Saturday, June 11, 2022

મહિલા શૈક્ષણિક સંસ્થા??

 


 

જ્યારે અમુક અતાર્કિક પ્રણાલીને લાગુ કરવામાં આવે ત્યારે ઘણીવખત એવી દલીલ કરવામાં આવે છે કે ફિલહાલ સમાજમાં આના વિકલ્પરૂપે અન્ય કોઇ વ્યવસ્થા માટે યોગ્ય વાતાવરણ નથી. તેથી આને લાગુ કરાઇ રહ્યું છે. એક વચગાળાની વ્યવસ્થા છે અને જેમજેમ યોગ્ય વાતાવરણ ઉભું થશે તેમતેમ તેને દૂર કરવામાં આવશે પરંતુ અધિકતર કિસ્સાઓમાં એવું થાય છે કે તે અતાર્કિક અને ઘણીવખત જનવિરોધી/પ્રગતિવિરોધી સિસ્ટમ કાયમી બની જાય છે. તેમજ આપણે તેની ઉપર પ્રશ્ન ઉભા કરવાનું ભૂલી જઇએ છીએ. ધીમેધીમે આપણને તે સ્વાભાવિક વ્યવસ્થા લાગવા માંડે છે. મહિલાઓ માટે અલગ શૈક્ષણિક સંસ્થાઓની વ્યવસ્થા આનું એક ઉદાહરણ છે.

-

અમુક વર્ષો પહેલાં, સંયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ માટે યોગ્ય સામાજીક વાતાવરણ હોવાની દલીલ કરીને અલગ મહિલા/કન્યા શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવી હતી. ચાલો ઠીક છે, પરંતુ સમાજને તેના છોકરા-છોકરીઓ માટે સાથે ભણવા જેવી નાની બાબતને સમજવા માટે પણ આટલાં દાયકાઓની જરૂર પડે? શું હવેથી અલગ પુરૂષ કે સ્ત્રી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અટકાવવાનો તેમજ પાંચ વર્ષ પછી તમામ શૈક્ષણિક સંસ્થાઓ સંયુક્ત શૈક્ષણિક સંસ્થાઓ બનશે એવી જાહેરાત કરવાનો સમય નથી આવ્યો? લૈંગિક સમાનતા અને સ્ત્રી સ્વતંત્રતાની દિશામાં એક ઉપયોગી અને મોટું પગલું હશે.

 


 

No comments:

Post a Comment