માનવી એ બાબતની હંમેશા શોધમાં રહ્યો છે કે...પૃથ્વી ઉપર જે જીવન પાંગર્યુ છે તેને કયા પરિબળોથી ખતરો છે. મતલબ એવા કયા પરિબળો છે જે પૃથ્વી ઉપરથી જીવનનો નાશ કરી શકે છે. આ માટે સામાન્યપણે આપણે અંતરિક્ષ તરફ નજર દોડાવીએ છીએ. જેમકે ઉલ્કાઓ, લઘુગ્રહનો ટકરાવ, સૌરતોફાનો વગેરે. પરંતુ એક ખતરો એવો પણ છે જે અંતરીક્ષમાં નહીં પણ આપણાં પગની નીચે છે. જેનું નામ છે super volcano.
-
હાલના સમયે પૃથ્વી ઉપર લગભગ બાર જેટલાં સુપર વોલ્કેનો મૌજૂદ છે(અમુક જગ્યાએ સંખ્યા વીસ પણ દર્શાવી છે). વોલ્કેનો તો આપણને ખબર જ છે પરંતુ આ સુપર વોલ્કેનો શું છે? તેમાં કેટલી તાકાત હોય છે? આપણી recorded history એટલેકે કલમબધ્ધ થયેલ ઇતિહાસમાં સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ 1815 માં ઇન્ડોનેશિયા સ્થિત mount tambora માં થયો. પરંતુ!! એક સુપર વોલ્કેનો, mount tambora માં થયેલ વિસ્ફોટ કરતાં લગભગ સાત થી દસ ગણો શક્તિશાળી હોય છે. જ્યારે સુપર વોલ્કેનો ફાટે છે ત્યારે ધરતીની seismic activity(ભૂસ્તરીય હિલચાલ) ખુબ વધી જાય છે. તે હજારો ટન રાખ વાતાવરણમાં ઓકી નાંખે છે, ઝેરીલા ગેસો વાતાવરણમાં ઠાલવી દે છે. પરિણામે આસપાસની ખેતી, વૃક્ષો વગેરે મરવા માંડે છે. જ્યારે સુપર વોલ્કેનો ફાટે છે ત્યારે તેની તીવ્રતાનો આંક રિક્ટર સ્કેલ મુજબ 16 નો હોય છે.
-
દુનિયામાં મૌજૂદ સુપર વોલ્કેનો ઉપર નજર કરો(જુઓ નીચેની ઇમેજ-1). સ્પષ્ટ છે કે સૌથી વધુ ચિંતિત દેશ અમેરિકા છે. કેમકે અમેરિકામાં ફિલહાલ ત્રણ સુપર વોલ્કેનો મૌજૂદ છે અને તેઓ ગમે ત્યારે ફાટી શકે છે. અમેરિકામાં જે સુપર વોલ્કેનો ફાટવાના અણસાર પોતે વારંવાર આપી રહ્યો છે તેનું નામ છે...National Park Yellow Stone(જુઓ નીચેની ઇમેજ-2). અહીં વારંવાર ઝટકાઓ મહેસુસ થઇ રહ્યાં છે.
-
જ્યારે આની ઉપર રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જમીનની નીચે જે મેગ્મા(પ્રવાહી લાવા) નો વિસ્તાર છે તે 30 કિલોમીટર પહોળો અને 15 કિલોમીટર ઉંડો છે(જુઓ નીચેની ઇમેજ-1). આ મેગ્મા 640 કિ.મી પહોળા અને 320 કિ.મી ઉંડા ક્ષેત્રને ગરમ કરી રહ્યો છે. અહીં yellowstone માં 182 સક્રિય geysers(ગરમ પાણીના ફુવારાઓ) મૌજૂદ છે. મેગ્મા કઇરીતે આ geysers ને ઉત્પન્ન કરે છે તે સમજવા જુઓ નીચેની ઇમેજ-2. અગર આ સુપર વોલ્કેનો ફાટે છે તો એક અંદાજ અનુસાર તે 2 બિલિયન ટન સલ્ફરને હવામાં મુક્ત કરશે. તેમજ એક હજાર ક્યુબિક કિલોમીટર જેટલી રાખને વાતાવરણમાં ઓકી નાંખશે. આ રાખની ચાદર કેટલાં વિસ્તારમાં ફેલાશે તે માટે નીચેની ઇમેજ-3 જુઓ. લગભગ સમગ્ર અમેરિકા 1 મિલિમીટરથી લઇને 1000 મિલિમીટરની જાડી રાખની ચાદર વડે ઢંકાઇ જશે. આ ચાદર માઉન્ટ એવરેસ્ટથી પણ ઉંચી હશે. આ ચાદરના કારણે સૂર્યનો પ્રકાશ જમીન સુધી પહોંચી નહીં શકે. પાક, વનસ્પતિઓ નષ્ટ પામશે. seismic activity ને જુઓ( નીચેની ઇમેજ-4). અર્થાત તેના ઝટકાં સમગ્ર અમેરિકામાં અનુભવાશે.
-
ઘણાં વૈજ્ઞાનિકો માને છે કે જો આ મુસીબત આવી તો અમેરિકા આમાંથી ક્યારેય ઉગરી નહીં શકે. માટે તેઓ અમેરિકાની સરકારને વારંવાર ચેતવણીઓ આપી રહ્યાં છે કે, એક મોટી મુસીબત છે જે આપણાં પગની નીચે મૌજૂદ છે અને તે માટે કંઇક કરવું જ પડશે. નાસાએ વિચાર્યું છે કે તે જમીનમાં મૌજૂદ સંપૂર્ણ yellostone ના મેગ્માને ઠંડો કરશે. જે માટે તેમણે એક પ્રસ્તાવ આપ્યો.
-
આ પ્રસ્તાવ અનુસાર આપણે મોટાં-મોટાં પાઇપોને જમીનની અંદર દસ કિલોમીટર ઉંડે સુધી દાખલ કરીશું કે જેમાં ઠંડુ પાણી ફરતું હશે. તે પાણી મેગ્મા માંથી પસાર થઇ ફરી ઉપર આવશે. મેગ્મા ખુબજ ગરમ હોવાથી તે આ પાણીને 340 ડીગ્રી સે. જેટલું ગરમ કરી નાંખશે. આ પાણીમાં ઉર્જા મૌજૂદ હોવાથી તેના દ્વારા સ્ટીમ ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરી શકાય એમ છે. આ પ્રસ્તાવ ઉપર કાર્ય શશે કે નહીં તે ખબર નથી પરંતુ આ પ્રમાણે જો આપણે મેગ્માને ઠંડો કરતા રહીએ તો કેટલાં સમયમાં સંપૂર્ણ મેગ્મા ઠંડો થઇ જશે? ગણતરી અનુસાર....16000 વર્ષ. આ માટે 3.46 બિલિયન ડોલરની જરૂર પડશે. આ સમગ્ર પ્લાન્ટને ચલાવવા માટે 20 ગીગાવોટ જેટલો ઇનપુટ પાવર જોઇશે. તો આ લગભગ અશક્ય જેવું કાર્ય છે. છતાં જો મનુષ્યએ survive કરવું હોય તો આવું કંઇક કરવું તો પડશે જ. કેમકે જો આ સુપર વોલ્કેનો ફાટ્યો તો ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર જગતમાં તબાહી મચી જશે. માટે જરૂરી છે કે આપણે આપણી જમીનની engineering કરીએ, તેને modify કરીએ.







No comments:
Post a Comment