મિત્રો, ઇસરો ભવિષ્યમાં ખુબજ મહત્વના મિશનો કરવા જઇ રહ્યું છે જેની વિસ્તૃત માહિતી વિશેની નાનકડી પોષ્ટ શ્રૃંખલા તૈયાર થઇ રહી છે. ફિલહાલ તેનું એક ઉદાહરણ જુઓ....
-
European Space Agency(ESA)
પાસે Ariane, Vega જેવા લોન્ચ vehicle મૌજૂદ છે. વધુમાં, ઇસરોના GSAT, INSAT જેવા મિશન LVM-3 પહેલાં ESA ના ભરોસે જ લોન્ચ થતાં હતાં. તો પછી અચાનક એવું તે શું થયું કે, ESA ને તેના પડકારરૂપ અને જટિલ....કુત્રિમ સૂર્યગ્રહણ કરનાર મિશન PROBA-3 માટે ઇસરોના PSLV લોન્ચ vehicle ની જરૂરિયાત ઉભી થઇ? કહાની મજેદાર છે મિત્રો, ચાલો ચર્ચા કરીએ....
-
ESA પાસે ઓલરેડી Ariane-5 લોન્ચ vehicle છે પરંતુ ત્રીસ વર્ષની સેવા બાદ ગયા વર્ષે તેને નિવૃત કરી દેવામાં આવ્યું છે અને તેનું સ્થાન Ariane-6 એ લીધું છે. Ariane-6 સાથે તકલીફ એ છે કે, તેણે માત્ર બે જ ફ્લાઇટ કરી છે જેમાંથી એક સફળ રહી અને બીજી અસફળ. બિલકુલ આવું જ Vega-C સાથે થઇ રહ્યું છે. આ બંન્ને લોન્ચ vehicle ફિલહાલ certification ફ્લાઇટ કરી રહ્યાં છે તેથી તેમની ઉપર ભરોસો રાખી શકાય એમ નથી. ટૂંકમાં હાલમાં ESA પાસે કોઇપણ કાર્યરત(operational) લોન્ચ vehicle ન હોવાથી તે અન્ય સ્પેસ એજન્સી જેવી કે....spacex, ઇસરો, રોસ્કોસમોસ વગેરે ઉપર નિર્ભર છે. હવે સવાલ એ ઉઠે છે કે, તો પછી ESA એ ઇસરોની જ પસંદગી શા માટે કરી?
-
તેના એકથી વધુ કારણો છે. પ્રથમ....વાત થોડી જૂની છે. 2021 માં ESA અને ઇસરો વચ્ચે એક counter support agreement થયો હતો(લિંક નીચે મૌજૂદ છે), જેમાં પરસ્પર સહમતિ સાધવામાં આવી કે તમે અમારી મદદ કરો અમે તમારી મદદ કરીશું. આ કરારને કારણે જ ESA એ, ઇસરોના મિશન આદિત્ય-1 ના ટ્રેકિંગ માટે પોતાના ગ્રાઉન્ડ સ્ટેશનો ઇસરોને આપ્યા. વધુમાં, ઇસરોએ આદિત્ય-1 ના L1 પોઇન્ટ ઉપરના પ્રવેશ માટે જે flight dynamics software બનાવ્યું હતું તેને લગતો સંપૂર્ણ સપોર્ટ ESA એ પ્રદાન કર્યો.
https://www.esa.int/Enabling_Support/Operations/ESA_Ground_Stations/ESA_and_Indian_space_agency_ISRO_agree_on_future_cooperation
દ્વિતીય....success rate:- ઇસરોના PSLV ના સફળતાનો દર 97% છે. અત્યારસુધી લગભગ 60 જેટલા લોન્ચ PSLV કરી ચૂક્યું છે અને અસફળ કેવળ બે જ થયા છે. તેમાંય પ્રથમ તો 1990 માં તેના પ્રાથમિક સમયમાં થયો હતો અને બીજો 2017 માં. અર્થાત PSLV અત્યંત ભરોસાપાત્ર છે. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ તૃતીય મુદ્દો....પૈસા. આપણું PSLV જે શ્રેણીમાં આવે છે, તે શ્રેણીમાં Atlas-5,
Falcon-9, soyuz-2 વગેરે જેવા લોન્ચ vehicle આવે છે. આ બધાયની વહન ક્ષમતાઓ(lifting capabilities) PSLV કરતા ઘણી વધારે છે. તેથી તેમનો ખર્ચ વધુ આવે છે. આને આ રીતે સમજો....
-
Falcon-9 એક લોન્ચ માટે 67 મિલિયન ડોલરનો ચાર્જ વસૂલે છે, soyuz લગભગ 30 થી 40 મિલિયન ડોલરનો ચાર્જ વસૂલે છે, Atlas-5 રિટાયર્ડ થઇ ચૂક્યું છે. અર્થાત નાની સેટેલાઇટો માટે ઉપરોક્ત લોન્ચ vehicles નો પ્રતિ કિલોગ્રામ ચાર્જ ખોટનો સોદો પુરવાર થાય. આ બિલકુલ એવું જ છે કે તમે તલવાર વડે શાકભાજી સમારવા બેસો. PROBA-3 નું વજન ઘણું હળવું લગભગ 550 કિલો જેટલું છે, જ્યારે Falcon-9 ની ક્ષમતા 20,000 કિલોની છે. હવે તમને સઘળી મેટરનો અંદાજો આવી ગયો હશે. ટૂંકમાં આ પરસ્પર લેવડ-દેવડની મેટર છે. પરિણામ સ્વરૂપ યુરોપિયન યુનિયનના રાજદૂતે કહ્યું કે, અમે ઇસરોને અમારો સાથીદાર ગણીએ છીએ જેણે ખુબજ નજીવી કિમતે ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક પાર પાડી દીધું.
-
વધુમાં, NSIL ઇસરોની એક વ્યાપારી શાખા છે, જે ઇસરોનું માર્કેટિંગ કરે છે. પ્રોબાનો કોન્ટ્રાક્ટ પણ ઇસરોને NSIL ની સહાયથી જ મળ્યો. PSLV ની વહન ક્ષમતા મહત્તમ 1750 જેટલી છે અને તેનો ચાર્જ 18 થી 28 મિલિયન ડોલર જેટલો છે. મતલબ જો તમારી સેટેલાઇટ હળવી છે અને તમારે ખર્ચ પણ બચાવવો છે તો, હજી પણ એક ખાસ પ્રકારનું segment માર્કેટ ખાલી પડ્યું છે, જેનો લાભ ઇસરો ફિલહાલ બખુબી ઉઠાવી રહ્યું છે. પ્રોબા-3 એક પડકારરૂપ મિશન છે જે અત્યંત લંબગોળ ભ્રમણકક્ષા(highly elliptical orbit) માં ગતિ કરશે. તે પૃથ્વીથી 60,000 કિલોમીટર દૂર પણ જશે અને 600 કિલોમીટર પાસે પણ રહેશે. તો આવા પડકારરૂપ મિશન માટે કોઇપણ એક વિશ્વાસપૂર્ણ લોન્ચ vehicle તરફ જ નજર દોડાવશે અને ફિલહાલ આ રેન્જમાં ઇસરોથી બહેતર કોણ હોઇ શકે!!
(ઇમેજ સોર્સ ઇન્ટરનેટ)
(ક્રમશ:)

No comments:
Post a Comment