Monday, June 15, 2020

Parallax Effect





ક્યારેક દસ ફૂટ દૂરની વસ્તુ ઉપર ફોકસ કરીએ અને તેની વચ્ચે આપણી એક આંગળી મુકીએ તો આંગળીની સંખ્યા બે દેખાય છે(ફોકસ પેલી દસ ફૂટ દૂરની વસ્તુ પર હોય ત્યારે). આવું કેમ? આને Parallax Effect કહે છે. આમ તો આનો જવાબ એકજ ફકરામાં આપી શકાય તેમ છે પરંતુ ઇફેક્ટ દૂરના તારાઓના અંતરને માપવા માટેની એક પધ્ધતિ પણ છે. માટે ચર્ચા જરૂરી થઇ પડે છે. તો ચાલો જોઇએ શું છે ઇફેક્ટ?
-
જ્યાં પણ તમે હાલ મૌજૂદ છો ત્યાં કોઇ થોડી દૂરની વસ્તુને પસંદ કરી લ્યો. જેમકે કોઇ દિવાલ, તસવીર વગેરે કંઇપણ. હવે તમારા જમણાં હાથના અંગૂઠાને બિલકુલ તે વસ્તુ અને તમારી આંખોની સીધમાં રાખો. હવે કોઇપણ એક આંખને બંધ કરી અંગૂઠાને જુઓ. ત્યારબાદ તે આંખને ખોલી બીજી આંખને બંધ કરીને જુઓ. તમને એવું લાગશે જાણે અંગૂઠો shift થઇ રહ્યો છે. shifting ને Parallax કહે છે. હવે સવાલ ઉદભવે છે કે આવું કેમ થાય છે? જવાબ છે તમારી line of sight(દ્રષ્ટિ રેખા) અલગ-અલગ હોય છે. તમને એવું પ્રતિત થાય છે કે અંગૂઠો shift થઇ રહ્યો છે પણ અંગૂઠો તેની જગ્યાએ fix છે. હકિકતે તમે જે તમારો sight of view છે તેને બદલો છો. જેટલો અંગૂઠો આંખોથી દૂર હશે તેટલો તેમાં Parallax ઓછો હશે અને જેટલો નજીક હશે તેટલો Parallax વધુ હશે.
-
આપણે બે અલગ પોઇન્ટથી એકજ અંગૂઠાને જોઇ રહ્યાં છીએ અને તે બંન્ને પોઇન્ટ વચ્ચેનું અંતર છે 6.5 સેન્ટીમીટર(એટલેકે બે આંખો વચ્ચેનું અંતર) છે. અંતરને બેઝલાઇન પણ કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે દૂરના કોઇ તારાને રીતે જોઇએ તો તેમાં કોઇપણ પ્રકારનું shifting નહીં દેખાય. કેમ? કેમકે અંતર ઘણું વધુ છે અને બેઝલાઇન ઘણી નાની. જો આપણે તારાના Parallax ને જોવું હોય તો બેઝલાઇનના અંતરને વધારવું પડશે. જે માટે આપણે પૃથ્વીની ભ્રમણકક્ષા(orbit) ના વ્યાસ(diameter) ને બેઝલાઇન તરીકે પસંદ કરીએ છીએ. Parallax નો અનુભવ તમે મુસાફરી દરમિયાન પણ કર્યો હશે. જો તમે ગાડીમાં મુસાફરી કરી રહ્યાં હો અને બારીની બહારની વસ્તુઓને જોશો, તો જે વસ્તુઓ નજીક હશે તે ઝડપથી પસાર થઇ જશે અને જે વસ્તુઓ દૂર હશે તે ઘણી ધીમેધીમે પસાર થશે. જેનું કારણ પણ એજ છે કે જે વસ્તુઓ નજીક હોય છે તેમાં Parallax shift વધુ હોય છે અને દૂરની વસ્તુઓમાં Parallax shift ઓછું હોય છે.
-
પધ્ધતિ વડે ધારોકે આપણે સૂર્ય/પૃથ્વીથી નજીક કોઇ તારાનું અંતર માપવું છે(જુઓ ધ્યાનથી ઇમેજ). જેમાં દર્શાવ્યુ છે કે પૃથ્વીની ભ્રમણકક્ષા લગભગ 300 મિલિયન(30 કરોડ) કિ.મી. છે. એટલેકે આપણી બેઝલાઇન 30 કરોડ કિ.મી. લાંબી છે(wow!!). જમણી બાજુ એક તારો છે જેનું અંતર આપણે માપવું છે. તેનાથી દૂર અન્ય બીજા ઘણાં તારાઓ છે. જેઓ ખુબજ લાંબા અંતરે છે. તેથી તે તારાઓમાં આપણને Parallax effect નહીં દેખાય. હવે જ્યારે પૃથ્વી સૂર્યના એક છેડા ઉપર હોય એટલેકે જાન્યુઆરી તરફ ત્યારે લાલ કલરમાં દર્શાવેલ તારાની સ્થિતિ કંઇક અલગ હશે અને બીજા છેડા એટલેકે જુલાઇ તરફ હોય ત્યારે તારાની સ્થિતિ કંઇક ઓર હશે(જુઓ ઇમેજનો નીચેનો ભાગ). ટેકનિકમાં Parallax angle ને માપી થોડી મેથેમેટિકલ ફોર્મ્યુલા વડે જે તે તારાનું અંતર માપી શકીએ છીએ.

1 comment: