Friday, June 19, 2020

રંગભેદ





અમેરિકામાં હાલમાંજ એક અશ્વેત શખ્સ George Floyd ની મૃત્યુ ઉપર કોહરામ મચ્યો છે. જણાવી દઉં કે વિરોધમાં ફાટી નીકળેલ તોફાન અંતર્ગત અત્યાર સુધી 17 લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. કોહરામ તેમજ મૃત્યુ પાછળનું કારણ જાણવા પહેલાં તેના પાછળની માનસિકતા જાણવી ખુબજ જરૂરી છે. જેવીરીતે માનવતા ઉપર સૌથી જઘન્ય અપરાધ નૈતિકતા માટે થાય છે(યાદરહે યુદ્ધને પણ કાનૂની માન્યતા પ્રાપ્ત છે), એજ પ્રમાણે સમાજના એક સમુદાય ઉપર સૌથી જઘન્ય ક્રાઇમ કાયદા અને વ્યવસ્થાના નામે થાય છે. અમેરિકાના કેટલાંક તથ્યો જેનાથી તેમના સભ્ય સમાજની ક્રૂરતા વિષે જાણીને આપ દંગ રહી જશો.
-
(1) અમેરિકાની વસ્તી સમગ્ર વિશ્વના લગભગ(નવા ડેટા મુજબ) 4.25% છે તેમજ ત્યાંની જેલોમાં કેદ કેદીઓની આબાદી સમગ્ર વિશ્વના કેદીઓની વસ્તિના 25% છે(મતલબ જગતમાં હર ચાર કેદીઓમાંથી એક કેદી અમેરિકાની જેલમાં છે). ટૂંકમાં 23 લાખ લોકો અમેરિકન જેલમાં છે.
(2) સરેરશ ત્રણમાંથી એક બ્લેક અમેરિકન નાગરિક સમગ્ર જીવન દરમિયાન એકવખત જેલમાં જાય છે.
(3) અમેરિકામાં અશ્વેત નાગરિકોની આબાદી 6.5% છે પરંતુ જેલમાં તેમની આબાદી 41% છે. (4) 1850 માં જેટલી અશ્વેતોની કુલ વસ્તી હતી, આજે તેનાથી વધુ અશ્વેતો જેલમાં કેદ છે.
(5) સૌથી મહત્વપૂર્ણ વાત....જેટલાં લોકો જેલમાં છે તેમાંના 97% નું કોઇજ ટ્રાયલ ચલાવવામાં નથી આવ્યું. કેમકે ત્યાં પ્લી-બારગેઇન(Plea Bargain) નું પ્રોવિઝન છે. એટલેકે પોલીસ ધરપકડ કરીને કહે છે કે અગર તમે ટ્રાયલમાં જશો તો જીંદગીભર જેલમાં સબડશો અને જો સ્વીકારી લેશો તો 4 થી 5 વર્ષમાં મુક્ત થઇ જશો. ત્યાં બેલ એટલી મોંઘી છે કે કેવળ સંપન્ન વ્યક્તિઓ એફોર્ડ કરી શકે છે.
(6) કેટલાંક રાજ્યોમાં મોટી સંખ્યામાં અશ્વેતો જેલમાં છે તેમજ તેમને મતાધિકાર નથી. ઉદાહરણ તરીકે અલાબામાં 30% અશ્વેત પુરૂષો વોટ નથી આપી શકતાં કેમકે રાજ્યના હિસાબે તેઓ ક્રિમિનલ છે.
-
જ્યારે સમાજ ઘણાં સમૂહો અને વર્ગોમાં વહેંચાયેલો હોય અને તેમાંથી એક વર્ગ/સમૂહ જ્યારે સત્તામાં આવે તથા કહે કે કાનૂન વ્યવસ્થા ઉપર જોર આપવામાં આવશે, તો સમજી જાઓ કે કોને ટાર્ગેટ કરાશે. અમેરિકામાં જેલમાં સંખ્યા વધવાની પાછળ પણ ઇતિહાસ છે. જે 1980 થી શરૂ થયો હતો. કેદીઓની સંખ્યા પ્રમાણે વધી.
1970 = 3.6 લાખ
1980 = 5.1 લાખ
1985 = 7.6 લાખ
1990 = 11.8 લાખ
2000 = 20.2 લાખ
2016 = 23.3 લાખ
-
અગર કોઇ શ્વેત છોકરાને પોલીસ નશો કરતા પકડે, તો તેને ભટકી ગયેલ માની એક-બે થપ્પડ મારી 'ઇમાનદાર' પોલીસવાળો પણ છોડી દે છે પરંતુ અશ્વેતને લાઇફટાઇમ જેલમાં સડવું પડે છે. અહીં ઇમાનદાર પોલીસવાળાનો મતલબ છે કે તેને ખરેખર એવું લાગે છે કે તેણે જે કંઇ કર્યું તે બિલકુલ નૈતિક હતું. "સ્ટેટ એન્ડ ગ્રાઉન્ડ પોલીસી" અંતર્ગત જરા અમસ્તી વાત ઉપર ગોળી મારવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું. એક અશ્વેત છોકરા દ્વારા રેપ અને મર્ડર કરાતા સમગ્ર દેશમાં આંદોલન થયું હતું. જેની ઉપર ટ્રમ્પે અગ્રણી અખબારમાં તેને કેપિટલ પનિશમેન્ટ ગણાવી આર્ટિકલ છપાવ્યા હતાં. તેને સજા થાય છે. બાદમાં ખબર પડે કે તે નિર્દોષ છે.
-
અહીં પ્રાઇવેટ prison(કારાગૃહ) ખુબ મોટો બિઝનેસ છે. કાયદા વ્યવસ્થાના નામે સરકાર ALEC(American Legislative Exchange Council) નામની એક પ્રાઇવેટ સંસ્થા પાસે અધિકતર કાયદાઓનું ડ્રાફ્ટિંગ કરાવે છે. સરકારના કાયદા બનાવનારા કાયદાશાસ્ત્રીઓ ખુદ સંસ્થામાં 25% જેટલા તો સભ્યો છે. બિલિયનો ડોલરના ધંધામાં કેટલીય કંપનીઓ ભાગીદાર છે. ત્યાંની જેલો પ્રાઇવેટ કંપની હસ્તક છે. માટે સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેના રૂમો ખાલી રહે. શક્ય તેટલાં ભરેલા રાખવામાં આવે છે. જેલ પ્રાઇવેટ કંપનીઓ મેઇન્ટેન કરી રહી છે માટે તેઓ ખાસ ધ્યાન રાખે છે કે શક્ય એટલી ઓછી જગ્યામાં, બારી વગરના ઉજાસપૂર્ણ રૂમો બની શકે તેવા તેઓ બનાવે છે. તેમજ તેમાં એક ટોઇલેટની વ્યવસ્થા પણ કરી દેવાય છે. હવે જેલોને કેદીઓથી ધબકતી રાખવા શું કરવું પડે?? (સોર્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ "13th")

No comments:

Post a Comment