Saturday, June 18, 2022

Inanimate Place on Earth

 


 

શું પૃથ્વી ઉપર એવી કોઇ જગ્યા છે જ્યાં જીવન મૌજૂદ નથી? આપણને પૃથ્વી ઉપર સઘળી જગ્યાએ જીવન નજરે ચઢે છે. ભલે તમે સમુદ્રના પેટાળમાં જાઓ, એન્ટાકર્ટિકામાં જાઓ, રણમાં જાઓ કે પહાડોના શિખર ઉપર જાઓ. હર જગ્યાએ આપણને કોઇના કોઇ સ્વરૂપે જીવન મળશે. આપણે સ્પેસમાં જીવન શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આપણે માનીએ છીએ કે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપે મૌજૂદ છે ત્યાં જીવન મળવાની શક્યતાઓ વધી જાય છે. પણ....પણ....અહીં પૃથ્વી ઉપર એક સ્થાન એવું છે જ્યાં પાણી તો ઘણું છે પરંતુ આજસુધી ત્યાં કોઇપણ પ્રકારની જીન્દગી આપણને મળી નથી. તે સ્થાન છે....આફ્રિકાના ઇથોપિયામાં આવેલ Danakil Depression.

-

ક્ષેત્ર સમુદ્ર સપાટીથી 100 મીટર નીચે છે તેમજ ખુબ ગરમ છે. તેના ગરમ હોવાનું કારણ તેના સપાટી નીચે થઇ રહેલ જ્વાળામુખીય ગતિવિધિઓ છે. જેના લીધે ત્યાંનું પાણી ગરમ રહે છે. ત્રણ ટેક્ટોનિક પ્લેટો જગ્યાએ ધીમેધીમે એકબીજાથી દૂર ખસી રહી છે. તેઓના દૂર થવાની ઝડપ એક થી બે સેન્ટીમીટર પ્રતિવર્ષ છે. તેઓના દૂર થવાથી ક્ષેત્રનો મધ્ય ભાગ ઉંડો થઇ રહ્યો છે. અહીં આપણને વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે(જુઓ મુખ્ય ઇમેજ). આપણે એવું સમજીએ છીએ કે રંગ બેક્ટીરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. જેમકે અમેરિકાનું yellowstone park(જુઓ નીચેની ઇમેજ). ત્યાંના વિવિધ રંગો નાના સુક્ષ્મજીવાણુઓ ઉત્પન્ન કરી રહ્યાં છે. પરંતુ!! અહીંના રંગો વિવિધ તત્વોને કારણે ઉદભવે છે. જેમકે sulfur, red iron, manganese વગેરે.



-

થોડાં વર્ષ અગાઉ કેટલાંક સંશોધકોએ ત્યાં જીવન છે કે નહીં તે માટે સંશોધન કર્યું. તેમને એક ખાસ પ્રકારનો બેક્ટીરિયા મળ્યો. ખુબજ હેરાનપૂર્ણ સમાચાર હતાં. કેમકે આવી વિષમ પરિસ્થિતિ કે જ્યાં ખુબજ ગરમી છે, acidic(તેજાબી) પરિસ્થિતિ છે, ભારે ધાતુઓ છે, મીઠાના પહાડો છે ત્યાં પણ બેક્ટીરિયા અસ્તિત્વ ધરાવતો હતો. અહીં જીવન મળવું ખરેખર આપણાં માટે આશ્ચર્યજનક સમાચાર છે. કેમ? કેમકે બિલકુલ આવી પરિસ્થિતિઓ તો આપણને સમગ્ર સૂર્યમંડળમાં જોવા મળે છે. મતલબ ત્યાં પણ જીવન હોવાની શક્યતા ખુબ વધી જાય. પરંતુ!! ખુશી લાંબો સમય ટકી શકી. કેમકે થોડા સમય બાદ સંશોધકોની મોટી ટીમે અહીં અદ્યતન સાધનો સાથે ઘણું સંશોધન કર્યું. ફાઇનલી તેમણે જણાવ્યું કે અગાઉના રિઝલ્ટમાં ચૂક હતી. અહીં કોઇપણ પ્રકારનું જીવન હોવાનો તેમણે સાફ ઇનકાર કરી દીધો.

-

જે માટે તેમણે કેટલાંક કારણો જણાવ્યાં. જેમકે...અહીં મેગ્નેશિયમ મૌજૂદ છે અને મેગ્નેશિયમ જીવનના ઘટકોને વિકસિત થવા દેતું નથી. અહીં low phosphorus અને high salt મળી એવી સ્થિતિનું નિર્માણ કરે છે કે જ્યાં જીવન પાંગરવું લગભગ અશક્ય થઇ જાય છે. કેમકે salt(મીઠું) કોષમાંથી પાણીને ધીમેધીમે શોષીને બહાર કાઢી નાંખે છે. પરિણામે કોષ જીવિત નથી રહી શકતો. જો કે આપણી તપાસ અહીં પુરી નથી થઇ. હજીપણ શોધખોળ ચાલુ છે. ગમે ત્યારે ખબર આવી શકે છે કે અહીં જીવન મૌજૂદ છે. so let's hope...

No comments:

Post a Comment