કિંડલ ક્યારેય વાપર્યું છે? સ્માર્ટફોનની ડિસ્પ્લે અને કિંડલની ડિસ્પ્લેમાં શું ફરક હોય છે? કિંડલને વાંચવાનો આનંદ જ કંઇક ઔર છે. એક વાસ્તવિક પુસ્તકની અનુભૂતિ કરાવતું કિંડલની બનાવટ કેવી હોય છે? ચાલો જાણીએ.
-
કિંડલમાં વપરાતી સ્ક્રીન નોર્મલ સ્ક્રીન નથી હોતી. તે બિલકુલ અલગ સ્ક્રીન હોય છે. જેને E-Ink Display કહે છે. તે કઇરીતે કાર્ય કરે છે તે જોઇ લઇએ. આપણી નોર્મલ સ્ક્રીનમાં ઘણાં બધાં pixel હોય છે અને તેની પાછળ હોય છે એક લાઇટ સોર્સ. જ્યારે E-Ink Display માં pixel ને આપણે નાના-નાના બોલમાં ફેરવી નાંખીએ છીએ. જેને microcapsules કહે છે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં એક પ્રવાહી વડે સમગ્ર સ્ક્રીનને ભરી દેવામાં આવે છે. તે પ્રવાહી બે ભાગમાં વહેંચાયેલ હોય છે. એક કાળા કલરનું અને એક સફેદ કલરનું. આ તત્વને જ ink(શાહી) કહે છે. જે વિશેષ પ્રકારની હોય છે અને તેને ચાર્જ કરવામાં આવે છે. જેમકે....સફેદને positive charge અને કાળાને negative charge. હર બોલની નીચે એક ઇલેક્ટ્રોડ લાગ્યો હોય છે. જે પોતે ચાર્જ થઇને potential difference ઉત્પન્ન કરે છે. આ પ્રકારે તે કાર્ય કરે છે.
-
આ E-Ink Display ના કેટલાંક ફાયદા-ગેરફાયદાઓ છે. ફાયદાઓની વાત કરીએ તો....તેની ડિસ્પ્લે એકવખત ચાર્જ કર્યા બાદ ખુબજ લાંબા સમય સુધી કાર્યરત રહે છે(દિવસો સુધી). તેને વાંચવાનો લહાવો એક અસલ ચોપડીને વાંચવા બરાબર હોય છે વગેરે. ગેરફાયદાઓની વાત કરીએ તો....તેનો refresh rate ખુબજ ઓછો હોય છે. મતલબ તમે એક પેજ થી બીજા પેજ ઉપર જમ્પ કરો તો વચ્ચેનો સમયગાળો તમને બાબા આદમના ઝમાનાની યાદ અપાવે તેવો હોય છે. બીજું, આ ડિસ્પ્લે મોટાભાગે black & white માંજ મળશે. કલરમાં પણ મળે છે પરંતુ ખાસ એવો કોઇ ફાયદો ન હોવાથી એવા જૂજ ઉત્પાદકો જ છે જેઓ કલર E-Ink Display બનાવે છે.


No comments:
Post a Comment