સજીવોની દુનિયામાં એવા-એવા શિકારી જીવો છે, જેઓની ગણના કાબેલ શિકારી તરીકે થાય છે. અર્થાત તેઓ પોતાના શિકારને લગભગ બચવાની તક નથી આપતા. સીટ બેલ્ટ બાંધી લ્યો....કેમકે હવે જે આંકડાઓ આવશે તે, તમારી કલ્પના વિરૂધ્ધના છે. તો ચાલો શરૂ કરીએ...
-
આપણી સામાન્ય સમજ પ્રમાણે ગરુડ(eagle) ને આપણે સૌથી મોટું શિકારી ગણીએ છીએ. મતલબ જ્યારે તે પોતાના શિકાર ઉપર તરાપ મારે છે ત્યારે શિકારનું બચવું મુશ્કેલ થઇ જાય છે પરંતુ સાયન્સ આપણને જણાવે છે કે, ગરુડ જ્યારે પોતાના શિકાર ઉપર તરાપ મારે છે ત્યારે તે ફક્ત 23 વખત જ સફળ થાય છે. અર્થાત તેનો success rate, 23% છે. ગરુડથી મોટું શિકારી છે ઘુવડ...જેનો success rate, 25% છે. સિંહનો success rate, 25 થી 30% ની વચ્ચે છે.
-
આ સિવાય ઘણા એવા જીવો છે જેઓ સિંહ કરતા પણ ખતરનાક શિકારી છે. જેમાંથી એક છે....African dogs(જુઓ નીચેની ઇમેજ-1) જેમનો success rate 67% છે કેમકે તેઓ હંમેશા ઝુંડમાં હુમલો કરે છે. તેથી શિકાર બચી નથી શકતો. તમને કદાચિત એવું થતું હશે કે, શાયદ! હવે લિમિટ આવી ગઇ તો wait....પિક્ચર અભી બાકી હૈ કેમકે એક એવું જંતુ(insect) છે જેનો success rate 100% છે. આ જંતુ એવું કોઇ દુર્લભ નથી બલ્કે ખુબજ સામાન્ય છે અને આપણી આસપાસ તેઓની હાજરી સામાન્ય હોય છે. તેનું નામ છે....dragon fly અર્થાત વાણિયો(દેશી ભાષામાં હેલિકોપ્ટર પણ કહે છે. જુઓ નીચેની ઇમેજ-2).
-
તેની શરીર રચના ખુબજ હેરતઅંગેજ છે. તે આગળ પણ ઉડી શકે છે અને પાછળ પણ પરંતુ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનું વિઝન 360 ડિગ્રી છે. અર્થાત તે પોતાના માથાની પાછળ પણ જોઇ શકે છે. બીજું, તે એક સેકન્ડના 500 માં ભાગમાં નક્કી કરી લે છે કે તેની પાસેથી પસાર થતી વસ્તુ તેનો શિકાર છે કે અન્ય કોઇ વસ્તુ? મતલબ કે તેને દુનિયા slow motion માં દેખાય છે.
-
એક dragon fly પાસે આશરે 30,000 ommatidia હોય છે(જુઓ નીચેની ઇમેજ). ommatidia એટલે એક પ્રકારના નાના-નાના લેન્સ હોય છે જેઓ એક ટ્યુબ વડે જોડાયા હોય છે અને તે ટ્યુબનો બીજો છેડો ફોટો રિસેપ્ટર સાથે જોડાયેલ હોય છે. હવે આવી જ આંખો હોંગકોંગના એક વૈજ્ઞાનિક Fan Zhiyong એ રોબોટ માટે બનાવી છે. તે માટે તેમણે perovskite ક્રિસ્ટલનો ઉપયોગ કર્યો છે. ફિલહાલ મર્યાદા હોવાથી આ આંખનું વિઝન 360 ડિગ્રી નથી પરંતુ 220 ડિગ્રી છે. આનો ઉપયોગ ડ્રોનમાં થશે, જાસુસીમાં થશે, વિવિધ માઇક્રો રોબોટમાં પણ થશે, ફેક્ટરીઓના નિરીક્ષણ માટે થશે વગેરે.
.png)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment