આઇ
લવ યુ, ક.....ક.....ક.....કિરન. ડર ફિલ્મમાં શાહરૂખ ખાન દ્વારા બોલાયેલ આ ડાયલોગ ઘણો પ્રસિધ્ધ થયો હતો. વેલ, અહીં વાત ફિલ્મની નહીં પરંતુ Stammering એટલેકે તોતડાવું/અચકાતાં-અચકાતાં બોલવાની કરવી છે. Stammering શેને આભારી છે? શા માટે લોકો તોતડાય છે? શું આ કોઇ રોગ છે? અગર રોગ છે તો શું તે સાજો થઇ શકે છે? ચાલો જોઇએ....
-
અમુક લોકો અચકાતાં-અચકાતાં કેમ બોલે છે? એ જાણતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણે કઇરીતે બોલી શકીએ છીએ? મગજના અલગ-અલગ ભાગો અલગ-અલગ કાર્ય કરવામાં આપણી મદદ કરે છે. જેમકે કોઇ વસ્તુને આપણે જોઇએ છીએ, કંઇક સાંભળીએ છીએ અથવા કંઇક સ્પર્શનો અનુભવ કરીએ તેના પ્રત્યુત્તરરૂપે જો આપણે કંઇક બોલવા માંગીએ તો સૌપ્રથમ આપણે આપણાં મગજમાં એક વાક્ય બનાવીએ છીએ. તે વાક્ય મગજના એક ખાસ ભાગમાં બને છે. જેને Wernicke's area કહે છે. જેની શોધ વૈજ્ઞાનિક Carl Wernicke એ કરી હતી. હવે જો આપણે તે વાક્યને બોલવા માંગીએ તો Wernicke's area મગજના અન્ય એક ભાગને સંદેશો મોકલે છે. જેને Broca's area કહે છે(જુઓ મુખ્ય ઇમેજ). આ ભાગ આપણી સ્વરગ્રંથિને ધ્રુજાવવામાં મદદ કરે છે. જેથી આપણાં મોઢામાંથી અવાજ નીકળી શકે અને આપણે તે વાક્ય બોલી શકીએ. ટૂંકમાં બોલવાની પ્રક્રિયા મુખ્યત્વે આ બે ભાગોના સહાય વડે ઘટિત થાય છે.
-
અત્યારસુધીના થયેલા સંશોધન મુજબ એ જાણી શકાયુ છે કે તોતડાતા કે અચકાતાં-અચકાતાં બોલતા લોકોના Broca's area માં C.B.F ઘણું ઓછું હતું. C.B.F એટલે Cerebal Blood Flow. સરળ ભાષામાં મગજનો તે ભાગ જે આપણી સ્વરગ્રંથિને ધ્રુજાવે છે તેમાં લોહી સાધારણ વ્યક્તિની તુલનાએ ગ્રસિત વ્યક્તિમાં ઓછી માત્રામાં પહોંચી રહ્યું હતું. આજ કારણ છે જેથી તેઓ બોલવામાં થોથવાય છે. તેઓના મગજમાં વાક્યરચના તો બને છે તેમજ તેમની જીભ અને ગળામાં પણ કોઇજ તકલીફ નથી હોતી, તકલીફ ફક્ત તેમનાં Broca's are ની હોય છે જેમાં લોહી ઓછું પહોંચે છે.
-
તેથી આ કોઇ રોગ નથી. જોકે તેનો સચોટ ઇલાજ તો હજીસુધી સંભવ નથી પરંતુ થોડી કસરત અને ટેકનિક વડે તેમાં સુધારો અવશ્ય કરી શકાય છે.

No comments:
Post a Comment