થોડાં આંકડા જુઓ....જૂન મહિનામાં મક્કાના ઇતિહાસમાં પ્રથમ વખત તાપમાન 52 ડિગ્રી સે. પહોંચ્યું. પરિણામે કેટલાય હજયાત્રીઓનું મૃત્યુ થયું. વર્ષ 2023 માં ગ્લોબલ વોર્મિંગના કારણે લગભગ 12000 લોકોએ પોતાના જીવ ખોયા છે જેના કારણે સમગ્ર જગતની ઇકોનોમિએ 200 અબજ ડોલરનું નુકસાન વેઠવું પડયું. ફક્ત અમેરિકાની જ વાત કરીએ તો આ ફિગર 100 અબજ ડોલરે પહોંચે છે. એક સ્ટડી અનુસાર પહેલાં એટલેકે 1950 આસપાસ જગતની ઇકોનોમિને ગ્લોબલ વોર્મિંગના કારણે મામુલી નુકસાન પહોંચતું હતું પરંતુ હવે અચાનક આવનારા બદલાવના કારણે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 2050 સુધી દુનિયાની મૌજૂદ જીડીપીનો લગભગ 18% હિસ્સો વેડફાઇ જશે. 2050 પછીના હર વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર દુનિયાને 38 ટ્રિલિયનનું નુકસાન થશે.
-
યાદરહે! આ સઘળા આંકડાઓ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈશ્વિક તાપમાનમાં વધતા 1.2 ડિગ્રી સે. ને અનુલક્ષીને જાહેર કરાયા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવનારા 70 વર્ષની અંદર આ વધારો 2.7 ડિગ્રી સુધી વધી જશે. જરા વિચારો! ત્યારે શું થશે?
.png)
No comments:
Post a Comment