ઘણી જૂની વાત છે. એક વ્યક્તિ ચીન જાય છે ત્યાં તે જુએ છે કે, સ્માર્ટ ફોન અહીં પાણીના ભાવે બની રહ્યાં છે. તો તે ત્યાંથી ફોન લાવી અને ભારતમાં વેચવા માંડે છે. આવી રીતે તે એક કંપની ઊભી કરે છે જે ભારતમાં સેમસંગને પાછળ છોડીને નંબર વન અને ગ્લોબલી દસ સૌથી મોટી સ્માર્ટ ફોન બનાવવા વાળી કંપનીમાં સામેલ થઇ જાય છે. પણ....થોડા વખત પછી કંપનીનો ફિયાસ્કો થઇ જાય છે. આ કહાની છે....રાહુલ શર્મા(micromax કંપનીના સ્થાપક) ની.
-
બીજી સ્ટોરી સાંભળો....HCL નું નામ તમે સાંભળ્યું જ હશે. હાલમાં આ કંપની આઇટી સર્વિસમાં સારું કામ કરી રહી છે પરંતુ વર્ષ 2000 આસપાસ ભારતની લગભગ સઘળી કોલેજો, કોર્પોરેટ ઓફીસોમાં HCL ના જ કોમ્પ્યુટરો આપણને જોવા મળતા. 2000 થી 2008 દરમિયાન કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો. પણ....2013 આવતા સુધીમાં તેમનો માર્કેટ શેર કેવળ 2.5% રહી જવા પામ્યો. 2007 માં તેના શેરની કિંમત લગભગ 300 રૂપિયા જેટલી હતી જે આજે 95% જેટલી ઘટી ફક્ત 16 થી 17 રૂપિયામાં મળે છે. આવું કેમ થયું? એની ચર્ચા પછી પહેલા થોડી ઉપરછલ્લી વાત કરી લઇએ.
-
અત્યારના જેટલા પણ ઇન્ડિયન સ્માર્ટ વોચ બ્રાન્ડ છે તેઓને જુઓ તો, તેઓ પણ એજ કાર્ય કરી રહ્યાં છે જે કેટલાક વર્ષ પહેલાં micromax કરતું હતું. આ બધાએ no value only profit making scheme ને અપનાવી રાખી છે. ભારત હાલમાં જ જાપાન અને uk ને પાછળ છોડી ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવા છતાં અત્યારે તમે આ પોષ્ટ જે મોબાઇલ/લેપટોપ ઉપર વાંચી રહ્યાં છો તેના પ્રોસેસરને બનાવનાર કંપની ભારતની નથી, જે વેબસાઇટ ઉપર તમે આ જોઇ રહ્યાં છો તે ભારતની નથી, જે OS(Operating System) નો તમે ઉપયોગ કરો છો તે ભારતની નથી, જે સર્ચ એન્જિન વાપરો છો તે ભારતનું નથી. તો સવાલ ફક્ત એટલો જ છે કે, જ્યારે આપણી પાસે આટલા બધા રૂપિયા છે તો આપણને કેમ એકેય વિશ્વપ્રસિધ્ધ ભારતીય ટેક બ્રાન્ડ જોવા નથી મળતી?
-
ઊંધુ ન સમજતા, અહીં કહેવાનો મતલબ એટલોજ છે કે આટલા મોટા અર્થતંત્ર ધરાવતા દેશ પાસે એક તો એવી ટેક બ્રાન્ડ હોવી જોઇએ જેનું નામ હું દુનિયાના ગમે તે ખૂણામાં જઇને લઉં તો ત્યાંના લોકોએ એટલિસ્ટ તે બ્રાન્ડનું નામ સાંભળ્યું હોય! HCL અને micromax બંન્ને આ કાર્ય કરી શકે એમ હતાં છતાં કરી ન શક્યાં. જેના એક થી વધુ કારણો છે.
