Saturday, June 4, 2022

Changing Desert in to Forest

 


 

શું રણને જંગલમાં ફેરવી શકાય? જી બિલકુલ, ચર્ચા અંગે છે. પૃથ્વી ઉપર માનવ વસ્તી ખુબ ઝડપથી વધી રહી છે. જેને hockey stick graph કહેવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ). 2030 સુધીમાં સમગ્ર દુનિયામાં લગભગ 84 કરોડ લોકોએ દરરોજ ભૂખ્યા સુવાનો વારો આવશે. જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-2. તેમાં પીળા કલરે દર્શાવેલ ભાગોમાં ભૂખમરો વધુ છે. કેમકે સ્થળોએ રણ છે. આપણી ધરતીનો 33% ભાગ રણ છે. દુ:ખદ વાત છે કે ભાગો ધીમેધીમે વિસ્તરી રહ્યાં છે. કેમ?



-

કેમકે આપણે વૃક્ષોને કાપી રહ્યાં છીએ, વરસાદ અનિયમિત તેમજ ઓછો થઇ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ થઇ રહ્યું છે, ઋતુઓ અનિયમિત તેમજ આકરી થઇ રહી છે વગેરે. રેતીનો ગેરફાયદો છે કે તે ક્ષારીય હોય છે. રેતીમાં પાણીનો સંગ્રહ નથી થઇ શકતો. પરિણામે તેમાં પોષક તત્વો સંગ્રહિત નથી રહી શકતાં. જેથી વનસ્પતિ કે ખેતી નથી થઇ શકતી. બીજું, રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતી રહે છે. જો આપણે કોઇક રીતે રેતીને સ્થળાંતર થતી રોકી શકીએ તો ખેતી માટે આશાનું કિરણ જાગે અને આજ કાર્ય કર્યું છે ચાઇનાએ.

-

ચાઇનાનો 27% ભાગ રણ હોવા છતાં તે કૃષિમાં અમેરિકા કરતાં વધુ ઉત્પાદન કરે છે. જો કે બંન્નેનો વિસ્તાર લગભગ સરખા જેવો છે. ચીનનું એક રણ જેનું નામ છે Ninxia desert. રણને ચીન હરિયાળા ખેતરમાં રૂપાંતરિત કરવા જઇ રહ્યું છે. માટે તેણે એક જૂનો નુસખો અજમાવ્યો છે. ચોખા, ઘઉં વગેરેને કાઢી લીધા બાદ જે ઘાસ/કૂચો વધે છે તેનાં ચોકઠાં બનાવવામાં આવે છે. જેને checker boards કહે છે(જુઓ નીચેની ઇમેજ-1). ઘાસને જમીનમાં દસ સેન્ટીમીટર ઉંડા તેમજ જમીનની બહાર લગભગ 30 થી 40 સેન્ટીમીટર જેટલાં રાખવાના હોય છે. પ્રમાણે રેતીનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. ઉપર જોયું તેમ જો રેતીનું સ્થળાંતર અટકશે તો તેમાં વાવેતર શક્ય છે(જુઓ નીચેની ઇમેજ-2). ટેકનોલોજીનું નામ છે Straw Checkerboard Sand Barrier.





-

ચીનનું લક્ષ્ય 2020 સુધીમાં રણના 50% ભાગને ખેતરમાં રૂપાંતરિત કરવાનું હતું જે તેણે કરી નાંખ્યું છે(જુઓ નીચેની ઇમેજ). જો કે તેઓ કેવળ ઘાસના ઉપયોગ પુરતા સિમિત રહ્યાં પરંતુ ઘણાં આગળ નીકળી ગયા છે. ચાઇનાની એક યુનિવર્સિટિ જેનું નામ છે Chongqing University. અહીંના વૈજ્ઞાનિકોએ એક એવી paste(લૂગદી) બનાવી છે જેને રેતીમાં નાંખવાથી થોડાં સમયમાં રેતી, માટીમાં રૂપાંતર થઇ જાય છે. paste ને Sodium Carboxymethyl cellulose માંથી બનાવવામાં આવે છે. હજીપણ આની ઉપર ખુબ રિસર્ચ થઇ રહ્યું છે અને ચાઇના ધીમેધીમે પોતાના રણને ખેતરોમાં ફેરવી રહ્યું છે. 2018 ની ગણતરી અનુસાર એક એકર માટે લગભગ 13 લાખ રૂપીયાના પેષ્ટની જરૂર પડશે પરંતુ સમય જતાં ટેકનોલોજી ખુબજ સસ્તી થવાની છે. ચાઇનાએ પાકિસ્તાનના રણને હરિયાળા બનાવવા માટેની યોજનાઓ ઘડી કાઢી છે. જોવાનું રહેશે કે ભારત ટેકનોલોજીનો ફાયદો ઉઠાવશે કે પછી વિશ્વગુરૂના સપનામાં આળોટી શાસ્ત્રોમાંથી ખોબલે ને ખોબલે વિજ્ઞાન જ કાઢતું રહેશે?




 


No comments:

Post a Comment