Saturday, August 31, 2024

Great Green Wall

 


 

ચાલો જઇએ આફ્રિકાના સહારા રણ તરફ....સમગ્ર પૃથ્વી ઉપર લગભગ 33 જેટલા રણ છે પરંતુ તેઓમાં સૌથી મહાકાય રણ સહારા છે. રણે આફ્રિકાનો લગભગ 31% થી વધુ ભાગ રોક્યો છે. 11 દેશો રણનો હિસ્સો છે. દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, દિવસે-દિવસે વધી રહ્યું છે. હર 100 વર્ષની અંદર તેનો ફેલાવો 10% ના દરે વધે છે. જેનો સીધો મતલબ એવો થાય કે, હર હજાર વર્ષે તે બમણું થઇ જશે. તેથી જો આને રોકવામાં આવ્યું તો, એક આખો ખંડ આની લપેટમાં આવી જશે. ભારતમાં બેઠા-બેઠા ભલે આપણને સમસ્યા ગંભીર લાગતી હોય, પરંતુ માનવતાની દ્રષ્ટિએ સમસ્યા ખુબજ ગંભીર છે. કઇરીતે તે જુઓ....ગ્લોબલ વોર્મિંગના કારણે ક્ષેત્રનું તાપમાન વધી રહ્યું છે સાથેસાથે ભૂખમરો પણ વધી રહ્યો છે. કેમ? કેમકે 82% ક્ષેત્રની વસ્તી ફક્ત અને ફક્ત વરસાદી પાણી ઉપર નિર્ભર છે.

-

હવે રણને રોકવા માટે આપણે એક દિવાલ બનાવી રહ્યાં છીએ, સિમેન્ટની દિવાલ નહીં પરંતુ જંગલની દિવાલ. જેને The Great Green Wall એવું નામ એનાયત થયું છે. 11 દેશો પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી રહ્યાં છે. દિવાલની પહોળાઇ 15 કિલોમીટર અને લંબાઇ 7600 કિલોમીટર હશે. અહીં થોડી આફ્રિકાની ભૌગોલિક પરિસ્થિતિ જોઇ લઇએ...

-

જુઓ નીચેની ઇમેજ. જેમાં નીચેના ભાગે વર્ષાજંગલો છે. એનાથી થોડાં ઉપર જાઓ તો તમને savanna મળશે, savanna નો મતલબ લીલા ઘાસના જમીની પ્રદેશો. એનાથી ઉપર જશો તો તમને sahel મળશે. અર્થાત તે ક્ષેત્ર છે, જ્યાથી લીલા ઘાસના પ્રદેશો સૂકાં ઘાસમાં રૂપાંતરિત થવા માંડે છે અને છેલ્લે સહારાની કાયનાત શરૂ થઇ જાય છે.



-

જ્યારે સૌપ્રથમ વખત પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો ત્યારે ત્યાંના સ્થાનિકોએ વિરોધ કર્યો કેમકે તેઓનું કહેવું હતું કે, આવું શક્ય નથી. અમે તો અહીં કેટલાય વર્ષોથી વૃક્ષોને ઉગતા નથી જોયા તો હવે કાર્ય તમે કઇરીતે શક્ય કરશો? એવું કહેવાય છે કે, માનવી(અહીં માનવી પુરતી વાત મર્યાદિત રાખવી) પરિવર્તનને આસાનીથી સ્વીકારી નથી શકતો કેમકે પરિવર્તન માટે મગજ ઘસવું પડે, મગજને વધુ ઉર્જા વાપરવી પડે. તેથી હરેક પરિવર્તનનો વિરોધ થાય છે જ્યારે સામેછેડે આદતો autopilot હોય છે અને તે વધુ ઉર્જા નથી વાપરતી. તો સૌથી મોટો અવરોધ સ્થાનિકોની માનસિકતા બદલવાનો હતો. જેમા ધીમેધીમે સંયુક્ત રાષ્ટ્રસંઘે બદલાવ આણ્યો. પરિણામે લોકો સ્વયંભૂ યોજનામાં જોડાતા ગયા.

-

પ્રોજેક્ટ અહીં દસ વર્ષોથી ચાલી રહ્યો છે અને હવે દિવાલ બિલકુલ જંગલ જેવી લાગે છે(જુઓ નીચેની ઇમેજ-1&2). અહીંના સ્થાનિકોએ લગભગ ત્રણ લાખ હેક્ટર જમીનને ખેડી, ફળદ્રુપ બનાવી. માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો તે ખુબ સરળ હતી. જમીન ઉપર નાના-નાના અર્ધચંદ્રાકાર આકારો બનાવવામાં આવ્યા(જુઓ નીચેની ઇમેજ-3). આકારોની ખાસિયત છે કે, તેની એક બાજુ છીછરી જ્યારે બીજી બાજુ ઊંડી બનાવવામાં આવી, જેથી પાણી તેમાં સંગ્રહિત રહી શકે. ક્ષેત્રમાં આપણે હર પ્રકારના છોડવા નથી વાવી શકતાં બલ્કે અમુક જાતિના છોડવાઓ વાવી શકીએ છીએ.









-

એની વે, પ્રોજેક્ટને પુરો થવામાં સમય જરૂર લાગશે પરંતુ યાદરહે! એટલો વિશાળ પ્રોજેક્ટ છે કે, આપણે એક જાયન્ટ રણને ફેલાતુ રોકી રહ્યાં છીએ.

 





No comments:

Post a Comment