણ અન્ય જંતુઓ જેટલી ઝડપે. જ્યારે વૈજ્ઞાનિકોએ તેઓની ઉડવાની પેટર્નનું બારીકાઇથી અધ્યયન કર્યું તો દંગ રહી ગયાં. પાંખોથી તાળીઓ પાડતા હોય તેવી રીતે તેઓ ઉડે છે(વિસ્તૃત જાણકારી માટે જુઓ નીચેની લિંકનો વીડિઓ).
https://www.youtube.com/watch?v=X0ziHsPqmJg&t=51s
-
આજસુધી આવી રીતે ઉડતા આપણે કોઇ સજીવ જોયા નથી. આ આપણાં માટે નવું સાયન્સ/નવું ફિઝિક્સ છે. આ ફિઝિક્સ ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે જેથી આપણે માઇક્રો અને નેનો રોબોટ બનાવી શકીએ. કેમકે આ પહેલાં આપણે જેટલાં પણ સુક્ષ્મ રોબોટ બનાવ્યા તેમને હવામાં ઉડતા રાખવામાં ખુબજ પરેશાની થઇ રહી છે. પરંતુ!! આપણે પ્રકૃતિ પાસેથી શીખીને એવા નેનો રોબોટ બનાવવા જઇ રહ્યાં છીએ જેઓ હવામાં દૂર સુધી સતત ગતિમાન રહી શકે. યાદરહે, ટેકનોલોજી હંમેશા વિજ્ઞાન થકી આવે છે અને વિજ્ઞાન અવલોકન(observation) થકી.

No comments:
Post a Comment