Friday, August 9, 2024

Artificial Intelligence(ભાગ-20)

 



 

દુનિયાની સૌપ્રથમ AI હોસ્પિટલ ચીને બનાવી લીધી છે, જેનું નામ છે....Robo Doc Hospital. હોસ્પિટલમાં ના ડોક્ટરો હશે, નર્સ. સઘળા કાર્યો રોબોટ સંભાળશે. હોસ્પિટલનું બનવું મેડિકલ ફિલ્ડને એક અલગ માર્ગ ઉપર લઇ જશે. કઇરીતે? તેની ચર્ચા પછી. ફિલહાલ હોસ્પિટલની ખાસિયત જોઇ લઇએ...

-

ઘણી મોટી હોસ્પિટલ છે જેમાં એક દિવસમાં ત્રણ હજાર દર્દીનો ઇલાજ થશે. હોસ્પિટલ virtual હશે અર્થાત દર્દી પોતાના લેપટોપ અથવા સ્માર્ટ ફોન વડે પોતાના રોબો ડોક્ટર સાથે કોઇપણ સમયે તેમજ કોઇપણ સ્થાનેથી તુરંત જોડાઇ શકે છે. હોસ્પિટલને બેજિંગની Tsinghua university ના સંશોધકોએ બનાવી છે જે લગભગ વર્ષના અંતસુધી કાર્યરત થઇ જશે એવું અનુમાન છે. હોસ્પિટલને બનવામાં લગભગ મહિના જેટલો સમય લાગ્યો છે. થોડું વધુ, AI ડોક્ટરો માનવીય ડોક્ટરો કરતા ક્યાંય વધુ દર્દીનો ઇલાજ કરી શકે છે કેમકે તેઓ self learning છે. અંદાજો તો એવો છે કે, થોડા સમયમાં હોસ્પિટલ એક દિવસમાં લગભગ દસ હજાર દર્દીના ઇલાજ કરવાની સામર્થ્ય ધરાવતી થઇ જશે.

-

દિલચશ્પ વાત છે કે, US medical licensing exam દ્વારા AI ડોક્ટરોની પરીક્ષા લેવામાં આવી. યાદરહે! અમેરિકામાં પરીક્ષા ડોક્ટરોની કાબેલિયત જાણવા માટે લેવામાં આવે છે જેથી ખબર પડે કે તેઓ ડોક્ટરી કરવા લાયક છે કે નહીં? આપને જાણીને નવાઇ લાગશે કે, પરીક્ષામાં પુછાયેલ સવાલોમાં AI ડોક્ટરોએ લગભગ 93.06% ટકા જવાબો સાચા આપ્યા. સંદર્ભે સૌથી મજેદાર વાત છે કે, AI ને માનવીય ડોક્ટરોની તુલનાએ ખુબજ અઘરા સવાલો પુછાયા હતાં. જો સવાલો માનવીય ડોક્ટરોને પુછાયા હોત, તો તેમની લોઅર સર્કિટ લાગી ગઇ હોત.

-

હવે વાત કરીએ ફાયદાની....તો આવા ડોક્ટરો ભવિષ્યમાં એકજ દિવસમાં લાખો લોકોનો ઇલાજ કરી શકશે. પરિણામે માનવીય ડોક્ટરો પર પડનારો બોજ હળવો થઇ જશે. AI ડોક્ટરોનો સૌથી મોટો ફાયદો છે કે, તેઓ મનુષ્યની તુલનાએ નવી વસ્તુઓને ઘણી ઝડપથી શીખે છે અને પોતાને અપડેટ કરતા રહે છે. આજ ખુબી સંશોધનમાં માનવીને ખુબજ ઉપયોગી નીવડી શકે છે. દર્દીના પૈસા તેમજ સમય બચશે. આવી હોસ્પિટલોમાં રોબોટ કાર્ય કરતા હોવાથી વર્ષના 365 દિવસ હોસ્પિટલો કાર્યરત રહેશે. જરા વિચાર કરો...એક ડોક્ટર પાસે વિઝિટ કરવાને બદલે ઘર બેઠાં તમે લેપટોપ/સ્માર્ટફોન વડે તમારા રોબો ડોક્ટર સાથે OPD કરી શકો છો. આનો ફાયદો ગ્રામ્ય વિસ્તારોને સારો એવો થશે.

-

હવે રહી વાત ભૂલોની તો, માનવીય ભૂલો આગળ સ્થાપિત મશીની ભૂલો નગણ્ય છે. બીજું, રોબો ડોક્ટરોને સીધેસીધા માનવી સાથે સંપર્કમાં લાવવામાં નહીં આવે બલ્કે તેમની ટ્રેનિંગ સૌપ્રથમ જાનવરો સાથે કરવામાં આવશે. ઇન શોર્ટ, ભવિષ્યમાં AI ડોક્ટર મેડિકલ ફિલ્ડને હેરાનપૂર્ણ હદે બદલવા જઇ રહ્યું છે.

 


No comments:

Post a Comment