2018 માં ભારતીય પત્રકાર રાણા અય્યુબ એક કાફેમાં બેસી પોતાની સહેલી સાથે ચા પી રહી હતી. ત્યારે અચાનક તેના મોબાઇલ ઉપર એક મેસેજ આવ્યો. જ્યારે તેણે મેસેજ ઓપન કર્યો તો ચા નો કપ તેના હાથમાંથી છૂટી ગયો. કેમકે તે મેસેજમાં એક પોર્નોગ્રાફિક વીડિઓ હતો અને તેમાં તે પોતે મૌજૂદ હતી. તે હેરાન થઇ ગઇ કેમકે આ વીડિઓ સાથે તેને દૂર-દૂર સુધી કોઇ સબંધ ન હતો.તો પછી વાસ્તવિકતાની ઘણો નજીક એવો આ વીડિઓ માર્કેટમાં કઇરીતે આવ્યો?
-
બે મિનિટ અને વીસ સેકન્ડના આ વીડિઓએ તેને હચમચાવી મુકી. ફક્ત 48 કલાકની અંદર જ આ વીડિઓ 40000 વખત શેર થયો. ઇન્ટરનેટના ઘણાં ફોરમ ઉપર આ વીડિઓ શેર થયો. ઇવન પોર્નોગ્રાફિક વેબસાઇટ ઉપર પણ આ વીડિઓને મુકવામાં આવ્યો. પોતે ખુબ ટ્રોલ થઇ. જાનથી મારી નાખવાની ધમકીઓ સુધ્ધા મળવા માંડી. પોતાના સઘળા સોશ્યલ એકાઉન્ટ્સ બંધ કરી તે ઘણાં સમય સુધી ઘરમાં બંધ રહી.
-
2018 માંજ પ્રથમ વખત ખુબ મોટા ફોરમ ઉપર એક સોફ્ટવેર અપલોડ કરવામાં આવ્યો, કે જે સામાન્ય માણસને એ વિશેષતા આપતો હતો કે તે કોઇપણ વ્યક્તિના ચહેરાને બીજા કોઇ વ્યક્તિના ચહેરા ઉપર ફીટ કરી શકે. તે તસવીરો એટલી હદે આપસમાં જોડાય જાય છે કે ફરક કરવો મુશ્કેલ થઇ જાય છે(જુઓ નીચેની ઇમેજ).
-
deepfake technology ની શરૂઆત થઇ ચૂકી હતી. આવા કામો તો ભૂતકાળમાં પણ ઘણાં થયા હતાં પરંતુ અહીં ફરક એ છે કે આની પાછળ AI(Artificial Intelligence) હતું કે જે એટલું સચોટતાપૂર્ણ કાર્ય કરતું હતું કે અસલ અને નકલનો ફરક કરવો લગભગ અશક્ય થઇ ગયો. આજ કારણે રાણા અય્યુબની ખુબ બેઇજ્જતી થઇ. કેમકે લોકોને અંદાજો/એહસાસ જ નહતો કે તેઓ એક fake વીડિઓ જોઇ રહ્યાં છે.
-
આજે આવા ઘણાં સોફ્ટવેર મોબાઇલ એપ્લિકેશનમાં પણ મૌજૂદ હોય છે. બરાક ઓબામાના ચાર વીડિઓ બતાવી TED talk માં જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે આમાંથી કયો વીડિઓ ખોટો છે? ત્યારે લગભગ બધાએ ખોટાં જવાબો આપ્યાં. કેમકે તે ચારેય વીડિઓ ખોટાં હતાં. જો એ વીડિઓને જોવા હોય તેમજ deepfake કઇરીતે કાર્ય કરે છે તેની આછીપાતળી ઝલક જોવી હોય તો નીચે મૌજૂદ લિન્ક ઉપર નજર દોડાવો.
https://www.sciencealert.com/new-ai-powered-lip-sync-tech-can-put-any-words-in-your-mouth
-
આ સોફ્ટવેર કાર્ય કઇરીતે કરે છે? સૌપ્રથમ જે વ્યક્તિનો deepfake વીડિઓ બનાવવો હોય તેનું મોડલ બનાવવું પડે. મોડલ AI બનાવે છે. આ મોડલને બનાવવા માટે તેને ડેટા જોઇશે. આ ડેટા તસવીર અથવા વીડિઓ કોઇપણ સ્વરૂપે આપી શકાય. સઘળા ડેટાને AI જાતે વિશ્લેષણ કરી મોડલ બનાવે છે. યાદરહે જેટલો વધુ ડેટા ઇનપુટ તરીકે આપશો તેટલું મોડલ સચોટ બનશે. આ કાર્ય કરવા માટે ઘણી વેબસાઇટો મૌજૂદ છે. ફક્ત 15 ડોલરમાં તમે deepfake ઇમેજ અથવા વીડિઓ બનાવી શકો છો. વધુ સચોટતા માટે વધુ પૈસા ખર્ચવા પડે. જેનું deepfake બનાવવું હોય તેની ઓછામાં ઓછી 1500 તસવીર અથવા 150 સેકન્ડની વીડિઓ ક્લિપ AI ને આપવી પડે.
-
deepfake નો એક હથિયારની જેમ ઉપયોગ કરાઇ રહ્યો છે. હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ આનો ખુબ ઉપયોગ થયો. લોકો આવા વીડિઓને સાચા માની શેર કરવા માંડ્યા ત્યારે સમાચારપત્રોએ પાછળથી ખુલાસા કરવા પડ્યાં(જુઓ નીચે મૌજૂદ સમાચારોની લિન્ક). માટે મિત્રો આપને નમ્ર અપીલ છે કે કોઇપણ સમાચાર કે વીડિઓને આગળ મોકલતા પહેલાં પુરતી જાત તપાસ કરો, વેરિફાય કરો તેમજ શક્ય તેટલું ક્રોસ ચેક કરો.
https://www.bbc.com/news/technology-60780142


No comments:
Post a Comment