માનવી કેટલું નજીકનું દ્રશ્ય જોઇ શકે છે? જવાબ છે.....25 સેન્ટીમીટર. મતલબ કોઇ વસ્તુ જો આપણી આંખોથી 25 સે.મી ના અંતરે હોય ત્યાંસુધી આપણે તેને સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. 25 સે.મી થી ઓછા અંતરની વસ્તુઓ ધુંધળી દેખાશે. ઓકે આ તો થઇ નજીકની વાત પરંતુ માનવી કેટલું દૂર સુધીનું જોઇ શકે છે? જવાબ છે......infinite એટલેકે અનંત. સૈદ્ધાંતિક રીતે તો આપણે અનંત સુધી જોઇ શકીએ છીએ પરંતુ શું પ્રેક્ટિકલી આપણે અનંત સુધી જોઇ શકીએ છીએ? સ્વાભાવિક છે જવાબ 'ના' જ હશે. તો પછી અહીં સવાલ એ ઉઠે છે કે આપણી આંખો ખરેખર કેટલું દૂરનું જોઇ શકે છે? ચાલો થોડી તપાસ કરીએ.
-
હર
મનુષ્યની eyesight(જોવાની શક્તિ) અલગ-અલગ હોય છે. એક નોર્મલ eyesight વાળો વ્યક્તિ કેટલા દૂર સુધી જોઇ શકે છે તે મુખ્યત્વે બે પરિબળો ઉપર નિર્ભર કરે છે(યાદરહે અહીં આપણે પૃથ્વી ઉપર સ્થિત વસ્તુને જોવાની વાત કરીએ છીએ). (1) પૃથ્વીની સપાટીની વક્રતા(earth surface curvature) (2) તેની આંખો પૃથ્વીની સપાટીથી કેટલી ઉંચાઇએ છે.
-
એક
સરેરાશ ભારતીય પુરૂષની ઉંચાઇ 5 ફૂટ 5 ઇંચ હોય છે. માટે તે લગભગ 4.6 કિલોમીટર દૂર સુધીનું જોઇ શકે છે. એજ પ્રમાણે એક ભારતીય સ્ત્રીની સરેરાશ ઉંચાઇ 5 ફૂટ 1 ઇંચ હોય છે. માટે તે લગભગ 4 કિલોમીટર દૂર સુધીનું જોઇ શકે છે. યાદરહે અહીં એ સ્થિતિની આપણે વાત કરી રહ્યાં છીએ જ્યાં જમીન ઉપર તમે ઉભા હો તેમજ કોઇપણ વસ્તુ તમારી દ્રષ્ટિને અવરોધતી ન હોય. ટૂંકમાં સપાટ મેદાન હો(કોઇ મકાન, વૃક્ષ વગેરે ન હો). દુનિયાના સૌથી ઉંચા વ્યક્તિ અમેરિકાના Robert Wadlow હતાં. તેમની ઉંચાઇ 8 ફૂટ 11 ઇંચ હતી. ઉંચાઇ મુજબ તેઓ 6 કિ.મી. દૂર સુધીનું જોઇ શકતા હતાં. એવું જરૂરી નથી કે દૂરનું જોવા માટે તમારી ઉંચાઇ વધુ હોવી જ જોઇએ. તમે જો કોઇ ઉંચી ઇમારત ઉપર હો તો પણ તમારી viewing range વધી જશે.
-
મનુષ્યે બનાવેલ સૌથી ઉંચી ઇમારત છે દુબઇની બુર્જ ખલીફા. તેના top floor ની ઉંચાઇ 584.5 મીટર છે. તેના top floor ઉપર ઉભા રહી જોશો તો આપ ચારેય દિશાઓમાં લગભગ 84 કિ.મી. દૂર સુધીનું જોઇ શકશો. એજ રીતે અગર એવરેસ્ટ ઉપર ઉભા રહી આસપાસ જોશો તો આપ લગભગ 340 કિ.મી. દૂર સુધીનું જોઇ શકશો. યાદરહે અહીં આપણે જેટલી પણ ચર્ચાઓ કરી રહ્યાં છીએ તે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને કરી રહ્યાં છીએ. જેમકે હવા બિલકુલ સ્વચ્છ હશે. કેમકે હવામાં જે પ્રદુષિત કણો હોય છે તે એટલાં ઘટ્ટ(dense) હોય છે કે તેઓ આપણાં વિઝનને પણ બ્લોક કરી નાંખે છે.
-
આતો થઇ Horizontal(સમાંતર) દ્રષ્ટિની વાત. હવે કરીએ Vertical(ઉભા) દ્રષ્ટિની વાત(એટલેકે
અંતરિક્ષ
તરફ). પૃથ્વીથી 16308 પ્રકાશવર્ષ દૂર Cassiopeia constellation માં મૌજૂદ V762 cas નામક તારો સૌથી દૂરનો તેવો વ્યક્તિગત પદાર્થ છે જેને આપણે નરી આંખે જોઇ શકીએ છીએ. અગર આકાશ સ્વચ્છ હો અને લાઇટનું પ્રદુષણ ઓછું હો તો 25 લાખ પ્રકાશવર્ષ દૂર સ્થિત એન્ડ્રોમેડા ગેલેક્ષીને આપ નરી આંખે જોઇ શકો છો. અહીં નરી આંખે દૂર સુધી જોવાની મર્યાદા આવી જાય છે. પરંતુ અગર ટેલિસ્કોપની મદદથી જોવાની વાત કરીએ તો આ મર્યાદા ખુબ વિસ્તરી જાય છે. ટેલિસ્કોપ દ્વારા અત્યારસુધી સૌથી દૂરની જોવાયેલ ચીજ છે....GN-Z11 ગેલેક્ષી. જે આપણી પૃથ્વીથી લગભગ 3196 કરોડ પ્રકાશવર્ષ દૂર છે.
-
ટૂંકમાં પ્રેક્ટિકલી આપણે કેટલું દૂર સુધી જોઇ શકીએ છીએ તે સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે આજે પણ એક રહસ્ય છે.

No comments:
Post a Comment