Wednesday, July 20, 2022

Gender gap

 


 

ભારતમાં મહિલાઓએ રાજનૈતિક, આર્થિક, શિક્ષા અને સામાજીક અધિકારો માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વૈશ્વિક સ્તરે બહાર પાડવામાં આવેલા ઘણા અહેવાલો હકીકતને પ્રમાણિત કરે છે. હાલમાંજ લિંગ આધારિત ભેદભાવ ઉપર ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2022 સામે આવ્યો છે. જે અનુસાર કુલ 146 દેશોમાં ભારત 135 માં સ્થાને બિરાજમાન છે. મતલબ ભારત દુનિયાના છેલ્લા એવા અગિયાર દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ લૈંગિક અસમાનતા મૌજૂદ છે. દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાઓમાં ભારત ત્રીજા ક્રમે છે. ભારત કેવળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આગળ છે. લૈંગિક અસમાનતા મામલે ભારત તેના પાડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ અને ભૂટાનથી ઘણું પાછળ છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ રેન્ક સાથે 71માં ક્રમાંકે છે.

-

એક ઉદાહરણ જુઓ....લોકસભામાં 543 સીટો માંથી કેવળ 78 તથા રાજ્યસભામાં 245 સીટો માંથી કેવળ 25 સીટો ઉપર મહિલાઓ પ્રતિનિધિત્વ કરે છે. અર્થાત કુલ મળીને આખી સંસદમાં કેવળ 103 મહિલાઓ છે. મતલબ 14% થી પણ ઓછું પ્રતિનિધિત્વ. સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વને લઇને ભારતના આંકડા 140 દેશો કરતા પણ ખરાબ છે. સમગ્ર સંસદમાં પુરૂષોનું વર્ચસ્વ છે. મહિલાઓને અડધી હિસ્સેદારી તો દૂરની વાત છે પરંતુ હજુ સુધી સંસદ 33% મહિલા અનામતનું બિલ પણ પાસ કરી શકી નથી પણ ત્યારે જ્યારે સરકાર સ્પષ્ટ બહુમતીમાં છે. તો હે મહિલાઓ! ઉપરથી અંદાજો લગાવો કે તેઓને તમારી કેટલી બધી ચિંતા છે!!

-

વિધાનસભાઓની સ્થિતિ તો ખુબજ દયનીય છે. વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ મહત્તમ 13.8% રાજસ્થાન અને ન્યૂનતમ નાગાલેન્ડમાં એકપણ નહીં. ઉત્તરપ્રદેશ જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં પણ માત્ર 7.9% જેટલું મહિલા પ્રતિનિધિત્વ છે. આઝાદી પછી 1952 માં UK ની સંસદમાં મહિલાઓની ભાગીદારી 1.1% હતી અને ભારતમાં 4.5% જેટલી હતી. આજે આપણે એમનાથી ઘણા પાછળ છીએ. gender biasness નું તો પુછવુ શું? રાષ્ટ્રપતિ, ચેરમેન, ઉદ્યોગપતિ, workforce ને બદલે manpower વગેરે. આપણી પાસે એક gender neutral શબ્દકોશ પણ ઉપલબ્ધ નથી. મહિલાઓની સમસ્યા હજીપણ પુરૂષોની નજરે જ જોવાય છે. હાલત છે આપણી....

 


No comments:

Post a Comment