જો તમે ધ્યાન આપ્યું હોય તો, સરકારની જેટલી કનડગત વાળી પોલીસીઓ છે તે અધિકતર તેવા ઉદ્યોગોને ટાર્ગેટ કરી રહી છે જ્યાં કંઇક ઉત્પાદન થઇ રહ્યું છે. હાં, સર્વિસ સેક્ટરમાં પણ તકલીફ છે પરંતુ એટલી બધી નથી. એવું કેમ? આ રહ્યો જવાબ....યાદરહે આ એક અભિપ્રાય છે.
-
એક ગરીબ વ્યક્તિ યેનકેન પ્રકારે, ઉધાર લઇને, ચાર-પાંચ લોકોને એકઠા કરીને એક એવી કંપની(લઘુ ઉદ્યોગ) બનાવી શકે છે જે કંઇક ઉત્પાદિત કરતી હોય. પણ...એક ગરીબ અને અલ્પ શિક્ષિત વ્યક્તિ માટે સર્વિસ આપનારી કંપનીનું નિર્માણ કરવું ખુબજ મુશ્કેલ કાર્ય છે. ભારતમાં રહેલ એકપણ રાજકીય પક્ષ એવું નથી ઇચ્છતો કે, દેશમાં સૌથી નીચા લેવલની જનતા સ્વતંત્ર રહે. માની લો દસ જણાએ મળીને એક નાની કંપની શરૂ કરી તો, કેવળ તે દસ લોકોજ નહીં પરંતુ આસપાસના બીજા એક સો લોકો પણ સ્વતંત્ર થઇ જશે જે કોઇપણ સરકાર નથી ઇચ્છતી કેમકે એકવખત જો આ લોકો સ્વતંત્ર થઇ ગયા તો પોતાની શરતે સરકારને ચૂંટવા માંડશે. તેથી હર સરકાર ગરીબ લોકોને પોતાના ઉપર આશ્રિત રાખવા માંગે છે જેથી મુઠ્ઠીભર અનાજ, પાણી, વીજળી, ગેસ, દારૂ, ચવાણું જેવી ભીખ સમયાંતરે આપતા રહી તેમના વોટ મેળવતી રહે.
-
જો ચીન અને ભારતની તુલનાત્મક વાત કરીએ તો, 1987 માં ચીનનો એક વ્યક્તિ 350 રૂા. અને ભારતનો 365 રૂા. કમાતો હતો પરંતુ ત્યારબાદ ચીને એક વિઝન જોયું અને ભારતને પછાડીને એવી છલાંગ મારી જે આજે આપણી નજર સમક્ષ છે. તો એવું તે શું થયું? વેલ, 1987 માં ચીન ટેક્ષ, નિયમો, નિયમન, નિયમિતતા, પોલીસીઓ વગેરેને હળવા કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું ત્યારે આપણે ત્યાં એક સામાન્ય વ્યક્તિને ટેલિફોન કનેક્શન માટે પાંચ-પાંચ વર્ષ સુધીની રાહ જોવી પડતી હતી. આજે પણ સરકારી પોલીસીઓનો આધાર એ જ છે કે, તમને ધનિક બનવા નહીં દેશે અને ભૂખે મરવા નહીં દેશે.
-
(3) Manufacturing:- ઉત્પાદન ખુબજ કપરું કાર્ય છે. ઉદાહરણ તરીકે....ભારતમાં બનેલ મોબાઇલ ઉપર made in india લખેલું વાંચી આપણે ખુશ થઇ જઇએ છીએ પરંતુ શું તમને ખબર છે એક મોબાઇલમાં લગભગ 700 components લાગ્યા હોય છે. તેમાંથી ભારતમાં કેટલા બને છે? ફક્ત 40 અને આ ચાલીસ પણ કેવળ ભારતીય મોબાઇલમાં જ વપરાય છે. મુખ્ય પ્રવાહની એકેય મોબાઇલ કંપની ભારતીય components વાપરતી નથી. ઇવન કે બે ભાગને જોડવા માટે વપરાતું glue પણ ચીનથી આવે છે.
