ફિલહાલ અનેક પ્રકારના તાવ ફેલાઈ રહ્યા છે. જેમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ અને મેલેરિયાનો સમાવેશ થાય છે પરંતુ કેટલાક અન્ય પ્રકારના તાવ પણ છે. આમાંનો એક તાવ છે....'સ્ક્રબ ટાયફસ(scrub typhus) ફીવર'. તેને 'બુશ ટાઇફસ ફીવર' પણ કહેવામાં આવે છે. આ તાવની ખાસ વાત એ છે કે તેના તમામ લક્ષણો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા જ હોય છે, પરંતુ જ્યારે ટેસ્ટ કરવામાં આવે તો બધું જ નેગેટિવ આવે છે કેમકે આ બીમારીના લક્ષણો ભલે આ બીમારીઓ જેવા જ હો, છતાં પણ આ બીમારી અલગ છે.
-
સંક્રમણનું કારણ:- થ્રોમ્બોસાયટોપેનિક જીવાત અથવા chigger નામક કીટકની લાળમાં Orientia tsutsugamushi નામના બેક્ટેરિયા હોય છે, જે સ્ક્રબ ટાયફસનું કારણ બને છે. આ બીમારી આ જંતુઓના કરડવાથી ફેલાય છે. આ જંતુઓનું કદ લગભગ 0.4 મિલિમીટર હોય છે. આ જંતુઓ ચાંચડ પરિવારના સભ્યો Trombiculidae ના સદસ્યો હોય છે. ચેપનો Incubation period 6 થી 20 દિવસનો હોય છે, એટલે કે જંતુના ડંખના 6 થી 20 દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. સામાન્ય રીતે આ સમય 10 દિવસનો હોય છે.
-
લક્ષણો:- તેના લક્ષણો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના મિશ્ર લક્ષણો છે. જેમકે...ઠંડી સાથે ઉગ્ર તાવ, તાવનું સ્થિર થઇ જવું, શરીરના તમામ સાંધામાં અસહ્ય દુખાવો, સ્નાયુઓમાં જડતા/જકડાઇ જવું, તીવ્ર માથાનો દુખાવો, શરીર પર લાલ ચકામા પડવા, તે ચકામામાં તીવ્ર ખંજવાળ, લોહીમાં પ્લેટલેટ્સનો ઝડપી ઘટાડો, મૂડમાં ફેરફાર, મૂંઝવણ (ક્યારેક કોમા પણ).
-
જોખમ:- જો સમયસર ઓળખ અને સારવાર ન મળે તો...multiorgan failure, congestive heart failure, circulatory collapse વગેરે. મૃત્યુ દર:- જો યોગ્ય સારવાર ન મળે, તો મૃત્યુદર 30 થી 35% છે અને 53% કેસોમાં મલ્ટી ઓર્ગન ડિસફંક્શનલ સિન્ડ્રોમ થવાની સંભાવના છે. કઇ રીતે પત્તો લગાવવો:- આ રોગ Scrub antibody-Igm Elisa નામના રક્ત પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવે છે(જનરલ કેસમાં લોકો વ્યક્તિનો ડેન્ગ્યુ NS1 ટેસ્ટ કરાવે છે અને તે નેગેટિવ આવે છે).
-
સારવાર:- જેમ ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી તેવી જ રીતે સ્ક્રબ ટાઈફસની પણ કોઈ ચોક્કસ સારવાર નથી. જો સમયસર ભાળ મળી જાય તો, ડોકટરો Doxycycline નામની એન્ટિબાયોટિક આપીને પરિસ્થિતિને નિયંત્રિત કરી લે છે. દર્દીને તેના શરીરની જરૂરિયાત મુજબ સામાન્ય પેરાસીટામોલની ગોળીઓ આપવામાં આવે છે. બચાવ:- સ્ક્રબ ટાઈફસ સામે રક્ષણ માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્ધ નથી. ચેપગ્રસ્ત જંતુઓથી બચવા માટે ફક્ત સંપૂર્ણ શરીરને ઢાંકી શકે તેવા પોશાકો પહેરીને જ બહાર જાઓ. કપડાં પર Permethrin નામની દવા લગાવો(તે આ જંતુઓને મારી નાખે છે).
-
સ્ક્રબ ટાયફસ એક દર્દીથી બીજા દર્દીમાં સીધો ફેલાતો નથી. ચિગર નામના જંતુના ચેપગ્રસ્ત લાર્વાના ડંખથી જ વ્યક્તિને ચેપ લાગી શકે છે. હા, તે જંતુ બીમાર વ્યક્તિને કરડે અને ત્યારબાદ અન્ય વ્યક્તિને કરડે તો ચેપ જરૂર લાગશે. માણસો ઉપરાંત કેટલાક પ્રાણીઓ પણ આ રોગના યજમાન છે.

No comments:
Post a Comment