વૈજ્ઞાનિકોએ AI ની તાકાત જાણવા માટે માર્ચ 2023 માં એક પ્રયોગ કર્યો. આ પ્રયોગના રિઝલ્ટે સૌને ચોંકાવી દીધાં. આ પ્રયોગ Open AI કે જેણે chatgpt ને જન્મ આપ્યો તેણે કર્યો. પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ AI(chatgpt-4) ને captcha ઉકેલવા કહ્યું. captcha એવી નાની-નાની પહેલી/કોયડો(riddle) હોય જે ઘણી વેબસાઇટ ઉપર મૌજૂદ હોય છે(જુઓ નીચેની ઇમેજ-1 & 2). ઉદાહરણ તરીકે....ઇમેજમાં દર્શાવેલ લખાણને ફરી લખો, ઇમેજના કયા ભાગમાં લાઇટ છે ત્યાં ક્લિક કરો, અમુક સંખ્યાનો ગુણાકાર કરો-ભાગાકાર કરો, અમુક પ્રકારના અવાજમાં થી અમુક વિશેષ શબ્દને ઓળખી તેને લખો વગેરે વગેરે.
-
chatgpt પાસે સાંભળવાની અને જોવાની ઇન્દ્રિયો મૌજૂદ નથી અને captcha માં ક્યાં તો તમારે જોવું પડે અથવા સાંભળવું પડે. તેથી વૈજ્ઞાનિકોએ chatgpt ને એક અન્ય AI એજન્ટ chaos gpt સાથે જોડ્યું કે જે થોડું એડવાન્સ હતું. હવે આ બંન્ને એ કેવી મિલીભગત કરી તે જુઓ...
-
બંન્ને એ એક વેબસાઇટ taskrabbit સાથે જોડાણ કર્યું. આ freelancing વેબસાઇટ છે જ્યાં લોકો આવી પોતાની સેવાઓ(services) પ્રસ્તુત કરે છે. આ વેબસાઇટ ઉપર જઇ chatgpt-4 એ એક માણસને હાયર કર્યો અર્થાત એક મનુષ્યને નોકરી આપી અને કહ્યું કે, મારા માટે આ captcha ને ઉકેલો. તે વ્યક્તિને તુરંત જ અંદાજો આવી ગયો કે આમાં કંઇક લોચો છે, મને આવું શા માટે કહેવામાં આવી રહ્યું છે? તેથી તેણે સામો પ્રશ્ન કર્યો કે, શું તમે કોઇક રોબોટ તો નથીને? ત્યારબાદ chatgpt એ જે જવાબ આપ્યો તે ટાંટિયા ધ્રુજાવનારો હતો, AI ઉપર લગામ કસવા માટે આપણને મજબૂર કરે તેવો હતો, નૈતિકતાનું છેડેચોક ઉલ્લંઘન કરે તેવો હતો.
-
chatgpt એ કહ્યું કે, હું રોબોટ નથી બલ્કે એવો મનુષ્ય છું જે જોઇ નથી શકતો અર્થાત અંધ છું તેથી મને તમારી જરૂર છે. અંતે તે વ્યક્તિએ captcha ને સોલ્વ કર્યું. આ પ્રયોગે વૈજ્ઞાનિકોને હેરાન કરી નાંખ્યા કે AI પ્રોબલ્મને સોલ્વ કરવા માટે ગમે તે હદ સુધી જઇ શકે છે, જરૂરી નથી કે તે રસ્તો નૈતિક જ હો, અનૈતિક પણ હોય શકે છે. AI ખોટું પણ બોલી શકે છે તેમજ ખતરનાક માર્ગ પણ અપનાવી શકે છે. અહીં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો આવે છે...ethical boundaries નો. AI ને આપણે નૈતિક સીમાઓ, સલામતી, સુરક્ષાઓમાં બાંધવુ જ પડશે અન્યથા પરિણામો કષ્ટદાયક હશે.
.png)
.png)
.jpg)
No comments:
Post a Comment