આપણા બ્રહ્માંડનું ભવિષ્ય શું છે? શું તે હંમેશા ફેલાતું રહેશે કે સંકોચાઇ જશે કે તેમાં મૌજૂદ પદાર્થો બ્રહ્માંડને ફાડી/ચીરીને તેની બહાર નીકળી જશે? આનો જવાબ કોઇ પાસે નથી પરંતુ હાલમાં મળેલ ડેટાએ એ વાત તરફ નિર્દેશ કર્યો છે કે, બ્રહ્માંડ ભવિષ્યમાં કદાચ સંકોચાઇ જશે જેને Big Crunch કહેવામાં આવે છે એટલેકે બિગબેંગની બિલકુલ વિપરિત ક્રિયા. ચાલો સમજીએ સઘળી મેટર શું છે?
-
અત્યારસુધી આપણે(આઇનસ્ટાઇન અનુસાર) એવું સમજતા હતાં કે, સ્પેસ સ્વયં એક ભૌતિક પદાર્થ છે જેની અંદર પોતાની સ્વયંની ઊર્જા નિહિત છે. તેને સ્પેસની ઊર્જા(vacuum energy density) કહે છે. અર્થાત ડાર્ક એનર્જી સ્વયં સ્પેસનો જ ગુણધર્મ છે. સ્વાભાવિક છે કે, જો ડાર્ક એનર્જી કોઇ પ્રકારના કણો(particle) વડે બની હોત તો તેની energy-density માં સ્પેસના વિસ્તરણ સાથે ઘટાડો થવો જોઇએ પરંતુ ઉપલબ્ધ આંકડાઓ દર્શાવે છે કે, ડાર્ક એનર્જીની ઘનતા(density) સ્થિર છે. આવું ત્યારેજ સંભવી શકે જ્યારે ડાર્ક એનર્જી કોઇ સ્વતંત્ર ભૌતિક પદાર્થ ન હોય ને સ્પેસનું જ પોતાનું અંગ હો. સરળ ભાષામાં સ્પેસ તથા ડાર્ક એનર્જી એક જ વસ્તુ છે.
-
મતલબ આકાશગંગાઓ મધ્યે પદાર્થની અનુપસ્થિતિમાં ડાર્ક એનર્જી નવા સ્પેસ રૂપે ઉત્પન્ન થઇ રહી છે જેના કારણે બ્રહ્માંડનું વિસ્તરણ ઝડપથી થઇ રહ્યું છે. જો બ્રહ્માંડમાં નવા સ્પેસનું નિર્માણ થઇ રહ્યું છે અને આ સ્પેસમાં જ ઊર્જા નિહિત છે તો તેનો અર્થ એવો પણ થાય કે, બ્રહ્માંડમાં ઊર્જાની કુલ માત્રા વધી રહી છે. પરંતુ....આપણે તો હંમેશા એવું ભણ્યા છીએ કે, ઊર્જાને ઉત્પન્ન પણ કરી શકાતી નથી કે તેનો નાશ પણ કરી શકાતો નથી. તો પછી આ તો સીધે-સીધું ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું.
-
હવે જોવા જઇએ તો, આ સમસ્યાના બે જ ઉકેલ સંભવ છે....(1) ફિલહાલ આ વિશે વાત ન કરવી જોઇએ કેમકે અહીં આપણા વર્તમાન વિજ્ઞાનની સીમા સમાપ્ત થાય છે અને આપણે ગણિત-ટેકનોલોજી અથવા સમાનાંતર બ્રહ્માંડોના વિજ્ઞાનની નવી પરિભાષા વિકસાવવી પડશે. (2) આઈનસ્ટાઇનની theory of relativity ઊર્જા સંરક્ષણના નિયમની વાત જ નથી કરતી. આઈનસ્ટાઇન અનુસાર નવું સ્પેસ ઉત્પન્ન અથવા નષ્ટ કરી શકાય છે એટલા માટે ઊર્જા સંરક્ષણનો નિયમ ખુદ સ્પેસ ઉપર લાગુ નથી પડતો.
-
આમેય ઊર્જા સંરક્ષણનો નિયમ ફક્ત close system ને લાગુ પડે છે તેથી બની શકે કે, open system માં ઊર્જાની કુલ માત્રામાં વધ-ઘટ થઇ શકતી હોય! એની વે, આ આપણી અત્યારસુધીની સમજ હતી પરંતુ ફિલહાલ પ્રાપ્ત ડેટાએ આપણી ઉપરોક્ત સમજને ચેલેન્જ કરી છે. કઇરીતે? જોઇશું આવનારી પોષ્ટમાં....
(ક્રમશ:)
.jpg)
No comments:
Post a Comment