Saturday, December 14, 2024

Neuromarketing(ભાગ-6)

 



 

હવે, આપણા મગજને અમુક વસ્તુઓ લેવા મજબૂર કઇરીતે કરવામાં આવે છે તે જુઓ....એક સાઇકોલોજીસ્ટ તરફ જઇએ જેમનું નામ છે---Daniel Kahneman. જેઓ નોબલ પ્રાઇઝ વિજેતા છે. તેમણે 'THINKING FAST and SLOW' નામે એક પુસ્તક લખ્યું. પુસ્તકમાં વિચારવાની બે પધ્ધતિઓ(modes)નો ઉલ્લેખ છે (1) fast thinking (2) slow thinking.

-

જો હું તમને પૂછું કે, તમારી જન્મતારીખ શું છે? તમે તત્કાળ જવાબ આપી દેશો કેમકે તમારા માટે રૂટીન કાર્ય છે પરંતુ જો હું એમ પૂછું કે 143X89 નો જવાબ શું આવે? તમે તત્કાળ જવાબ નહીં આપી શકો. અહીં તમારે slow thinking mode તરફ જવું પડશે. fast thinking mode માં આપણું મગજ ઝડપથી કાર્ય કરે છે કેમકે તેને ઝાઝું વિચારવું નથી પડતું, જેમકે....બ્રશ કરવું, ગાડી ચલાવવું વગેરે. મોડ આપણા મગજના limbic brain સાથે જોડાયેલ હોય છે. પરંતુ!! જ્યારે કોઇ એવી બાબત/પરિસ્થિતિ આવે જેનો સામનો અગાઉ આપણે કર્યો હોય, ત્યારે મગજ slow thinking mode માં આવી જાય છે.

-

યાદરહે! slow thinking mode આપણા મગજને પસંદ નથી. કેમ? કેમકે મોડમાં મગજને ઊર્જા વધુ વાપરવી પડે કે જે ખોટનો સોદો કહેવાય. આપણા મગજ પાસે ઊર્જા મર્યાદિત હોય છે. ઊર્જાનો વેડફાટ મગજને પસંદ નથી, તેથી નવા કાર્યો તેને પસંદ નથી હોતાં કેમકે નવા કાર્યો મગજની ઊર્જાને slow thinking mode તરફ લઇ જાય છે. પરિણામે જ્યારે તમે કોઇ વ્યક્તિને નવીન કાર્ય તરફ લઇ જાઓ ત્યારે તમને સ્પષ્ટ દેખાશે કે....તે વ્યક્તિ ગભરાશે, ખંચકાટ અનુભવશે કારણકે તેનું મગજ તે કાર્ય તરફ જવાની ના પાડે છે કેમકે તેનું મગજ વારંવાર તેને ચેતવણી આપી રહ્યું હોય છે કે, કાર્ય પાછળ ઘણી ઊર્જા વપરાશે અને એટલી ઊર્જા મારી પાસે નથી.

-

તેથી જાગ્રત મન(prefrontal cortex અથવા રેશનલ માઇન્ડ) નો લોકો વધુ ઉપયોગ નથી કરતા કેમકે તેમાં વધુ વિચારવું પડે અને વધુ વિચાર મતલબ ઊર્જાનો વધુ વપરાશ. સામે છેડે આજ બાબત મગજને તંદુરસ્ત પણ રાખે છે જો કે, આ અલગ ચર્ચાનો વિષય છે. હવે અહીં મુખ્ય મુદ્દો આવે છે કે, જેમજેમ આપણે slow thinking મોડ તરફ જઇએ તેમતેમ આપણે ખોટા નિર્ણયો લેવા માંડીએ છીએ(હકિકતે નિર્ણયો રેશનલી સાચા હોય છે પરંતુ મગજની ઊર્જાને વાપરી ખાનારા હોવાના કારણે અંતે મગજને થકવી નાખનારા હોય છે, જો કે પણ વ્યક્તિગત બાબત છે). બસ, આજ મુદ્દાનો લાભ બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉઠાવે છે. તેમના શોપિંગ મોલની ડિઝાઇનો એવી હોય છે કે તેઓ આપણા મગજને થકવી નાખે છે. રોશનીની ઝાકમઝોળ, લાંબી-લાંબી કતારો, રંગબેરંગી interior, દુનિયાભરની વેરાયટિ, અંતે કાઉન્ટર પાસે જતા વિવિધ લલચાવનારી પ્રોડક્ટો વગેરે. જેની ખરીદી તમે રેશનલ માઇન્ડ સાથે નથી કરી રહ્યાં હોતાં. બધું Neuromarketing નો હિસ્સો છે.

-

કઇ રીતે? ચાલો સમજીએ....તમે મોલમાં ફરો છો, વિવિધ વસ્તુઓને જુઓ છો અને રેશનલ માઇન્ડ વડે નિર્ણય લ્યો છો કે, ફલાણી-ફલાણી વસ્તુ મારે નથી લેવી. અર્થાત તમારી ઊર્જા ઓછી થઇ ગઇ, મગજ થાકી ગયું. પછી શું થશે? જ્યારે તમે હરીફરી કેશ કાઉન્ટર ઉપર આવો છો ત્યારે મગજ એટલું થાકી ચૂક્યું હોય છે કે, ત્યાં રાખેલ શુગર ચોકલેટો વગેરે ઉત્પાદનોને તમે સામાન્ય સ્થિતિમાં અવગણી નાંખો છો પરંતુ હવે તમારું મગજ slow thinking કરીને થાકી ચૂક્યું હોય છે અને હવે જરૂરિયાત fast thinking ની છે, તેથી તમે જતાં-જતાં અમુક વસ્તુઓ લેવા માંડશો. રીતે તમારા મગજને રીતસરનું વાળવામાં આવે છે. ટૂંકમાં, બિલ ચૂકવવાની થોડી ક્ષણો પહેલાં તમે જે શોપિંગ કરી રહ્યાં હો છો, તે તમારા મગજ દ્વારા કરવામાં નથી આવતી.

-

બસ, પોષ્ટનો આજ મુદ્દો છે કે...બહુરાષ્ટ્રીય કંપનીઓ વિજ્ઞાનનો સહારો લઇને મગજને થકવે છે.

 


 

No comments:

Post a Comment