Saturday, December 28, 2024

ગ્લોબલ વોર્મિંગ(ભાગ-5)

 



 

શું તમને ખબર છે કે, એન્ટાર્કટિકા બદલાઇ રહ્યું છે? નવ કરોડ વર્ષ પહેલાં એન્ટાર્કટિકા એક વર્ષા જંગલ હતું? એક એવું જંગલ જ્યાં સતત વરસાદ વરસતો હતો, વૃક્ષો-ઘાસની પણ ભરમાર હતી. ટૂંકમાં એક આખું ઇકોસિસ્ટમ ત્યાં વસેલું હતું. સમય હતો જ્યારે ડાયનાસોર ધરતી પર મૌજૂદ હતાં પરંતુ આજે ક્ષેત્ર બરફ વડે ઢંકાયેલ છે. તો પછી આપણને કઇરીતે ખબર પડી કે તે સમયે વિસ્તાર એક ખુબ મોટું જંગલ હતું? એક સરળ રસ્તો છે....જીવાશ્મ(fossil). એન્ટાર્કટિકામાં થી આપણને ડાયનાસોરના ઘણાં જીવાશ્મ મળ્યા જેથી આપણને ખબર પડી પરંતુ સાથેસાથે ઘણાં વૃક્ષોના જીવાશ્મો પણ મળી રહ્યાં છે કે જેઓ ને પાણીની વધુ જરૂર પડે છે.

-

Johann P. Klages નામક એક વૈજ્ઞાનિક જેઓ Institute for Polar and Marine Research, Germany માં કાર્યરત છે તેમણે 2017 માં એન્ટાર્કટિકામાં સમુદ્રની નીચે drilling(શારકામ) કર્યું. શારકામ કર્યા બાદ 29 અલગ-અલગ વૃક્ષોના દટાયેલા મૂળિયા તેમને મળ્યાં. તેમનું તેમણે ગહનતાથી અધ્યયન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે તેમાં પાણી, તે સમયની આબોહવા તથા પરાગ અને બીજકણ(pollen and spore) પણ મૌજૂદ હતાં. જ્યારે તેમણે તેમાં મૌજૂદ ગેસોની concentration જોઇ તો ખબર પડી કે તેમાં co2 નું પ્રમાણ ખુબ વધુ હતું. co2 નું પ્રમાણ વધુ હોવાનો મતલબ છે કે તે સમયે તાપમાન વધુ હતું(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે).

 

https://www.nature.com/articles/s41586-020-2148-5

 

હવે એન્ટાર્કટિકાની એક પુરાણી તસવીર જુઓ જેમાં તે ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલ હતું પછી ધીમેધીમે સરકતું દક્ષિણ ધ્રુવ તરફ જતું રહ્યું(નીચેની ઇમેજ). સંશોધનમાં જાણવા મળ્યુ કે લગભગ 15 કરોડ વર્ષ પહેલાં ક્ષેત્ર ખુબ ગરમ હતો. તે સમયે સમુદ્રોનું સરેરાશ તાપમાન લગભગ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હતું કે જે હાલમાં લગભગ 17 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. તો કહેવાનો મતલબ ક્ષેત્રમાં જંગલો મૌજૂદ હતાં જેના બીજા પણ પુરાવાઓ મળ્યા છે(જુઓ નીચે મૌજૂદ એક અન્ય રિસર્ચ પેપરની લિંક).

 

https://dinodata.de/bibliothek/pdf_w/2021/5487-Article_Text-52046-1-10-20211013.pdf

 



ઓકે, આટલે સુધી તો સમજાઇ ગયું કે પહેલાં એન્ટાર્કટિકા ગરમ પ્રદેશ હતો અને ફિલહાલ બરફથી આચ્છાદિત છે પરંતુ હવે ફરી પ્રદેશ ઝડપભેર વનસ્પતિ યુક્ત એટલે કે હરિયાળો બની રહ્યો છે(જુઓ સેટેલાઇટ વડે લેવાયેલ નીચેની ઇમેજ). 1986 માં એક સ્કવેર કિલોમીટરથી પણ ઓછો ક્ષેત્ર હરિયાળો હતો જે 2023 માં વધીને 1200 સ્કવેર કિલોમીટર જેટલો થઇ ગયો(લગભગ દિલ્હી જેટલો). કોઇ પ્રદેશ હરિયાળો બને તે સારી વાત કહેવાય? જી નહીં, બલ્કે ખતરાની ઘંટડી કહેવાય. કઇરીતે તે જુઓ...



-

ઉપર આપણે જોઇ ગયા તેમ કોઇપણ પ્રદેશ વધુ પાણીની જરૂરિયાતવાળા વૃક્ષોથી હરિયાળો ત્યારે રહી શકે જ્યારે ત્યાનું તાપમાન હૂંફાળું હોય અને ક્રિયા એન્ટાર્કટિકામાં ઝડપથી થઇ રહી છે. આ સઘળી પ્રક્રિયાને Polar Amplification કહે છે. જેનો મતલબ એવો થાય કે જેટલી ઝડપથી દુનિયાના અન્ય દેશો ગરમ થઇ રહ્યાં છે, ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવીય પ્રદેશો તેનાથી બમણા દરે ગરમ થઇ રહ્યાં છે. જેના કેટલાક કારણો છે.

-

જેમજેમ બરફ પીગળે છે તેમતેમ તેની અંદર કેદ થયેલ co2 છૂટો પડી વાતાવરણમાં ભળે છે અને તેને ગરમ કરે છે. ગરમ થયેલ વાતાવરણ વધુ બરફને પીગાળે છે. પરિણામે વધુ co2 વાતાવરણમાં ઠલવાતો રહે છે અને આમને આમ દુષચક્ર ચાલતું રહે છે. બીજું, બરફના પીગળવાથી જમીન ખુલ્લી થતી જાય છે અને જમીન ગરમીને વધુ કેદ કરે છે. ટૂંકમાં, ગ્લોબલ વોર્મિંગને કારણે એન્ટાર્કટિકા ભવિષ્યનો એક એવો વિસ્તાર બનવા જઇ રહ્યો છે જ્યાં કદાચ માનવજાતિએ સ્થળાંતર કરવું પડશે. જો કે હરખાવા જેવી વાત તો નથી .

 


No comments:

Post a Comment