2008 પછી એક નવા પ્રકારની માર્કેટિંગે બજારમાં પ્રવેશ કર્યો. આ માર્કેટિંગમાં તમારા મગજને મજબૂર(પ્રોગ્રામ) કરવામાં આવે છે કે, તે અમુક વસ્તુઓ જ ખરીદે!(જેની જાણ તમને ખુદને પણ નથી હોતી). આ માર્કેટિંગને
Neuromarketing કહેવામાં આવે છે. આ વિષયક અગાઉના ચાર ભાગ ટાઇમલાઇન ઉપર મૌજૂદ છે જેને વાંચવાથી તમને મૂળભૂત માહિતી મળી જશે. આ માર્કેટિંગને બજારમાં એન્ટ્રી કરાવવા માટે કેટલીક ટેકનોલોજીની જરૂર હતી. આજે આપણે બખુબી જાણીએ છીએ કે મગજમાં શું-શું થઇ રહ્યું છે? કેમકે આજે આપણી પાસે MRI, EEG, FMRI જેવી ટેકનોલોજી છે.
-
ફરી પાછા 2008 પર આવીએ શરૂઆતી તબક્કામાં જે કંપનીઓ આ ટેકનોલોજી તરફ આકર્ષાઇ, તેમાંથી એક હતી....FritoLay. આ પેપ્સિકોની સિસ્ટર કન્સલ્ટ કંપની છે. આની પ્રોડક્ટમાં Lay's વેફર, Cheetos વગેરેનો સમાવેશ થાય છે. તેમનું વેચાણ છેલ્લાં કેટલાય સમયથી નીચે જઇ રહ્યું હતું. છેવટે કંટાળી આ કંપનીએ neuroscientist ની એક કંપની સાથે હાથ મિલાવ્યા. આ કંપનીએ વિવિધ ગ્રુપ/લોકો ઉપર રિસર્ચ કરી અઢળક ડેટા હાંસિલ કર્યો. અંતે તારણ એવું નીકળ્યું કે, જે Cheetos ને ખાવાથી, ખાનારની આંગળીઓ ઉપર તેનો રંગ રહી જતો હતો તેનું વેચાણ વધુ હતું(જુઓ નીચેની ઇમેજ). યાદરહે! Cheetos ની પણ અલગ-અલગ પ્રોડક્ટ છે અને આ રંગ તેમાં રહેલ ચીઝને આભારી હોય છે. ઝીણવટપૂર્વક જોઇએ તો, આ રંગ પનીરના રજકણનો હોય છે.
-
સલાહકાર કંપનીએ કહ્યું કે, તમારી હરેક પ્રોડક્ટમાં આ રંગનો સમાવેશ કરો. Frito Lay એ તુરંત આ સલાહને અપનાવી અને એક ઝુંબેશ ચલાવી જેને The Orange Underground કહે છે. તે સમયના છાપાઓમાં તથા youtube ઉપર પણ આ વિષયક અઢળક માહિતીઓ મૌજૂદ છે(જરા સર્ચ કરાવી જુઓ). આ માર્કેટિંગની ખુબજ સફળ સ્ટોરી છે. આને case study તરીકે ઓળખવામાં આવે છે અને સઘળી કહાનીને ભણાવવામાં પણ આવે છે. ફળસ્વરૂપ Cheetos ના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો.
-
Frito Lay એ કેવળ cheetos ની સંરચના ઉપર જ રિસર્ચ નહીં કરાવી બલ્કે તેમણે પોતાની હરેક પ્રોડક્ટ ઉપર રિસર્ચ કરાવી. જેમાં lay's અને cheetos ના વિવિધ પેકેટ ઉપર સંશોધન કરાવ્યું. તેમાં વિવિધ કલર, material, વિવિધ ફોન્ટનો અભ્યાસ કરાયો. અંતે તારણ એવું નીકળ્યું કે પેકેજિંગ એવી હો કે, કોઇ વ્યક્તિ તે પેકેટમાં હાથ નાંખે તો તેનો અવાજ દૂર સુધી સંભળાય(બાળકો આજ વસ્તુથી આકર્ષિત થાય છે). ઉદાહરણ તરીકે....ચોકલેટોના રેપરો ખોલતી વખતે ચળ-ચળનો અવાજ થાય છે. આ માર્કેટિંગ ટેકનિક છે કે, તમે કોઇ એક વસ્તુ લ્યો તો તેનો અવાજ શક્ય એટલા આસપાસના વિસ્તારમાં વિસ્તરે અને લોકો(ખાસ કરીને બાળકો) નું ધ્યાન તમારી તરફ આકર્ષાય, બસ આજ કંપનીનો હેતુ હતો અને સફળ પણ રહ્યો. હવે આવું થવાનું વૈજ્ઞાનિક કારણ શું? તેની ચર્ચા આવનારી પોષ્ટમાં....
.jpg)
.jpg)
No comments:
Post a Comment