બિહારના મુઝફ્ફરપુરની 29 વર્ષીય વૈજ્ઞાનિક સપના સિન્હાએ વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિણામો હાંસિલ કર્યા છે. આ શોધોને કારણે, તેને પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિનની 30 વર્ષથી ઓછી ઉંમરના 30 એશિયન લોકોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. સૌપ્રથમ સપનાએ જાપાનની નાગોયા યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech ની ડિગ્રી મેળવી. બાદમાં તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ એટલે કે PHD કર્યું. પછી તે જાપાનની ઓકાયા યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે જોડાઈ. આ પછી તેણે પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(MIT) અમેરિકામાં કામ કરવાનું શરૂ કર્યું.
-
અહીં તેણે ઓપ્ટોજેનેટિક્સના ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. એવી ટેકનિકો વિકસાવી છે જેણે મગજ અને કરોડરજ્જુની ઇજાઓને સાજા કરવામાં ઘણી મદદ કરી છે જેમકે...લકવો, ચાલવામાં લથડિયાં, યાદશક્તિમાં ઘટાડો વગેરે. ભવિષ્યમાં માથા અને મગજના પ્રત્યારોપણમાં પણ આ શોધો ખૂબ મદદરૂપ થશે. પીએચડી દરમિયાન તેણે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને material science ના સંયોજનવાળો વિષય પસંદ કર્યો. તેણે નેનોમટેરિયલ્સ જેમકે ગ્રાફીનની ઘન સ્થિતિ અને phase chemistry ને વિકસાવ્યું. તેણે ગ્રાફીનના ભૌતિક અને ઈલેક્ટ્રોનિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. તેણે એડવાન્સ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપી માટે જરૂરી અલ્ટ્રાફાઈન ગ્રાફીન વિકસાવ્યું.
-
આમ તો સપનાનું કાર્યક્ષેત્ર વિશાળ છે તેથી તેનું સંપૂર્ણ વિવરણ તો અહીં શક્ય નથી. છતાં, તેના આ યોગદાનથી માનવ કલ્યાણના ઘણા રસ્તાઓ ખુલ્યા છે. તેણે યુવા વૈજ્ઞાનિકો, છોકરીઓ અને મહિલાઓને પ્રેરણા આપી છે અને એક નવો માર્ગ બતાવ્યો છે જેઓ જીવનમાં કંઈક વિશેષ કરવાનું સ્વપ્ન જુએ છે, ખાસ કરીને ભારતના પછાત વિસ્તારોમાંથી આવતા લોકો.

No comments:
Post a Comment