Monday, June 1, 2020

વિકાસ




એક એવો દેશ જે આવનારા 50 વર્ષોનું આયોજન કરી રહ્યો છે. સડકમાર્ગ, રહેઠાણો, ડ્રેનેજ સિસ્ટમ, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતી, ટેકનોલોજી, શિક્ષણ, ટ્રાફિક, પરિવહન, પર્યાવરણ, આરોગ્ય જેવા સઘળા ક્ષેત્રોમાં સુધારા અર્થે ભવિષ્યનું માઇક્રોપ્લાનિંગ કરી રહ્યો છે. જી હાં, તે દેશ છે......સિંગાપુર. ખુબજ નાનો દેશ જેની વસ્તિ છે 60 લાખ, ક્ષેત્રફળ 721.5 km^2(લગભગ દિલ્હી જેટલું). મતલબ ખુબ નાનો દેશ છે છતાં તેની રેવેન્યુ ભારત કરતાં ખુબ વધારે છે. તો ચાલો નજર કરીએ તેમના ભવિષ્યના વિઝન ઉપર.
-
સિંગાપુર આવનારા સમયમાં રહેવા માટે લગભગ દસ લાખ ફ્લેટ બનાવવાનું આયોજન કરી રહ્યું છે પરંતુ તેની પાસે જમીન ખુબજ ઓછી છે. માટે સિંગાપુર દરિયો પુરીને નવી જમીનો વિકસાવી રહ્યું છે(ટાપુ રૂપે) જેને Land Reclamation કહે છે. લગભગ 23% જેટલી જમીનનું નિર્માણ તે કરી ચૂક્યુ છે(જુઓ નીચેની ઇમેજ-1 માં લાલ રંગે દર્શાવેલ ભાગો). શરૂઆતમાં ટાપુઓ જમીન સાથે જોડાયેલા હોય છે. બાદમાં સંપૂર્ણરીતે નિર્માણ કરી તેઓને જમીનથી અલગ કરી દેવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ-2).



-
હવે વાત કરીએ જમીનની અંદરની. તેઓ જમીનની અંદર શોપિંગ મોલ બનાવી રહ્યાં છે. ફક્ત મોલ નહીં પરંતુ ટ્રેન વ્યવસ્થા, ફાઇબર ઓપ્ટીકલ કેબલના નેટવર્ક, પાર્કિંગ, સડકો વગેરે ઘણી ચીજોનું નિર્માણ તેઓ અન્ડરગ્રાઉન્ડ કરી રહ્યાં છે. વરસાદી પાણીના સંગ્રહ માટે રસ્તા ઉપર નાના-નાના Basin બનાવી તે પાણીનો અલગથી સંગ્રહ કરી ફરી ઉપયોગ કરવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ-1). વરસાદી પાણી અને ગટરના પાણી બંન્નેના નિકાલ માટે અલગ-અલગ વ્યવસ્થા હશે. એમની ગટર યોજના પણ ખુબજ આધુનિક હશે(જુઓ નીચેની ઇમેજ-2). દેશમાં ફક્ત સિમેન્ટના જંગલો નહીં પરંતુ વન્યજીવન તેમજ પાર્કની પણ અદભુત વ્યવસ્થા હશે.


-
તેઓ માને છે કે હવે આપણે ધીમેધીમે vertical heights તરફ જઇ રહ્યાં છીએ, ઉંચી ઉંચી ઇમારતો બની રહી છે. માટે આપણને vertical transportation ની પણ જરૂર છે. ઉંચી ઇમારતો ઉપર સામાનની હેરાફેરી માટે ત્યાંની SkyWays કંપની ડ્રોન ટેકનોલોજી લઇને આવી રહી છે(જુઓ નીચેની ઇમેજ-1). ડ્રોન દ્વારા હરેક જીવન જરૂરિયાતની નાની નાની વસ્તુઓને ઇમારતો ઉપર પહોંચાડવામાં આવશે. વાત ફક્ત આટલેથી અટકતી નથી બલ્કે તેઓ ડ્રોન નેટવર્કનું એક આખુ structure ઉભું કરી રહ્યાં છે. જેના અલગ-અલગ જગ્યાએ stations હશે(જુઓ નીચેની ઇમેજ-2). ત્યાર પછીનું ચરણ ડ્રોન કારનું હશે. વ્યક્તિ સીધો ઉડતી કારમાં બેસી પોતાની ઇમારતના છત ઉપર ઉતરશે(જુઓ નીચેની ઇમેજ-3).



