new horizon એ મોકલેલ એક ડેટાએ વૈજ્ઞાનિકોને માથું ખંજવાળવા મજબૂર કરી દીધાં. જ્યારે new horizon પ્લુટોને ઓળંગી ગયું ત્યારે ઊર્જાની બચત હેતુ તેના અધિકતર સેન્સર્સને બંધ કરી દેવામાં આવ્યા કેવળ એક જ સેન્સરને કાર્યરત રાખવામાં આવ્યું હતું. તેણે જે વસ્તુ નોંધી તે અકલ્પનીય હતી. જ્યારે તે 55 થી લઇને 60 AU(Astronomical Unit) એ પહોંચ્યું ત્યાં તેને ખુબ અધિક માત્રામાં ધૂળ મળી. હવે ધૂળ મળવાનું કારણ એકજ છે કે, અહીં હજીપણ ખડકો આપસમાં ટકરાય રહ્યાં છે.
-
આપણે એવું વિચારતા હતાં કે, અહીં kuiper belt નો અંત આવી જવો જોઇએ (જુઓ નીચેની ઇમેજ), અર્થાત અહીં તેમની(નાના-નાના સ્પેસ રોકની) ઘનતા/સંખ્યા ઓછી થઇ જોવી જોઇએ પરંતુ ઘનતા તો અપેક્ષા કરતા વઘતી જતી હતી. આવું કેમ? આ ગુત્થીને સુલજાવવા માટે પૃથ્વી પર હવાઇમાં સ્થિત Saburu ટેલિલ્કોપની મદદ લેવામાં આવી. સઘળી રિસર્ચ ઉપર કાર્ય કરી રહી છે...Anne Verbiscer. તેમનું કહેવું છે કે, kuiper belt ના બાદ પણ બીજો kuiper belt છે. જો કે તેમનો આ દાવો ફિલહાલ peer reviewed નથી અર્થાત અન્ય વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત નથી.
-
અહીં બીજુ એ પાસું પણ આ વૈજ્ઞાનિકો કહે છે કે, જરૂરી નથી કે kuiper belt આપણે સમજીએ એવું ગોળાકાર હો, બની શકે તેનો વ્યાસ એક તરફ વધુ હો જ્યારે બીજી તરફ ઓછો?(જુઓ નીચેની ઇમેજ) અને આપણું new horizon જે તરફ વધુ વ્યાસ હો તે તરફ જ જઇ રહ્યું હોય? (હોને કો કુછ ભી હો શકતા હૈ ભીડુ!!) એની વે, વૈજ્ઞાનિકો ફિલહાલ એ વસ્તુ ઉપર ફોકસ કરી રહ્યાં છે કે, શું kuiper belt પછી પણ કોઇ kuiper belt છે? કે તે એકતરફથી ખેંચાયેલો છે? કે તેની પહોળાઇ આપણા અંદાજા કરતા વધુ છે? જોઇએ આગળ શું થાય?



No comments:
Post a Comment