આપણે જાણીએ છીએ કે, આપણા બ્રહ્માંડનો ઉદભવ બિગબેંગ દ્વારા થયો તેમજ એ પણ જાણીએ છીએ કે, બ્રહ્માંડ નિરંતર ફેલાઇ રહ્યું છે. આ ઘટનાક્રમે એક સવાલને જન્મ આપ્યો કે....શું બ્રહ્માંડ હંમેશા ફેલાતું જ રહેશે? જો ફેલાતું રહે તો સૂર્યમંડળો, આકાશગંગાઓને જકડી રાખનાર ગ્રેવિટિનું બંધન તોડી સઘળો પદાર્થ ફંગોળાઇને ક્યાંક ચાલ્યો જશે જેને Big Rip કહે છે. બીજી સ્થિતિ....જો બ્રહ્માંડ ફેલાતું રહ્યું તો એક સમય એવો આવશે કે, બ્રહ્માંડની તમામ ઊર્જા ખતમ થઇ જશે(કેમકે તાપમાન ખુબજ નીચું જતું રહેશે)---તારાઓ, બ્લેકહોલ વગેરે સઘળું ખતમ થઇ જશે અને બ્રહ્માંડ એક ભેંકાર ઠંડાગાર નરકમાં ફેરવાઇ જશે. જ્યાં ન કોઇ ગતિવિધિ હશે અને ન કોઇ પ્રકાશ. ટૂંકમાં, બ્રહ્માંડ સ્થિર થઇ જશે. આને Big Freeze કહે છે. ત્રીજી સ્થિતિ....જો બ્રહ્માંડ ફેલાઇ રહ્યું છે અને નવું સ્પેસ(પદાર્થ) પણ પેદા થઇ રહ્યું છે, તો ગ્રેવિટિ હાવી થઇ જશે અને બ્રહ્માંડ ફરી પાછું સંકોચાઇને સૂક્ષ્મ પોઇન્ટમાં સમાઇ જશે(બિલકુલ એક ઊંધુ બિગબેંગ) જેને Big Crunch કહે છે(જુઓ નીચેની ઇમેજ).
-
big crunch ને cyclic universe પણ કહે છે કેમકે આ થીઅરી મુજબ બ્રહ્માંડ સંકોચાય ફરી પાછો બિગબેંગ થાય, બ્રહ્માંડ ફેલાય ફરી સંકોચાય vice versa. આ વિચાર સૌપ્રથમ વખત 1920 માં Alexander Friedman એ આપ્યો. અત્યારસુધી બ્રહ્માંડના ફેલાવા માટે જવાબદાર એવી ડાર્ક એનર્જીને આપણે cosmological constant માનતા હતાં. અર્થાત તેની વેલ્યૂ બ્રહ્માંડમાં હર જગ્યાએ સરખી છે પરંતુ નવા સંશોધને જણાવ્યું કે, ડાર્ક એનર્જીની વેલ્યૂ dynamic છે, અર્થાત તે બદલાતી રહે છે.
-
આ વિષયક Cornell University અને Shanghai Jiao Tong University એ ઘણું સંશોધન કર્યું. આ બંન્ને વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ડાર્ક એનર્જી સર્વે અને Dark Energy Spectroscopic Instrument(DESI) થી ડેટા હાંસિલ કર્યો છે. તેઓના મતાનુસાર બ્રહ્માંડ ફરી પાછું સંકોચાશે. તેમનું કહેવું છે કે આપણા બ્રહ્માંડની આયુ લગભગ 33.3 અબજ વર્ષ છે, તેમાંથી 13.7 અબજ વર્ષ આપણે પસાર કરી ચૂક્યા છીએ. આ મોડલ અનુસાર હજુ 7 અબજ વર્ષ બ્રહ્માંડ ફેલાશે ત્યારબાદ તે સંકોચાવાનું શરૂ કરી દેશે. જ્યારે બ્રહ્માંડ સંકોચાવાનું શરૂ કરી દેશે ત્યારે તારાઓ, આકાશગંગાઓ એકમેકમાં સમાવવા માંડશે, ફળસ્વરૂપ બ્રહ્માંડનું તાપમાન ખુબ વધી જશે અને સઘળો પદાર્થ એક નાના બિંદુમાં સમાઇ જશે(જુઓ નીચેની ઇમેજ).
-
આ ભવિષ્યવાણી ફિલહાલ તો એક દ્રષ્ટિકોણ છે જેને સચ્ચાઇની એરણ ઉપર ચકાસવી પડે એમ છે કેમકે વૈજ્ઞાનિકો માને છે કે, આમાં હજી ઘણી અનિશ્ચિતતા છે. લાર્જ સ્કેલ ઉપર આને ચકાસવું ખુબ જરૂરી છે. છતાં, એ પણ માનવું પડે કે, જે ડેટા(euclid space telescope અને vera c. rubin telescope દ્વારા) મળ્યો છે તેને નકારી શકાય એમ પણ નથી. જોઇએ ભવિષ્યની ગર્તામાં શું છુપાયું છે?
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment