વાત કરીએ મોબાઇલ ઇન્ડસ્ટ્રીઝની....તો આ ઉદ્યોગ એટલો rapidly grow થયો છે કે વાત જ જવા દો. 2018 માં આપણે વિચારતા હતાં કે આપણી પાસે foldable phones હશે અને 2021 માં તો તે માટેના mutiple options પણ ઉપલબ્ધ થઇ ગયાં. ઇવન આ વર્ષના અંતસુધીમાં rollable phones પણ ઉપલબ્ધ હશે. આપણે 2020 માં વિચારતા હતાં કે ફોન 15 થી 20 મિનિટમાં 0 થી 100% સુધી ચાર્જ થઇ જશે. આજે આપણી પાસે Xiaomi ની 200watt ની wired charging અને 120watt ની wireless charging ટેકનોલોજી ઉપલબ્ધ છે. ભલે તમને સાંભળવામાં આ વાત સામાન્ય લાગતી હો પરંતુ આની પાછળ કેટલી એડવાન્સ engineering નો ઉપયોગ થયો છે તેનો અંદાજો પણ આપને નથી.
-
પણ....પણ....વાત કરીએ ઓટોમોબાઇલ ક્ષેત્રની તો તેમાં ખાસ નોંધપાત્ર ફેરફાર જોવા નથી મળ્યો. પાંચ વર્ષ પહેલાંના મોબાઇલ ફોનના પ્રોસેસર ક્યાં હતાં અને હમણાં ક્યાં પહોંચી ગયાં છે? સામે છેડે ગાડીઓના એન્જીન(transmission system) પાંચ વર્ષ પહેલાં પણ ત્યાં જ હતાં અને આજે પણ ત્યાં જ છે. ટૂંકમાં ગાડીઓમાં એવા કોઇ મોટા ફેરફારો જોવા નથી મળ્યા. પરંતુ!! આ વસ્તુ હવે ભવિષ્યમાં બદલાવાની છે. એક પેટર્ન ઉપર નજર દોડાવો...2000 થી લઇને 2005 સુધી મોબાઇલમાં શું કોઇ એવા મોટાં/નોંધપાત્ર ફેરફારો થયાં હતાં? જવાબ છે નહીં...પરંતુ ત્યારબાદ માર્કેટમાં એન્ટ્રી થઇ આઇફોનની. જે પોતાની સાથે સ્માર્ટ ફોન શબ્દને લઇ આવે છે અને એક ક્રાંતિનો યુગ શરૂ થઇ જાય છે. બિલકુલ એજ પ્રમાણે ઇલેક્ટ્રીક કારના ક્ષેત્રમાં Tesla જ્યારે પોતાની self driving smart car લઇને આવે છે ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ક્રાંતિનું મોજું ફરી વળ્યું છે.
-
આવનારા થોડાં વર્ષોમાં આપણને smart electric vehicle જોવા મળશે. આજ કારણે જેટલી પણ સ્માર્ટ ફોન ઉત્પાદક કંપનીઓ છે, જેમકે Sony, Apple, Vivo, Oppo, Huawei વગેરે ઇલેક્ટ્રીક કાર નિર્માણના માર્કેટમાં જવા માટે તલપાપડ છે. અહીં સવાલ એ ઉદભવે છે કે કેમ આ બધી કંપનીઓ ગાડીઓના માર્કેટમાં જવા માંગે છે કે જેમને ગાડી બનાવવાનો રતિભાર પણ અનુભવ નથી? રેગ્યુલર કાર ઉત્પાદક કંપનીઓ જેવી કે...Toyota, Hyundai, BMW, Mercedes, Audi વગેરે કેટલાઓ વર્ષોથી અબજો રૂપીયા રિસર્ચમાં લગાવી ચૂકી છે, ત્યારે આ સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ કોઇપણ જાતના અનુભવ વગર સીધેસીધી તેમને ટક્કર આપવાનું વિચારી પણ કઇરીતે શકે? છે ને અજબ વાત!!
-
ઇલેક્ટ્રીક કારમાં મૂળભૂત રીતે ચાર વસ્તુઓ છે જેમાં ભવિષ્યમાં ખુબ મોટાં ફેરફારો આવશે. (1) Electricity:- બેટરી સંલગ્ન ટેકનોલોજી (2) Connectivity:- જે તે કાર આપણાં ફોન જેવા અન્ય સાધનો સાથે કેવીરીતે connected રહેશે (3) Infotainment System:- ડેશબોર્ડ ઉપર લાગેલ સ્ક્રીન ઉપર ભવિષ્યમાં ખુબ કાર્ય થવાનું છે (4) Self Driving Car. હવે તમે જણાવો કે રેગ્યુલર કાર ઉત્પાદક કંપનીઓએ પોતાના અબજો રૂપીયા research & development માં રોક્યા છે. શેની R&D માં? કે એન્જીનને કઇરીતે વધુમાં વધુ કાર્યક્ષમ બનાવી શકાય, તેને કઇરીતે smooth અને silent રાખી શકાય, એરોડાયનેમિક્સ ડિઝાઇનને કઇરીતે બહેતર બનાવી શકાય વગેરે.