-
(4) Research &
Development:- આ મુદ્દાની મહત્વતાને સમજતા પહેલા થોડાં આંકડા તપાસી લઇએ. ચીન પોતાની જીડીપીના 2.5%, અમેરિકા 3.5% તથા ઇઝરાયેલ 5.71% પૈસા R&D પાછળ ખર્ચે છે અને ભારત 0.64%. હવે ભારત R&D માં પાછળ કેમ છે તેનો પણ દોષ સરકારને જ જાય છે. કઇ રીતે તે જુઓ...સરકારનું કામ R&D પાછળ પૈસા ખરચવાનું નથી બલ્કે દેશ ચલાવવાનું છે, ઉદ્યોગોને ફેલાવવાનું છે જેથી જ્યારે તે ઉદ્યોગ પૈસા કમાય ત્યારે તે પોતાની વધુ/ગ્લોબલ વૃદ્ધિ માટે R&D કરે. મતલબ કોઇપણ દેશના R&D માટે મહત્તમ પૈસા પ્રાઇવેટ સેક્ટર તરફથી જ આવશે. ચીનમાં R&D ના 77% પૈસા પ્રાઇવેટ સેક્ટર તરફથી આવે છે, અમેરિકામાં 75% અને ભારતમાં કેવળ 34.6% અર્થાત મહત્તમ પૈસા આપણે ત્યાં હજી સરકારે જ વાપરવા પડે છે.
-
હવે R&D માં જો પૈસા નથી તો તેની અસર પણ જોઇ લ્યો...ચીનમાં હર દસ લાખ લોકોમાં 1849 લોકો રિસર્ચર છે, અમેરિકામાં 4245, જાપાનમાં 5304 અને ભારતમાં?? કેવળ 255 લોકો. હવે R&D ન થવાની આડઅસર જુઓ...R&D ન થશે તો કોઇ પેટન્ટ નહીં હોય. જો પેટન્ટ નહીં હોય તો આપણે કોઇને વિશ્વાસ નહીં અપાવી શકીશું કે, અમારી પાસે ટેકનોલોજી અને આવડત છે. બીજું, R&D હશે તો આપણી પોતાની ટેકનોલોજી હશે, કોઇ કહીને નહીં જાય કે તમારા ઉપર આટલો ટેરિફ લગાવીશું વગેરે વગેરે. ટૂંકમાં આપણે આપણી શરતો મુજબ deal કરી શકીશું.
-
Consumer Behaving:- ભારત એક price sensitive market ની સાથેસાથે એક મહત્વાકાંક્ષી માર્કેટ પણ છે. અહીં ગામડાવાળાઓને તે બ્રાન્ડ વાપરવી છે જે suburban લોકો વાપરે છે, suburban લોકોને શહેરોવાળી, શહેરોવાળાઓને મેટ્રો સિટિ અને મેટ્રો સિટિવાળાઓને ઇન્ટરનેશનલ બ્રાન્ડ વાપરવી છે. કહેવાનો અર્થ ભારતનો ઉપભોક્તા હજી વેલ્યુ માર્કેટ માટે તૈયાર નથી. ફિલહાલ ભારતનો ઉપભોક્તા પોતાના માટે નહીં બીજાના માટે સામાન ખરીદે છે. 60,000 નો પગારદાર 1,00,000 રૂા. નો આઇફોન તેના ફીચર જોઇને નહીં પરંતુ એટલા માટે ખરીદે છે કે, સામે વાળો મને કેટલી ઇજ્જત આપશે અને આજસુધી કોઇપણ ઇન્ડિયન બ્રાન્ડ કોઇપણ ભારતીયને આવી ઇજ્જત કમાવીને નથી આપી શકી. એટલા માટે કોઇ ભારતીય ટેક બ્રાન્ડ જોઇએ તેટલી વિકસિત નથી થઇ શકી ભલે આપણે બણગાં ફૂંકીએ કે મોટી-મોટી ઇન્ટરનેશનલ કંપનાઓના CEO ભારતીય છે પરંતુ તેનો કોઇ અર્થ નથી.
.jpg)
No comments:
Post a Comment