-
(1) 3 E (Environment,
Experience અને Exposure):- આપણી શિક્ષણ પધ્ધતિનું કામ નોકર ઉત્પાદનનું છે જ્યાં experience અને exposure ને કોઇ સ્થાન નથી. બસ, ઊંધુ ઘાલીને રટણ કર્યે રાખો અને માર્ક સારા લાવો. ઘણા લોકો એવા પણ છે જેઓ ઘરેથી પૈસા લઇને એક સ્ટાર્ટ અપ શરૂ કરે છે બિઝનસ પ્રોફાઇલ બનાવવા માટે નહીં પરંતુ પોતાના tinder profile ઉપર CEO અથવા founder લખવા માટે. આ સિવાય copycat માનસિકતા, જોખમ ન લેવું, લાલચ દેખાડવું(અર્થાત જેની પાસે execution skill છે તે એક કંપની શરૂ કરી યા તો તેનો IPO કરી નાંખે છે અથવા કોઇક મોટી કંપનીને તેની કંપની વેચી નાંખે છે) વગેરે. આ સિવાય નિષ્ફળતાનો ડર અને આત્મવિશ્વાસનો અભાવ. એક ભારતીય ફાઉન્ડરમાં ઉપરોક્ત બધા ગુણ તમને મળી જશે અને આ બધી વસ્તુઓ ક્યાંથી આવે છે? 3 E માંથી.
-
આપણે ત્યાં તમે એકવખત નિષ્ફળ જાઓ, દુનિયા તમને ગાળ દેવા આવી જશે કે પહેલા જ તને કીધું હતું ને આ વસ્તુ ના કર. કેટલાય લોકો અખતરો કરી ચૂક્યાં છે, તું શું નવું કરવાનો? સામે છેડે સિલિકોન વેલીમાં જો તમે નિષ્ફળ જાઓ તો તેને badge of honor તરીકે ગણવામાં આવે છે. હાં, આ વસ્તુમાં જોખમ છે પરંતુ આવા જ જોખમો ઉઠાવી વિશ્વવિખ્યાત કંપનીઓ બને છે.
-
(2) Rules:- આપણે ત્યાં નવી ઉભરતી કંપનીઓને નાના લેવલે જ સરકારની પોલીસીઓ અને નિયમો મારી નાંખે છે. બસ આવા જ નિયમોને કારણે ભારતમાં એક કહેવત પડી ગઇ છે કે, ધંધો કરવો innovation કરવું નથી પણ survive કરવું છે. કોઇને પચાસ લાખના ટર્ન ઓવર પર આઠ લાખની compliance ફી આપવી પડે છે. 2010 માં એપલને ચીનમાં આઇફોન બનાવવાની ફેક્ટરી નાંખવી હતી. ફક્ત ત્રણ અઠવાડિયાની અંદર જ તેમને approval મળી ગયું હતું અને અહીં એક નાની business owner એક નાના અમથા કોપીરાઇટ માટે ત્રણ વર્ષથી કોર્ટમાં લડી રહી છે. ચીનને ટક્કર આપવા તેમજ લોકલ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા PLI સ્કીમમાં કુલ 23 બિલિયન ડોલરનો વપરાશ થવાનો હતો. પાંચ વર્ષ થઇ ચૂક્યાં છે પરંતુ હજી 1.8 બિલિયન ડોલરનો જ વપરાશ થયો છે અને તે પણ કઇ રીતે? business owners ને પોતાની સબસિડી માટે રડાવી-રડાવી ને. સ્કિલનો તો ચાલો મુદ્દો છે પરંતુ આવા જ નિયમોના કારણે ગત સાત વર્ષમાં 18 લાખ ઉદ્યોગો બંધ થઇ ચૂક્યાં છે. જ્યાં આવી બધી ઝંઝટોની ભરમાર હોય ત્યાં કયો વ્યક્તિ પોતાની આવનારી પેઢીને ભારતમાં ધંધો કરવાનું કહેશે?
-
હવે આવે છે એક ખતરનાક મુદ્દો જે આમ જોવા જઇએ તો અભિપ્રાય છે, છતાં કેટલો સાચો છે એ વાચકોએ નક્કી કરવાનું છે. જેની ચર્ચા આવનારી પોષ્ટમાં.
(ક્રમશ:)
.jpg)
No comments:
Post a Comment