-
એમની પાસે જમીન ઓછી છે તેથી ખેતી માટે તેઓ vertical farming તરફ જઇ રહ્યાં છે. કુત્રિમ લેબ તૈયાર કરવામાં આવશે જેનું temperature, humidity, light duration & wave length, oxygen, co2 વગેરેને કંટ્રોલ કરી અનાજ તેમજ શાકભાજી ઉગાડવામાં આવશે(જુઓ નીચેની ઇમેજ-1,2). તેઓનું food innovation & resource centre ખુબજ પ્રભાવશાળી છે(જુઓ નીચેની ઇમેજ-3). થ્રીડી(3D) મશીનોની સહાયથી ત્યાં ખોરાક બનશે. તેઓ એક એવી ઘડિયાળ બનાવી રહ્યાં છે જેના દ્વારા આપ પોતાના શરીરના અલગ-અલગ પેરામીટર્સને હરઘડી મોનિટર કરી શકશો. મતલબ ઘડિયાળમાંજ આપને આપનું સુગર, પલ્સરેટ, બ્લડપ્રેશર વગેરે દેખાશે. જ્યારે આપ કોઇપણ હોટલ/રેસ્ટોરન્ટમાં જશો ત્યારે ત્યાંના 3D મશીનો આપની ઘડિયાળ સાથે ઓટોમેટિક વાઇફાઇ વડે જોડાઇ જશે અને આપના પેરામીટર્સને વાંચી તે અનુસાર વાનગીઓ બનાવશે. જેમકે ધારોકે તમને સુગર વધુ છે તો વાનગીમાં સુગરનું પ્રમાણ ઘટાડી દેશે, બ્લડપ્રેશર વધુ છે તો મીઠાનું પ્રમાણ ઘટાડી નાંખશે(જુઓ
નીચેની ઇમેજ-4). ટૂંકમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને costomised food બનાવવામાં આવશે.




-
ત્યાં મેડિકલ ક્ષેત્રે automation આવી રહ્યું છે. ઓપરેશન/સર્જરી રોબોટિક્સની સહાય વડે થશે. 2013 માં સાઉથ એશિયામાં ઘણી મોટી આગ લાગી હતી. જેના કારણે ખુબ મોટી માત્રામાં ધુમાડો ઉત્પન્ન થયો હતો અને ધુમાડાએ સિંગાપુરને પણ ઘેરી લીધું હતું. તે સમયે તેમણે નોંધ્યું કે આપણી પાસે જેટલા પણ માસ્ક છે તે બાળકો માટે યોગ્ય નથી. તકલીફને ભવિષ્યમાં નાથવા માટે તેમણે એક સ્પેશ્યલ પ્રકારનું માસ્ક બનાવ્યું છે. જેને smart air mask કહેવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ-1). જેમાં એક માઇક્રો વેન્ટિલેટર છે. જેનાથી હવા ફિલ્ટર થઇને અંદર આવે છે. ત્યાંની TFI નામક કંપની વીજળીને વાયરલેસ કરવા જઇ રહી છે(જુઓ નીચેની ઇમેજ-2). જેના માટે તે બે નુસખા અજમાવી રહી છે, યા તો વીજળીને પ્રકાશ વડે અથવા રેડિયોવેવ વડે transmit કરાશે. જેથી ભવિષ્યમાં ત્યાં કોઇપણ પ્રકારના વાયરો નહીં દેખાય. સિંગાપુરનું શિક્ષણતંત્ર હાલમાં ઉચ્ચ કક્ષાનું છે છતાં તેને ઓર બહેતર બનાવવા માટે સ્કૂલોમાં problem solving ને ખુબ પ્રધાન્ય અપાય રહ્યું છે. ફક્ત બાળકોને નહીં પરંતુ વૃદ્ધોને પણ પ્રશિક્ષિત કરાશે. જેમકે હર વ્યક્તિને મોબાઇલ ચલાવતા, પ્રાથમિક સારવાર કરતાં આવડવું જોઇએ.


-
સિંગાપુર એક સ્માર્ટ સિટિ બનવા જઇ રહ્યું છે જેના માટે તે internet of things દાખલ કરવા જઇ રહ્યું છે. મતલબ તમામ વસ્તુઓમાં નાની ચિપ્સ લાગેલ હશે અને તે ઇન્ટરનેટ સાથે connected હશે. પછી તે ટેક્ષી હોય, ફ્રીજ હોય, એસી હોય કે પંખો હોય. આવુ તો હજી ઘણું તેઓ introduce કરી રહ્યાં છે. કેટલી ચિંતા, કેટલી લાગણી, કેટલી કાળજી છે તેઓને દેશ અને દેશવાસીઓ પ્રત્યે. જેના માટે તેઓ આટલું એડવાન્સ પ્લાનિંગ કરી રહ્યાં છે અને આપણે???



No comments:

Post a Comment