-
ડિઝાઇનનું પાસું તો ઇલેક્ટ્રીક કારમાં પણ રહેશે જ પરંતુ મહત્વના બે પાસાં engine અને transmission ની ઇલેક્ટ્રીક કારમાં કોઇ જરૂર જ નથી. માટેજ સ્માર્ટ ફોન બનાવતી સઘળી કંપનીઓ પોતાના તંબુ અહીં નાંખવા માંગે છે. કેમકે અહીં કોઇ મોટી સ્પર્ધા જ નથી. ટેસ્લા એકજ એવી કંપની છે જે future planning સાથે આગળ વધી રહી છે. જ્યારે ગુગલે એન્ડ્રોઇડ બનાવ્યું ત્યારપછી સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળી. કેમ? કેમકે તેઓને ખબર પડી ગઇ કે એક સોફ્ટવેર બની ચૂક્યું છે જેને તમે ગમે તે ફોનમાં નાંખી શકો છો. પછી એન્ટ્રી થઇ Qualcomm અને Mediatek ની. જેમણે ફોન ઉત્પાદકોને કહ્યું કે તમે ફક્ત સોફ્ટવેર બનાવો તેને લગતી ચીપ અમે બનાવી આપીશું. ત્યારબાદ Foxconn ની એન્ટ્રી થઇ. જેણે કહ્યું તમારો hardware(ફોનના વિવિધ ભાગો) અમને આપો, અમે તેને સુવ્યવસ્થિત ડિઝાઇન કરી, કાર્યક્ષમ બનાવી તમને પરત કરીશું. આટલી પળોજણ બાદ ફોન ઉત્પાદક કંપની પાસે હવે ફક્ત બે કામ શેષ વધ્યાં. (1) ફોનને ડિઝાઇન કરવો (2) ફોનને વેચવો.
-
બિલકુલ આજ કાર્ય અત્યારે ઇલેક્ટ્રીક કારના ફિલ્ડમાં થઇ રહ્યું છે. Nvidia નામક કંપની અલગ-અલગ કારો માટે ચીપ ઉપલબ્ધ કરાવી રહી છે. એટલુંજ નહીં તે કંપની hyperion નામક એક full fledged(સંપૂર્ણ સુવિધાયુક્ત) મોડ્યુલર પણ આપે છે. જેમાં મોટર્સ, બેટરી, ગાડીના સઘળા સેન્સર્સ, કેમેરા વગેરે સામેલ હોય છે. તમારે શું કરવાનું? બોડી ડિઝાઇન કરો, પૈંડા લગાવો અને self driving માટે એક સોફ્ટવેર લખો, ગાડી તૈયાર. ટૂંકમાં બહારથી બધુ રેડિમેડ મળશે. માટેજ એક-બે કંપની હોય તો સમજ્યા પરંતુ સઘળી ફોન ઉત્પાદક કંપનીઓ ઇલેક્ટ્રીક કાર નિર્માણમાં ઝંપલાવી રહી છે. આ બધી કંપનીઓને એક મોટો ફાયદો સોફ્ટવેર બનાવવાનો રહેશે. કેમકે ફોન માટે સોફ્ટવેર તેઓ વર્ષોથી બનાવે છે અને કારમાં પણ સોફ્ટવેર જ અગત્યનો ભાગ ભજવશે.
-
અહીં જરૂરી નથી કે સઘળી કંપનીઓ પોતાની સંપૂર્ણ કાર જ બનાવે. એવું પણ બને કે અમુક કંપનીઓ કારના અમુક હિસ્સાઓનું જ નિર્માણ કરે. જેમકે oppo અને huawei એ સ્પષ્ટ અણસાર આપી દીધાં છે કે તેઓ કોઇક કંપની સાથે મર્જ થઇને અમુક selected વસ્તુઓ જ બનાવશે. તો આપણું ભવિષ્ય electric vehicle ના ક્ષેત્રમાં ખુબજ વિસ્તરવાનું છે અને આવનારા દસ વર્ષની અંદર તેમાં એક ક્રાંતિ જોવા મળશે એ પાક્કું.

No comments:
Post a Comment