Wednesday, January 11, 2023

Neuromarketing

 



 

Michael Platt કે જેઓ ન્યૂરોસાયન્સના પ્રોફેસર છે, તેમણે તેમની ટીમ સાથે આઇફોનના યુઝર્સ અને સેમસંગના યુઝર્સના મગજના MRI સ્કેન કર્યા. બંન્ને ગ્રુપને બંન્ને બ્રાન્ડના સારા, ખરાબ અને તટસ્થ સમાચારો દેખાડવામાં આવ્યા. આઇફોનના યુઝર્સની લાગણી, આઇફોનના સમાચાર સાથે connected(જોડાયેલ) મહેસુસ થઇ(મતલબ જે પ્રકારના સમાચારો હતાં તેમનું મગજ તે પ્રમાણેની પ્રતિક્રિયા આપતુ હતું) જ્યારે સામેછેડે સેમસંગના યુઝર્સને સમાચારોથી એટલો કંઇ ફરક નહતો પડી રહ્યો. હાં, જ્યારે આઇફોનના ખરાબ સમાચારો આવતા ત્યારે સેમસંગ યુઝર્સના મગજ પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. આનો મતલબ એવો થયો કે સેમસંગના યુઝર્સ, સેમસંગનો ઉપયોગ એટલા માટે કરી રહ્યાં હતાં કેમકે તેમને આઇફોન પસંદ નથી. આને કહેવાય ન્યૂરોમાર્કેટિંગ. આજે આપણે એપ્પલની આવી કેટલીક સાયકોલોજીકલ તરકીબની વાત કરીશું જેના વડે એપ્પલ તમને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. so let's start...

-

(1) You are the hero:- જો તમે આઇફોન-14 ના description પેજ ઉપર જાઓ તો ત્યાં you શબ્દ 89 વખત અને આઇફોન-14 પ્રો ના પેજ ઉપર 93 વખત લખવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે....it's not a photo it's your photo, it's not a iPhone it's your iPhone વગેરે. ટૂંકમાં તેમણે તમને જણાવી દીધું કે તમારો ફોન છે કે જે અમારી પાસે છે, પૈસા આપો અને લઇ જાઓ. બિલકુલ એજ પ્રમાણે આઇફોનની 80% જાહેરાતોમાં યુઝરને મુખ્ય હીરો તરીકે દર્શાવવામાં આવે છે ના કે તેમના ઉત્પાદનને.

-

(2) Using survival instinct:- જ્યારે માનવી ઉત્કાંતિકાળમાં થી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની કેટલીક પાયાની જરૂરિયાત હતી, તેમાંથી એક હતી...સલામતી. આજે પણ જેટલા આપણે પોતાને સલામત અનુભવીશું તેટલા આપણે આરામદાયક રહીશું અને જેટલા આરામદાયક રહીશું તેટલા ખુશ રહીશું. એપલે શરૂઆતથી બાબતને પોતાના હથિયાર તરીકે વાપરી કે તેની સિસ્ટમ ગોપનીય અને secure(સુરક્ષિત) છે વગેરે વગેરે. પરંતુ!! જ્યારે અન્ય કંપનીઓએ પણ આજ રાગ આલાપવાનો શરૂ કરી દીધો ત્યારે એપલે કંઇક નવું કર્યુ જેમકે...card detection test અને emergency SOS via satellite.

-

(3) Self Signaling:- એપલના ઉત્પાદનો મોંઘા શા માટે રાખવામાં આવ્યા છે? કેમકે લોકો કિંમતને સીધી ગણવત્તા સાથે જોડી દે છે. આને irrational values assessment કહે છે. નિ:સંદેહ એપલે શરૂઆતમાં એક સારી, ગુણવત્તાવાળી તેમજ નવીન પ્રોડક્ટ બનાવી પરંતુ તેણે તેનો ભાવ જેટલો હોવો જોઇતો હતો તેના કરતા ઘણો વધુ રાખ્યો. કેમ? કેમકે લોકોમાં ગુણવત્તાની સમજ કંઇક નવીન બને. જો કોઇ વ્યક્તિ મોંઘી વસ્તુ ખરીદે તો તેના ઘણાં કારણો હોય શકે પરંતુ તેમાંથી બે મુખ્ય કારણો છે...એક, યા તો લોકો ખુદ પોતાને ધનિક ફીલ કરાવવા માંગે છે, યા પોતાને અન્ય લોકો સમક્ષ ધનિક ફીલ કરાવવા માંગે છે.

-

(4) Sense of Ownership:- જ્યારે તમારા ઘરે કોઇ દંપતી પોતાના નાના બાળકને લઇને આવે છે અને વિદાય વેળા તે બાળક તમારા ઘરની કોઇ વસ્તુ અથવા રમકડું સાથે લઇ જવાની જીદ કરે તો તમે તે દંપતીને તુરંત કહેશો, અરે! લઇ જવા દો, બાળક તો છે. માલિકીપણાની ભાવના આપણા ઉપર નાનપણથી થોપી દેવામાં આવે છે અને તેનાથી દૂર થવુ ખુબજ મુશ્કેલ કાર્ય છે. કેમ? કેમકે આપણા મગજમાં આપણે તે વસ્તુના માલિક બની ચૂક્યા હોય છે. એપલ ટેકનિકનો ખુબજ ચતુરાઇથી ઉપયોગ કરે છે. ભારતમાં તો જો કે એપલ સ્ટોર નથી પરંતુ બહારના દેશોમાં જો તમે એપલ સ્ટોરમાં જાઓ તો, તમે તેના કોઇપણ ઉપકરણ સાથે ગમે તેટલો સમય વિતાવી શકો છો. કોઇ તમને કહેવા નહીં આવે કે..."શું ક્યારના મંડાણા છો? લેવું હોય તો લ્યો નહીંતર આગળ વધો." ડેટા એવું કહે છે કે, એક ગ્રાહક જેટલો એક પ્રોડક્ટ સાથે રહે છે તેની જે તે વસ્તુ ખરીદવાની તકો એટલીજ વધી જવા પામે. બલ્કે, એપલે થોડાં સમય પહેલાં પોતાના સ્ટોરમાં કોર્ષ પણ શરૂ કર્યા હતાં જેમકે તમે ત્યાં ફોટોગ્રાફી, કોડિંગ વગેરે ઘણું શીખી શકો છો. આનાથી થશે શું? જેઓ ત્યાં શીખવા જશે તેઓ એપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશે અને જેટલો ઉપયોગ કરશે/પરિચિત થશે sense of ownership પોતાનું કાર્ય કરશે.

-

તો કહેવાનો મતલબ neuromarketing બજારવાદનું ભવિષ્ય છે.

 


No comments:

Post a Comment