માનવી મંગળ ગ્રહ ઉપર વસવાટ કરવાનું વિચારી રહ્યો છે પરંતુ સવાલ એ છે કે શું મંગળ ઉપર વસેલ મનુષ્યો પૃથ્વી ઉપર રહેલ મનુષ્યો જેવા જ હશે કે તેમના શરીરમાં સમય સાથે બદલાવ આવશે? જો બદલાવ આવશે તો તે બદલાવો કેવા પ્રકારના હશે? ચાલો ચર્ચા કરીએ.
-
આપણું શરીર અને ચહેરો જે આજે આપણને દેખાય છે તેમાં પૃથ્વીના વાતાવરણ, ગ્રેવિટિ, મેગ્નેટિક ફિલ્ડનો બહુ મોટો હાથ છે. જો આ બધી વસ્તુ બદલાય જાય તો આપણાં શરીરમાં પણ બદલાવ આવવાનું શરૂ થઇ જશે. ફક્ત મનુષ્ય જ નહીં પરંતુ પૃથ્વી ઉપર મૌજૂદ હરેક પ્રજાતિમાં બદલાવ આવવાનું શરૂ થઇ જશે અને તે બદલાવ ખુબ ઝડપી હશે. માનવી જ્યારે મંગળ ઉપર વસવાટ કરશે ત્યારે તેમાં બદલાવ આવશે કેમકે મંગળ ઉપર પરિસ્થિતિ પૃથ્વીની તુલનાએ ભિન્ન છે.
-
મંગળની ગ્રેવિટિ પૃથ્વીની તુલનાએ લગભગ ત્રણ ગણી ઓછી છે. તેથી ત્યાંના મનુષ્યોની bone density(હાડકાની ઘનતા) ઓછી થતી જશે. તેઓના હાડકા કમજોર હશે તેમજ લંબાઇમાં વધતા જશે. પરિણામે તેઓના કદ વધી જશે. ટૂંકમાં મંગળના લોકો પાતળા અને લાંબા હશે. માટે આપણે એવા લોકોને મંગળ ઉપર મોકલવા પડશે જેમની bone density વધુ હોય જેથી તેઓ ત્યાં survive કરી શકે. ગ્રેવિટિ ઓછી હોવાના કારણે ત્યાંના લોકોના હ્રદયનો કાર્યભાર ઓછો થઇ જશે. પરિણામે તેઓના હ્રદય નબળા તેમજ નાના થતા જશે. મંગળ ઉપર ઓક્સિજન લગભગ ન બરાબર છે. ટેકનોલોજી વડે ઓક્સિજનની આપૂર્તિ તો થઇ જશે. છતાં મર્યાદિત ઓક્સિજન તેમના ફેફસાના કદને વધારવા મજબૂર કરશે. તેઓની spleen(બરોળ) પણ મોટી થતી જશે.
-
મંગળ ઉપર વાતાવરણ નથી તેથી ultraviolet રેડિયેશન સીધેસીધું ત્યાંના લોકો સાથે ટકરાશે. પરિણામે melanin કે જે આપણાં શરીરને રંગ આપે છે તે તેઓમાં વધુ બનશે. જેના કારણે ત્યાંના લોકોનો રંગ ઘાટ્ટો થતો જશે. પૃથ્વીની તુલનાએ મંગળ સૂર્યથી વધુ અંતરે હોવાથી ત્યાં સૂર્યપ્રકાશ ઓછો પહોંચશે. ઓછા પ્રકાશમાં જોવા માટે આંખોએ ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે. પરિણામે ત્યાંના લોકોની આંખોનું કદ વધતું જશે.
-
મંગળની મેગ્નેટિક ફિલ્ડ નથી માટે ત્યાં કોસ્મિક રેડિયેશન વધુ છે. આ રેડિયેશન આપણાં ડીએનએ ને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ડીએનએ માં મ્યૂટેશન આવે છે. ટૂંકમાં મંગળના લોકો ઝડપથી મ્યૂટેટ થશે. સરળ ભાષામાં તેઓના ચહેરા, કદ વગેરેમાં ઝડપથી બદલાવ આવશે અને અમુક સમય પછી એવું પ્રતિત થશે કે તેઓ એક અલગ જ પ્રજાતિ છે. અત્યારસુધી આપણને મંગળ ઉપર કોઇપણ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ નથી મળ્યાં. તેથી સૂક્ષ્મજીવાણુઓ વડે થતી બીમારીઓ જેવીકે શરદી, તાવ, મેલેરિયા વગેરેથી ત્યાંની આવનારી પેઢી બિલકુલ અજાણ હશે. માટે તેમનું રોગપ્રતિકારક તંત્ર પૃથ્વીવાસીઓની તુલનાએ સિમિત/નબળું થતું જશે. સમય વિતતા તેમનું રોગપ્રતિકારક તંત્ર વાયરસ/બેક્ટીરિયા વિરૂધ્ધ લડવાનું ભૂલતું જશે. કેમકે ત્યાં આ બધા સૂક્ષ્મજીવો નથી માટે લડવાનો સવાલ જ પેદા નથી થતો.
-
પરંતુ!! જો કોઇ મનુષ્ય પૃથ્વી ઉપરથી ત્યાં જશે ત્યારે તેઓને આ બધી બીમારી થવાની શક્યતાઓ વધી જશે. માટે મંગળવાસીઓ પૃથ્વીવાસીઓને પ્રવેશ આપવાનું ટાળશે. બની શકે એવો સમય પણ આવે કે તેઓ પૃથ્વીવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવે. તો આ બધા મુદ્દા હતાં જે ઉપરથી એવું તારણ નીકળે કે મંગળ અને પૃથ્વી ઉપર બિલકુલ ભિન્ન જીવન હશે અને આગળ જતાં તેમાં વધુ વિસંગતિઓ આવશે. ટૂંકમાં માનવ પ્રજાતિ બે ભાગમાં વહેંચાઇ જશે.

No comments:
Post a Comment